________________
૯૫૦
અધ્યાત્મમતપ૨ીક્ષા
ગાથા :૧૮૨
ટીકાર્ય :- ‘તવુ’ - તે કહ્યું છે - ‘? H’ - સ્વચ્છંદ ગતિ અને મતિના પ્રચારવાળા=પ્રસરવાળા, એકલાને ક્યાંથી ધર્મ હોય? અથવા એકલો શું કૃત્ય કરે? અને અકાર્યને કેવી રીતે પરિહરે?
‘ત્તો’– સૂત્રાર્થનો આગમ= લાભ, પ્રતિપ્રચ્છન્ન=મુગ્ધબુદ્ધિ હોવાથી પ્રશ્ન, અને ચોદના–વ્યુત્પન્નમતિ હોવાને કારણે ચાલના, (એકલાને) ક્યાંથી હોય? અને એકલાને વિનય અને વૈયાવચ્ચ ક્યાંથી હોય? અને મરણાંતે (નમસ્કાર અને પ્રત્યાખ્યાનાદિ ભાવરૂપ) આરાધના ક્યાંથી હોય?
‘વિભિન્ન’- એકલો એષણાને નિર્ભયપણાથી ઓલંધે છે, અને પ્રકીર્ણ પ્રમદાજનથી= આમ તેમ વિલિમ સ્ત્રીલોકથી (ચારિત્રધન લૂંટાઇ જવાના કારણે) સદા ભય રહે છે. બહુમધ્યમાં (રહેલો) (અકાર્ય) ક૨વાની ઇચ્છાવાળો પણ અકાર્ય કરવા સમર્થ થતો નથી.
‘ઉચ્ચાર્’- વિષ્ટા-મૂત્ર-ઊલટી-પિત્તમૂર્છાદિથી મોહિત=શિથિલ શરીરવાળો એકલો પાણીવાળા ભાજનને છોડી દે તો આત્મસંયમની વિરાધના થાય છે, અને પાણી વગર ઉચ્ચારાદિ કરે તો પ્રવચનનો ઉડ્ડાહ=લાઘવ, થાય છે. ‘વિમેળ’ - એક દિવસ વડે–એક દિવસમાં, ઘણા શુભ-અશુભ જીવપરિણામો થાય છે. એકલો અશુભ પરિણામવાળો થયેલ (કોઇ) આલંબનને પામીને સંયમને ત્યાગ પણ કરી દે છે.
‘સવ્વ’ - સર્વ જિનો વડે એકાકીપણું પ્રતિષિદ્ધ છે, એકાકીપણું હોતે છતે અનવસ્થા થાય છે (કેમ કે પ્રમાદની પ્રચુરતાથી બીજાઓને પણ તે પ્રકારે પ્રવૃત્તિ થાય છે), આથી કરીને જ સ્થવિરકલ્પનો ભેદ થાય છે. (વધારે કહેવાથી શું?) સારી રીતે અપ્રમત્ત એવો પણ એકાકી તપ-સંયમને શીઘ્ર હણી નાંખે છે.
‘વસ્તુ’
– જે વળી ગીતાર્થ (છે) તે પણ પ્રાયઃ કરીને ગચ્છમાં વસતો દ્રવ્યથી અનેક જ ભાવથી એક છે.
ભાવાર્થ :- અહીં ‘પ્રાયઃ’ ગચ્છમાં વસતો, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે, ક્વચિત્ કારણવિશેષથી એકાકી પણ વસતો હોય. વળી શ્લોકના પ્રારંભમાં કહેલું કે, ગચ્છમાં વસતો સાધુ દ્રવ્યથી અનેક હોવા છતાં, ગુરુ આદિના ઉપદેશ વડે પરિકર્મિત મતિથી પ્રસૂત એકત્વભાવનાથી પવિત્ર અંતઃકરણ હોવાના કારણે ભાવથી એકાકી છે, તે અગીતાર્થને આશ્રયીને છે; જ્યારે ગીતાર્થને તો પોતાની ગીતાર્થતાના કારણે ભાવી એકાકીપણું છે, કેમ કે તેના કારણે તેમનું એકત્વભાવનાથી પવિત્ર અંતઃકરણ સદા હોય છે.
ઉત્થાન ઃ- અહીં પ્રશ્ન થાય કે, ગીતાર્થ હોવાના કારણે એકત્વભાવનાની પુષ્ટિને અનુકૂળ એવું દ્રવ્યથી એકાકીપણું કેમ સ્વીકારતા નથી? અને ગચ્છમાં પ્રાયઃ શા માટે રહે છે? કેમ કે જેમ અણાહારી ભાવ માટે આહારનો ત્યાગ ઉ૫કા૨ક બને છે, તેમ એકત્વભાવના માટે દ્રવ્યથી પણ એકાકીપણું ઉપકારક બને છે. તેથી કહે છે
ટીકાર્ય :- ‘પચ્છતાવિ’ - ગચ્છગતાદિ પદોની વૃદ્ધિથી જ ગુણવૃદ્ધિનો ઉપદેશ છે= જેમ જેમ આ પાંચ પદો દીર્ઘકાળ સુધી સેવન કરાય છે તેમ તેમ ગુણવૃદ્ધિ થાય છે, એ પ્રકારનો ઉપદેશ છે. (તેથી ગીતાર્થ પણ પ્રાયઃ કરીને ગચ્છમાં વસે છે.)
‘૩ń વ’ – અને કહ્યું છે – ‘ઓ’ – (૧) જે ગચ્છમાં રહેતો હોય, (૨) અનુયોગી=જ્ઞાનાદિ આસેવનમાં ઉદ્યમવાળો હોય, (૩) જે ગુરુસેવી હોય=ગુરુની આજ્ઞાને પરતંત્ર રહીને ગુરુની સેવા કરતો.હોય, (૪) જે