SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક આચારસંહિતા અને ભાવઆરોગ્યની યાચના છે. અને જિન ધર્મની પ્રાપ્તિરૂપી બોધિ – સમ્યગ્દર્શન અને ભાવસમાધિની માગણી કરવામાં આવી છે. કોઈ પણ પ્રવૃત્તિની સફળતાનો આધાર એની પાછળ રહેલા સંકલ્પના બળ ઉપર અને આશયની સ્પષ્ટતા ઉપર રહેલો છે. કહ્યું છે કે સંકલ્પહીન કર્મ પણ ફળતું નથી. અહીં ભગવાનની સ્તુતિ દ્વારા સ્તુતિ કરનાર જે ફળ ઇચ્છે છે તેનો સંકલ્પ કરવામાં આવ્યો છે. એ સંકલ્પની પૂર્તિ ભગવાનના સામર્થ્યથી મને થાઓ એવી ભાવના પ્રગટ કરવામાં આવી છે. મોક્ષમાર્ગની સાધનામાં અતિ ઉપયોગી એવી ત્રણ વસ્તુઓ આ એક જ ગાથામાં સંગ્રહી લેવામાં આવી છે. સંપૂર્ણ ભાવઆરોગ્ય મોક્ષમાં છે. તેનો હેતુ ભાવસમાધિ અને ભાવસમાધિનો હેતુ બોધિલાભ અર્થાત્ રત્નત્રયી (સમ્યગ્ દર્શન, જ્ઞાન ચારિત્ર)ની પ્રાપ્તિ છે. આ ત્રણેયની પ્રાપ્તિ તીર્થંકરોના પ્રત્યક્ષ કે પરોક્ષ અનુગ્રહથી થાય છે. અહીં સૂચિતાર્થ છે કે જ્યાં સુધી સિદ્ધ ગતિ ન મળે ત્યાં સુધી પ્રત્યેક જન્મની અંદર સિદ્ધિના સાધનભૂત દ્રવ્ય અને ભાવઆરોગ્ય, બોધિલાભ અને સમાધિની સામગ્રીઓ પણ તીર્થંકરોના નામસ્મરણથી પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ વિઘ્નપરંપરાનો જય કરવાનું સામર્થ્ય પ્રગટે એવી તેમાં અભિલાષા વ્યક્ત થયેલી છે. - 65 લોગસ્સની પ્રથમ ગાથામાં તીર્થંકરોને કેવળજ્ઞાનના પ્રકાશથી લોકને ઉદ્યોત કરવાના સ્વભાવવાળા એમ કહી સ્તવ્યા હતા. તેમના વિષે મનની એકાગ્રતાપૂર્વક ચિંતન કરતાં તેઓ તેજના અંબાર સ્વરૂપે લાગે છે; અનેક ચંદ્રો કરતાં વધારે નિર્મળ અને અનેક સૂર્યો કરતાં વધારે તેજોમય લાગે છે અને અકથ્ય આનંદના
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy