________________
ગ્રંથ પ્રશસ્તિ ... અધ્યાત્મમત પરીક્ષા ....
... ૯૫૭ તેઓના=પૂર્વમાં વર્ણન કરાયેલ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ વગેરેના, સ્વચ્છતર ગચ્છમાં પરિપાટીથી થયેલા કવિઓના =પૂ. લાભવિજયજી આદિ કવિઓના, અનુભાવથી=પ્રસાદથી મેં આ નવી કૃતિ બનાવી.ll ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા આદિના સ્વચ્છતર ગચ્છમાં પરિપાટીથી ઉત્પન્ન થયેલા લાભવિજયજી આદિ કવિઓના પ્રસાદથી મેં આ કૃતિ બનાવી છે, તેથી હવે આ શ્લોકથી તે કવિઓ કેવા છે તે બતાવે છેतथाहि- सहस्त्रैर्मघवा हरश्च दशभिः श्रोत्रैविधिश्चाष्टभिर्येषां कीर्तिकथा सुधाधिकरसां पातुं प्रवृत्तां समम् । ते श्रीवाचकपुङ्गवास्त्रिजगतीविख्यातधामाश्रयाः। कल्याणाद्विजयाह्वयाः कविकुलालङ्कारतां भेजिरे ॥१०॥
અમૃત કરતાં પણ અધિક રસવાળી જેઓની કીર્તિકથાને પીવાને માટે (સાંભળવા માટે), હજાર કાનોથી ઇંદ્ર, દશ કાનોથી શંકર, આઠ કાનોથી બ્રહ્મા એકી સાથે પ્રવૃત્ત થયા, તે ત્રણ જગતમાં વિખ્યાત ધામના–તેજના આશ્રયસ્થાન, શ્રી વાચકડુંગવ કલ્યાણવિજય મહારાજ કવિકુલમાં અલંકારપણાને ધારણ કરતા હતા. ll૧oll हैमव्याकरणे कषोपल इवोद्दीप्तं परीक्षाकृतः पर्येक्षन्त निबद्धरेखमखिलं येषां सुवर्णं वचः । ते प्रोन्मादिकुवादिवारणघटानिर्भेदपञ्चाननाः श्रीलाभाद्विजयाह्वयाः सुकृतिनः प्रौढश्रियं शिश्रियुः ॥११॥
જાણે હૈમવ્યાકરણરૂપ કસોટી પત્થર ઉપર રેખા પાડનાર જેમના ઉદ્દીપ્ત સુવર્ણરૂપ વચનની પરીક્ષાકારોએ પરીક્ષા કરી, તે પ્રોન્મત્ત કુવાદરૂપ હાથીઓના ટોળાને ભેદવામાં સિંહ સમાન, શ્રી લાભવિજય મહારાજ નામના સુકૃતીએ વિદ્વાને, પ્રૌઢ=વિસ્તૃત શોભાને ધારણ કરી. ll૧૧ાા ભાવાર્થ -પૂ. લાભવિજયજી મહારાજાની વિદ્વાનોએ હૈમવ્યાકરણના વિષયમાં પરીક્ષા કરેલ, અને તેઓ તેમાં પૂર્ણ સફળ થયેલા, અને કવાદીઓને જીતવામાં તેઓ સિંહ જેવા પરાક્રમી હતા. यत्कीर्तिश्रुतिधूतधू टिशिरोविश्रस्तसिद्धापगा-कल्लोलप्लुतपार्वतीकुचगलत्कस्तूरिकापङ्किले । चित्रं दिग्वलये तयैव धवले नो पङ्कवार्ताप्यभूत् प्रौढिं ते विबुधेषु जीतविजया प्राज्ञाः परामैयरुः ॥१२॥
જેઓની કીર્તિના શ્રવણથી કંપાયમાન થયેલા શંકરના મસ્તક પરથી પડેલી ગંગાનદીના તરંગમાં ડૂબેલ પાર્વતીના સ્તનમાંથી ગળતી કસ્તૂરીથી કાદવવાળા બનેલ, (અને) તેનાથી જ=પૂ. જીતવિજયજી મહારાજાની કીર્તિથી જ, ઉજ્જવળ થયેલ દિગુવલયમાં ચિત્રને આશ્રયીને પંકની વાત પણ નહોતી, તે પ્રાજ્ઞ શ્રી જીતવિજયજી મહારાજે પંડિતોમાં શ્રેષ્ઠ પ્રૌઢતાને ધારણ કરી. II૧સા ભાવાર્થ:-અહીં પૂ. શ્રી જીતવિજયજી મહારાજની કીર્તિ વડે બધી દિશાઓ ધવલ છે, માટે ત્યાં કાદવની વાર્તા પણ નથી એમ બતાવીને તેમની કીર્તિમાં કોઇ કચાશ નથી તેમ બતાવ્યું. અને તેની જ અતિશયતા બતાવવા માટે તેમની કીર્તિના શ્રવણથી શંકરનું માથું ધ્રુજી ઊઠ્યું, અને તેથી મસ્તકમાંથી પડેલી ગંગાનદીના તરંગમાં ડૂબેલી પાર્વતીના સ્તનમાંથી કસ્તૂરિકા પડી, તેનાથી દિશાઓ કાદવવાળી થઈ, તેમ બતાવીને વિરોધાભાસ અલંકાર દ્વારા પૂ. જીતવિજયજી મહારાજાની કીર્તિની અતિશયતા બતાવેલ છે.