________________
અધ્યાત્મમત૫રીક્ષા
ગાથા ૧૮૦
કહેવાનો આશય એ છે કે, ૫૨મઉપેક્ષામાં વર્તતા મુનિઓને જ્ઞાન-દર્શન-ચારિત્ર અર્થક પણ પર અપેક્ષા હોતી નથી; કેમ કે પરમઉપેક્ષાકાળમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર આત્મસ્વભાવમાં અંતર્ભૂત હોય છે, અને તે કાળમાં પરમઉપેક્ષાવાળો જીવ શ્રુતના બલથી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્મસ્વભાવને વિશેષરૂપે આવિર્ભાવ કરવા યત્ન કરી રહ્યો છે; જે સ્વપ્રયત્નમાત્ર સાધ્ય છે, તેથી ૫રપદાર્થની તેને અપેક્ષા હોતી નથી. વળી ઇતરાર્થ પરાપેક્ષા સમપ્રિય-અપ્રિયવાળા મુનિઓને હોતી નથી જ, તેથી પરમઉપેક્ષાવાળા મુનિઓને આત્મસ્વભાવને છોડીને અન્ય સર્વ પદાર્થની સાથે કોઇ કાર્ય=પ્રયોજન, નથી.
૯૪૦
અહીં વિશેષ એ છે કે, પરમઉપેક્ષાની પૂર્વભૂમિકામાં વર્તતા સમ પ્રિય-અપ્રિયવાળા મુનિને ઇતરાર્થ પરાપેક્ષા હોતી નથી, પરંતુ જ્ઞાન-દર્શન-ચારિત્રઅર્થક પરાપેક્ષા હોય છે. તેથી જ જ્ઞાનાદિ વૃદ્ધિના ઉપાયભૂત તીર્થંકર, ગુરુ આદિ પ્રત્યે બહુમાન-ભક્તિભાવ હોય છે. પરંતુ પરમઉપેક્ષામાં વર્તતા મુનિઓને જ્ઞાનાદિ અર્થક પણ પરાપેક્ષા હોતી નથી.
ટીકાર્ય :- ‘યમેવ’ - આ જ અવસ્થા=પરમઉપેક્ષારૂપ આ જ અવસ્થા, પરમશ્રેયસ્કરી છે. કેમ કે તે વખતે કાર્ત્યથી=સંપૂર્ણપણે, રાગ-દ્વેષનો અનવકાશ છે=પ્રશસ્ત કે અપ્રશસ્ત સર્વ પ્રકારે રાગ-દ્વેષનો અનવકાશ છે.
ઉત્થાન ઃ- અહીં પ્રશ્ન થાય કે, પ્રશસ્ત રાગ-દ્વેષ તો શ્રેયસ્કારી છે, તેથી પરમઉપેક્ષારૂપ આ જ અવસ્થા શ્રેયસ્કારી છે, એમ ‘વ’કાર કેમ કર્યો? તેથી કહે છે
ટીકાર્ય :-‘પ્રશસ્ત’- પ્રશસ્ત રાગ-દ્વેષનું પણ નિવર્તનીયપણું હોવાને કા૨ણે ૫૨માર્થથી અનુપાદેયપણું છે, કેમ કે (ખરડાયા પછી) કાદવના પ્રક્ષાલન કરતાં દૂરથી અસ્પર્શન શ્રેષ્ઠ છે, અર્થાત્ કાદવથી ન ખરડાવું સારું છે; એ પ્રમાણે ન્યાય હોવાથી ૫રમાર્થથી તો પ્રશસ્ત રાગ-દ્વેષ પણ અનુપાદેય છે.
,
ભાવાર્થ :- પરમઉપેક્ષામાં સંપૂર્ણપણે રાગ-દ્વેષનો અનવકાશ છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, યદ્યપિ તે અવસ્થામાં મોહનીયનો ઉદય હોય છે, પરંતુ તે સૂક્ષ્મ સ્વરૂપ છે; અને સ્ફુરણાત્મક વિકલ્પ ઊઠે તેવા રાગ-દ્વેષનું અપ્રવર્તન છે, અને ધીરે ધીરે સૂક્ષ્મ રાગ-દ્વેષ વિનાશ પામતા જાય છે; માટે તે અવસ્થામાં સંપૂર્ણપણે રાગ-દ્વેષનો અનવકાશ છે તેમ કહ્યું છે. અહીં પ્રશ્ન થાય કે, પ્રશસ્ત રાગ-દ્વેષ તો શ્રેયસ્કારી છે, તો પછી પરમઉપેક્ષારૂપ અવસ્થા જ શ્રેયઃકારી છે, એમ કેમ કહ્યું? તો કહે છે કે પરમાર્થથી તો પ્રશસ્ત રાગ-દ્વેષ પણ અનુપાદેય છે; કેમ કે ‘પ્રક્ષાણનાર્ .. ’ એ ન્યાય છે. તેનું તાત્પર્ય એ છે કે, મુનિને અપ્રશસ્ત રાગ-દ્વેષના નિવર્તન માટે પ્રશસ્ત રાગદ્વેષ શ્રેયસ્કારી હોવા છતાં, અંતે પ્રશસ્ત રાગ-દ્વેષ પણ નિવર્તનીય છે, માટે ૫૨માર્થથી તે અનુપાદેય છે. જેમ ૫રમાર્થદૃષ્ટિથી કાદવમાં હાથ નાંખીને પછી ધોવાનો યત્ન કરવો તેના કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો ઇષ્ટ છે, તેમ પ્રશસ્ત રાગ-દ્વેષ પણ નિવર્તનીય હોવાને કારણે અનુપાદેય છે, તેથી પરમાર્થદૃષ્ટિથી પ્રશસ્ત રાગ-દ્વેષ પણ મોક્ષના કારણ નથી. જેમ અંજન વસ્ત્રશુદ્ધિનું કારણ નથી, કેમ કે અંજનથી વસ્ત્ર ખરડાય છે, તેમ પ્રશસ્ત રાગદ્વેષથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, જે મોક્ષને માટે અવરોધરૂપ છે; માટે નિર્જરાની કારણીભૂત એવી પરમઉપેક્ષા જ પરમાર્થદષ્ટિથી ઇષ્ટ છે.૧૮૦