SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જૈન આચાર મીમાંસા આવે તો તે વાત રોગનું નિદાન કરાવ્યું, ઉપચાર પૂણ્યો અને પછી તે કર્યો નહીં તેના જેવી થઈ; પાલનની વાત પણ એના જેવી જ છે કે માર્ગ પૂણ્યો પણ પછી આપણે ચાલ્યા જ નહીં. પછી આપણે ઠેરના ઠેર રહી જઈએ એમાં નવાઈ શી? આ બધું સિદ્ધ કરવા માટેની પૂર્વ શરત છે કે આગ્રહથી મુક્ત થવું. જો આગ્રહ અકબંધ પડેલો હોય તો પછી આગળની વાતો તો સંભવી જ ન શકે. આગ્રહની પાછળ અહં છે અને તેની આસપાસ કષાયો ઘર કરીને રહેલા હોય છે. અહીના વિસર્જન પછી કોઈ કષાય ટકી શકે નહીં. અહં નથી ત્યાં રાગને સ્થાન નથી અને રાગ નથી ત્યાં દોષને સ્થાન નથી. એમાંય વળી “અહં' જ્યારે સ્વાભિમાન કે આત્મશ્રદ્ધા જેવા સુંવાળા શબ્દોની ઓથે છુપાઈને બેઠેલો હોય છે ત્યારે તો તે ઘણી મુશ્કેલીઓ સર્જે છે અને આરાધના મુશ્કેલ બની જાય છે. “અહંથી ખાલી થયા વગર ગુરુ કે ગુરુનું જ્ઞાન પણ કંઈ કલ્યાણ કરી શકતું નથી. આ છે વિનયનું સ્વરૂપ અને તેનો પરિવાર. આપણે વિવરણ કર્યું કે ગુરુવંદનાની પાછળ વિનયનો ભાવ અનિવાર્ય છે. અહીના વિસર્જન વિના વિનય આવે નહીં. પણ તે માટે ગુરુ પાસે મૂકવું પડે. ભાવથી નમવું પડે. “અહં ઓગળ્યા પછી વિનયની જે નિષ્પત્તિ થાય તે સાધનાના ઘરની છે અને તેથી સમાધિ કક્ષાની ગણાય છે. વિનય એ આંતરિક ગુણ છે. જેના અંતરમાં વિનય હોય તેના વ્યવહારમાં વિનય દેખાવાનો, પણ ત્યાં કોઈ આયાસ કે પ્રયાસની જરૂર ન રહે. જીવ પ્રત્યે સહજ સન્માન હોય. કોઈ પણ
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy