SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચાર મીમાંસા કેટલાય કર્મો આત્મા ઉપરથી ખસવા માંડે છે અને કેટલાંક ખરવા પણ લાગે છે. તેને કારણે આપણને સુખ-શાંતિ મળવાં જોઈએ પણ કર્મનો ભાર વધારે હોય તો કદાચ તાત્કાલિક સુખની સામગ્રી ન મળે પણ છેવટે ચિત્તને શાંતિ અને સ્વસ્થતા તો નામસ્મરણ અવશ્ય આપી શકે. જેમ જેમ નામરટણ વધતું જાય તેમ તેમ તેની અનુભૂતિ વરતાતી જાય. જે વ્યકિત બીજી કોઈ ધર્મ ક્રિયા ન કરી શકે તેમ હોય, ચંચળતાની માત્રા વધારે હોય તેને માટે ધર્મગુરુઓ ભગવાનના નામસ્મરણને-જપને એકમેવ કલ્યાણકારી સાધન ગણે છે. નામસ્મરણ ઘણું ગુણસંપન્ન છે એટલે તો તેને ભક્તિનું પ્રધાન અંગ ગણવામાં આવે છે. ભકિત તો અનેક રીતે થાય પણ તેમાં નામસ્મરણ સઘળી શ્રેણીના સાધકો માટે પરમ સુલભ છે. જે પરમાત્માનું નામસ્મરણ થાય - નામરટણ થાય - તે ઉપયોગપૂર્વકનું એટલે ચિત્તના અનુસંધાનવાળું હોવું જોઈએ અને પરમાત્મા પ્રતિના ગુણાનુરાગવાળું હોવું જોઈએ. નામસ્મરણમાં ભગવાનની ભકિત છે તેથી તેને ‘ભાગવતી ભક્તિ' કહેવામાં આવે છે. આવી ભક્તિ પરમ આનંદ અને સંપદાઓનું બીજ છે. ચતુર્વિશતિ સ્તવમાં લોગસ્સ સૂત્ર બોલવાનું હોય છે. આમ તો લોગસ્સ મહદ્ અંશે નામસ્મરણ છે. તીર્થકરોના નામનું સ્મરણ. તીર્થકરો ધર્મના આદ્ય પ્રવર્તક છે. તેઓ વિદ્યમાન હોય ત્યારે દેશના આપીને, ઉપદેશ દ્વારા જીવોને મોક્ષ માર્ગમાં જોડતા હોય છે પણ તેમની ગેરહાજરીમાં તેમનું નામરટણ પણ ઘણું કલ્યાણકારી નીવડે છે. તીર્થકરોનાં નામસ્મરણનું આલંબન લેનારને તેમના સ્વરૂપની
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy