________________
મુખ્ય પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન
૫
વળી દિગંબર શુદ્ધોપયોગરૂપ પરમચારિત્ર સ્વીકારે છે, અને શુભોપયોગરૂપ ગૌણચારિત્ર સ્વીકારે છે, અને પ્રશસ્ત આલંબન વગર કષાયને વશ થયેલાઓને મૂળગુણોમાં યત્ન હોવા છતાં ચારિત્રનો ભંગ સ્વીકારે છે; એ વાત કઇ રીતે યુક્તિરહિત છે, તે ગાથા-૧૪૩માં બતાવેલ છે. અને સ્થાપન કરેલ છે કે કષાયને પરવશ એવા ચંડુરુદ્રાચાર્યમાં મૂળગુણમાં સ્થિરતા હોવાથી ચારિત્રનો ભંગ નથી, પણ ચારિત્રમાં અતિચારરૂપ સ્ખલના છે.
વળી, ચારિત્રને ઉપયોગરૂપ સ્વીકારવામાં આવે તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ ત્રણ ઉપયોગની પ્રાપ્તિ થાય. પરંતુ શાસ્ત્રમાં કેવલીને ત્રણ ઉપયોગો સ્વીકાર્યા નથી, તેથી ચારિત્ર ઉપયોગરૂપ નથી પણ યોગના થૈર્યરૂપ છે; આમ કહીને અનેક યુક્તિઓથી ગાથા-૧૪૪/૧૪૫ આદિમાં યોગÅર્યરૂપ ચારિત્રને સ્થાપન કરેલ છે.
વળી, સિદ્ધમાં વીર્ય નથી તેથી ચારિત્ર નથી, એ પ્રકારે યુક્તિથી સિદ્ધાંતપક્ષી કહે છે, તે વાત ગાથા૧૪૫માં બતાવેલ છે, અને સિદ્ધમાં વીર્ય નથી એવું જે શાસ્ત્રવચન છે તેની યુક્તિ પણ ગાથા-૧૪૫માં બતાવેલ છે.
સિદ્ધમાં ચારિત્રને સ્વીકારવું કે સિદ્ધમાં ચારિત્ર ન સ્વીકારવું તેની ચર્ચા ગાથા-૧૩૧ થી ગાથા-૧૫૬ સુધી કરેલ છે, જે ચર્ચાથી ખરેખર સંસારમાં પણ ચારિત્રપદાર્થ યોગરૂપ કઇ રીતે છે, આત્માના પરિણામરૂપ કઇ રીતે છે અને નિર્જરાના કારણરૂપ કઇ રીતે છે, તેનો સૂક્ષ્મ બોધ થાય છે.
સિદ્ધમાં ચારિત્ર નહિ માનનાર પક્ષનો મૂળ આધાર ગ્રંથ વિશેષાવશ્યકભાષ્ય છે. તે આખી ચર્ચા ખરેખર નયવાદની ચર્ચા જેવી છે, પરંતુ પરસ્પર વિરોધી વચન જેવી નથી; કેમ કે અપેક્ષાએ કર્મનિર્જરાના કારણરૂપ ચારિત્રને ગ્રહણ કરીને સિદ્ધમાં ચારિત્ર નથી તે વાત સિદ્ધાંતકારે સ્થાપન કરેલ છે, અને નિજગુણમાં સ્થિરતારૂપ ચારિત્રને ગ્રહણ કરીને સંપ્રદાયપક્ષીએ સિદ્ધમાં ચારિત્ર સ્થાપન કરેલ છે, તે વાત યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રીએ ગાથા-૧૫૭માં બતાવેલ છે.
સંપ્રદાયપક્ષી દ્વારા સિદ્ધમાં ચારિત્ર સ્થાપન કરીને સિદ્ધમાં સ્વભાવસિદ્ધ ક્રિયા કઇ રીતે છે, તે બતાવવા માટે, છયે કારકો સિદ્ધના આત્માઓમાં કઇ રીતે પ્રવર્તે છે તેનું યોજન ગાથા-૧૫૮માં કરેલ છે.
ગાથા-૧૫૯માં સિદ્ધોના ૧૫ ભેદો બતાવ્યા. ત્યાં પ્રશ્ન થયો કે સિદ્ધોના ૧૫ ભેદોમાં સ્ત્રીલિંગસિદ્ધ, પુલિંગસિદ્ધ અને નપુંસકલિંગસિદ્ધ એ પ્રકારના ભેદો આવે છે, અને આ ૧૫ ભેદો શ્વેતાંબર-દિગંબર ઉભયને માન્ય છે. આમ છતાં દિગંબરો સ્ત્રીને મુક્તિ માનતા નથી, તેથી સ્ત્રીલિંગસિદ્ધનો અર્થ તેઓ કેવો કરે છે, અને તે કઇ રીતે યુક્તિયુક્ત નથી, તેની ચર્ચા ગાથા-૧૫૯ થી ગાથા-૧૭૦ સુધી કરેલ છે. એ ચર્ચામાં સ્ત્રીઓને મોક્ષ નહિ સ્વીકારની અનેક યુક્તિઓ દિગંબરોના ગ્રંથોમાં વર્તમાનમાં ઉપલબ્ધ છે, તે દરેકને ગ્રહણ કરીને, તેનું ગ્રંથકારશ્રીએ યુક્તિપૂર્વક નિરાકરણ કરેલ છે. અને દિગંબરને માન્ય એવા તત્ત્વાર્થસૂત્રને ગ્રહણ કરીને પરિષહની વિચારણામાં તત્ત્વાર્થસૂત્રના ‘ધાવણ નિને' એ સૂત્રમાં આગળના કથનથી ‘7’ની અનુવૃત્તિ