________________
૯૪૯
•
•
•
•
•
•
-
ગાથા : ૧૮૨ . . . . • • • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા ઉદ્યમવાળો પણ એકાકી અગીતાર્થ હોવાને કારણે કાર્યાકાર્યના વિવેક વગરનો છે. અને તેના કારણે મહાઅનર્થને પ્રાપ્ત કરે છે. (૩) એકાકી વિચરનારને સઆલંબનરૂપ સમ્યગ્દર્શનની શુદ્ધિના કારણભૂત સૂત્રાર્થના લાભનો અસંભવ છે, તથા શંકા થાય તો પ્રશ્ન કોને પૂછે? તેથી પ્રશ્નનો અસંભવ છે અને ચોદના=ચાલનાનો પણ અસંભવ છે. તથા મુગ્ધબુદ્ધિથી શંકા થાય તો પણ પ્રશ્ન કોઈને પૂછી શકે નહિ. તેથી પ્રશ્નના અસંભવને કારણે સાચા માર્ગની પ્રાપ્તિ થાય નહિ. અને ગીતાર્થ પાસે વાચના ગ્રહણ કરવામાં પદાર્થને વ્યુત્પન્નમતિપૂર્વક વિચારતો હોય તો ચોદના થાય, અર્થાત્ ગુરુના વચનને પૂર્વાપર સાથે યોજન કરીને પ્રશ્ન ઊઠે તે રૂપ ચોદના=ચાલના, થાય; અને એકાકી વિચરનારને તે સંભવે નહિ.
ઉપદેશમાલા ગાથા-૧૫૭માં મુગ્ધબુદ્ધિપણાથી પ્રશ્ન કહેલ છે, અને વ્યુત્પન્નમતિપણાથી ચોદના કહેલ છે, તેનું તાત્પર્ય એ છે કે, વાચના સાંભળતી વખતે ગુરુનો કહેવાનો આશય શિષ્યને સમજ ન પડે ત્યારે તે આશયને સમજવા માટે જે પ્રશ્ન કરવામાં આવે તે મુગ્ધબુદ્ધિપણાથી પ્રશ્ન કહેવાય છે; અને ગુરુના કહેવાનો આશય શિષ્ય સમજી જાય, પરંતુ વ્યુત્પન્નમતિ હોવાને કારણે તે પ્રકારના અર્થમાં અન્ય સૂત્રના વચનના વિરોધની ઉપસ્થિતિ થાય, ત્યારે જે પ્રશ્ન કરવામાં આવે તેને ચોદના=ચાલના, કહેવાય છે; અને તે ચાલના કરવાથી અન્યસૂત્રના વિરોધ વગર તે સૂત્રનું વાસ્તવિક તાત્પર્ય ગુરુ પાસેથી પ્રાપ્ત થાય, તે પ્રત્યવસ્થાને કહેવાય છે. (૪) એકાકી વસનાર વિનય-વૈયાવચ્ચ આદિથી થતી નિર્જરારૂપ ફળથી વંચિત રહે છે. (૫) એકાકી રહેનારને મૃત્યકાળે ભક્તપ્રત્યાખ્યાનાદિરૂપ આરાધના સંભવતી નથી. (૬) એકાકી રહેનારને કોઈ જોનાર-પૂછનાર નથી, એવું જાણીને નિર્ભય થયો હોવાથી એષણાદિનું ઉલ્લંઘન થાય છે. (૭) એકાકી રહેનારને ભયથી રહિત એવી સ્ત્રીઓના સમુદાયથી ભયનો પ્રસંગ છે; અર્થાત્ જે સ્ત્રીઓ અકાર્ય કરવામાં ભય વગરની છે, તે સાધ્વસપ્રતિપંથી સ્ત્રીઓ છે, અને તે સ્ત્રીજનથી એકાકી રહેનારને નિરંતર ભયનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. (૮) એકાકી રહેનારને ગુર્નાદિની લજ્જાને આધીન અકાર્ય કરવાની ઇચ્છાના અભાવનો અસંભવ છે. સમુદાયમાં રહેતો હોય તો ગુર્નાદિની લજજાથી પણ અકાર્યથી બચી જાય, જ્યારે એકાકી રહેતો હોવાથી અકાર્યથી અટકી શકતો નથી. (૯) મૂચ્છ આદિને કારણે વિઠ્ઠલતા આવે ત્યારે એકાકી રહેનારને સંયમની વિરાધના થાય છે. (૧૦) જીવના શુભાશુભ પરિણામો જલદીથી પરાવર્તમાન થતા હોવાથી ક્લિષ્ટ અધ્યવસાય થયે છતે ખોટા - આલંબનનું ગ્રહણ નિવારી શકાતું ન હોવાથી, એકાકી રહેનારને સંયમથી ભ્રષ્ટ થઈ જવાનો પ્રસંગ આવે છે. (૧૧) એકાકી વિચરવાનો ભગવાને નિષેધ કર્યો હોવાથી જિનાજ્ઞાનો ભંગ થાય છે. (૧૨) સુઆયુક્ત=ક્રિયામાં અત્યંત અપ્રમાદી, હોય તો પણ, અગીતાર્થ હોવાના કારણે ગીતાર્થની સહાયથી જે ભાવોમાં યત્ન વર્તતો હતો, અને તેનાથી તપ-સંયમ પ્રવર્તતા હતા, તેના ભંગનો પ્રસંગ એકાકી રહેવાથી પ્રાપ્ત થાય છે.