________________
અધ્યાત્મમત પરીક્ષા
૯૫૬ ...
* * • • • ••• .. ગ્રંથ પ્રશસ્તિ स श्रीमत्तपगच्छभूषणमभूद्भूपालभालस्थलव्यावल्गन्मणिकान्तिकुङ्कमपयःप्रक्षालितामिद्वयः । षट्खण्डक्षितिमण्डलप्रसृमराखण्डप्रचण्डोल्लसत्पाण्डित्यध्वनदेकडिण्डिमभरः श्रीहीरसूरीश्वरः ॥५॥
રાજાઓના મુકુટમાં રહેલ મણિઓની કાંતિરૂપી કંકુના પાણીથી ધોવાયેલા છે ચરણ યુગલ જેમના એવા, તેમ જ જેમના અખંડ અને પ્રચંડ ઉલ્લાસ પામતા પાંડિત્યના વાગતા ડિડિમનો અવાજ ખંડપૃથ્વીમંડલમાં ફેલાઈ રહ્યો છે, તે શ્રી હીરસૂરીશ્વરમહારાજા શ્રીમત્ તપગચ્છના ભૂષણ થયા. પI स्वैरं स्वेहितसाधनी: प्रसृमरे स्वीयप्रतापानले वाग्मन्त्रोपहता विपक्षयशसामाधाय लाजाहुतीः । यो दुर्वादिकुवासनोपजनितं कष्टं निनाय क्षयं स श्रीमान् विजयादिसेनसुगुरुस्तत्पट्टरत्नं बभौ ॥६॥ - વૈરપણે સ્વ ઇચ્છિતને સાધી આપનાર અને વાગુમંત્રથી લવાયેલી એવી વિપક્ષના યશરૂપી લાજની આહુતિઓને=ધાન્યની આહુતિઓને, પ્રસરતા પોતાના પ્રતાપરૂપી અગ્નિમાં નાંખીને, જેમણે દુર્વાદીઓની કુવાસનાથી થયેલ કષ્ટનો ક્ષય કર્યો, તે શ્રીમાન્ વિજયસેનસૂરિ મહારાજ તેમના=શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના, પટ્ટરત્ન તરીકે શોભ્યા. lll ભાવાર્થ -પૂ. સેનસૂરીશ્વરજી મહારાજા પૂ. હરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર હતા. તેઓ એટલા વિદ્વાન હતા કે જેથી પોતાની વાણી વડે દુર્વાદીઓથી ફેલાયેલ કુવાસનાનો પોતાના પ્રતાપથી નાશ કર્યો. धारावाह इवोन्नमय्य नितमा यो दक्षिणस्यामपि, स्वैरं दिक्षु ववर्ष हर्षजननीविद्वत्पदाख्या अपः । तत्पट्टत्रिदशादितुङ्गशिखरे शोभा समग्रां दधत्, स श्रीमान् विजयादिदेवसुगुरुः प्रद्योतते साम्प्रतम् ॥७॥
મેઘની જેમ દક્ષિણ દિશામાં પણ અત્યંત ઊંચે ચઢીને જેમણે બધી દિશાઓમાં સ્વૈરપણે હર્ષજનક એવું વિદ્વાનપદ નામનું પાણી વરસાવ્યું, તે સમગ્ર શોભાને ધારણ કરતા શ્રીમાનું વિજયદેવસૂરિ મહારાજા, શ્રી સેનસૂરિ મહારાજની પાટરૂપ ઊંચા મેરુશિખર ઉપર હમણાં દીપી રહ્યા છે. શા ભાવાર્થ-દક્ષિણ દિશામાં ઘણા વિદ્વાનો હતા. ત્યાં પણ પૂ. સેનસૂરિ મહારાજાએ વિદ્વાનપણાની ખ્યાતિ મેળવી હતી. यद्गाम्भीर्यविनिर्जितो जलधिरप्युल्लोलकल्लोलभृत् राज्ञे सर्वमिदं निवेदयति किं व्याकीर्णलम्बालकः । तत्पट्टोदयपर्वतेऽभ्युदयिनः पुष्णाति पूष्णस्तूलां स श्रीमान् विजयादिसिंहसुगुरुः सौभाग्यभाग्यैकभूः ॥८॥
જેમના ગાંભીર્યથી જિતાયેલો અને ઊછળતાં મોજાંઓને ધારણ કરતો, (તે મોજાંરૂપ) ફેલાયેલ લાંબી વાળોની લટવાળો એવો સમુદ્ર પણ જાણે કે રાજાને આ સર્વશું નિવેદન કરતો હોય, તે સૌભાગ્ય અને ભાગ્યના એકસ્થાનભૂત શ્રી વિજયદેવસૂરિ મહારાજની પાટરૂપ ઉદયાચલ પર્વત ઉપર અભ્યદય પામેલા, તે શ્રીમાન્ વિજયસિંહસૂરિ મહારાજ સૂર્યની તુલનાને ધારણ કરી રહ્યા છે. દ્રા गच्छे स्वच्छतरे तेषां परिपाट्योपतस्थुषाम् । कवीनामनुभावेन नवीनां कृतिमादधे ॥९॥