SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૭૮ ............... અધ્યાત્મમત પરીક્ષા..................૯૨૭ ટીકાર્ય - “સતિત્ય' - સાતત્યવૃત્તિરૂપ વૃત્તિજ્ઞાનત્વેન શાબ્દબોધના હેતુપણાથી જ (ઇદ: પથ એ પ્રયોગમાં શાબ્દબોધના અનુદયનો) નિર્વાહ થયે છતે, સાધુત્વજ્ઞાનની પૃથફ કારણતા નહિ થાય. ભાવાર્થ-પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, સાતત્યવૃત્તિરૂપ વૃત્તિજ્ઞાન જ શાબ્દબોધનો હેતુ છે, અને વૃત્તિજ્ઞાન શક્તિલક્ષણા અન્યતરવસ્વરૂપ છે. ‘પદ: પશ્ય' એ પ્રયોગમાં દ્વિતીયાર્થમાં લક્ષણાનું પ્રતિસંધાન કરવામાં આવ્યું તે લક્ષણા સાતત્યવૃત્તિસ્વરૂપ વૃત્તિજ્ઞાનરૂપ નથી. તેથી ‘ઘટ:પથ' એ પ્રયોગમાં શક્તિલક્ષણાઅન્યતરવસ્વરૂપ સાધુત્વ જ નથી, માટે ‘પટ: પરથ' એ પ્રયોગથી શાબ્દબોધ થતો નથી. તેને ગ્રંથકાર કહે છે કે, સાતત્યવૃત્તિરૂપ વૃત્તિજ્ઞાન દ્વારા શાબ્દબોધ થાય છે માત્ર વૃત્તિજ્ઞાન દ્વારા નહિ, એમ કહીને ઘર: પથ' એ પ્રયોગમાં શાબ્દબોધ થતો નથી એમ જો તમે કહેશો, તો સાધુત્વજ્ઞાનની પૃથકારણતા રહેશે નહિ. જયારે વ્યાકરણમાં શાબ્દબોધ પ્રત્યે જેમ વૃત્તિજ્ઞાનને કારણે માનેલ છે, તેમ સાધુત્વજ્ઞાનને પણ કારણ માનેલ છે. તેથી અનુશાસનિકત્વરૂપ સાધુત્વજ્ઞાનને સ્વીકારીએ, તો જ કહી શકાય કે પર: પ’ એ પ્રયોગમાં લક્ષણારૂપ વૃત્તિજ્ઞાન હોવા છતાં અનુશાસનિકત્વરૂપ સાધુત્વ નથી. તેથી જે વ્યક્તિને એ જ્ઞાન થાય કે 'પદ: પશ્ય' પ્રયોગમાં વ્યાકરણના અનુશાસનિકત્વરૂપ સાધુત્વ જ્ઞાન નથી, તે વ્યક્તિને એ પ્રયોગથી શાબ્દબોધ થતો નથી. ટીકા - મથ' - ‘અથ'થી પૂર્વપક્ષી કહે છે કે, આ રીતે પૂર્વમાં પૂર્વપક્ષીએ કહ્યું કે પામરાદિસંકેતિત પણ શબ્દોનું અર્થવત્ત્વ થશે ત્યાં ગ્રંથકારે કહ્યું કે થશે જ, એ રીતે, સાધુ શબ્દોની જેમ અસાધુ શબ્દોની પણ શક્તિ પ્રાપ્ત થશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે થશે જ, કેમ કે સર્વે શબ્દોનું સર્વાર્થપ્રત્યાયનશક્તિમપણું છે=દરેક શબ્દો સર્વ અર્થને જણાવવા માટે શક્તિમ છે, અને સંકેતવિશેષના સહકારથી વિશેષ અર્થનો બોધ થાય છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ભાવાર્થ-પૂર્વમાં ગ્રંથકારે એ સ્વીકાર્યું કે, પામરાદિ સંકેતિત શબ્દોનું પણ અર્થવપણું છે, અને કહ્યું કે તેઓના સંકેતમાં અનુશાસનિકત્વરૂપ સાધુત્વ નથી. એનાથી એ પ્રાપ્ત થાય કે, પામરાદિથી સંકેત કરાયેલા શબ્દો અર્થનો બોધ કરાવે છે છતાં વ્યાકરણનું અનુશાસન ત્યાં નહિ હોવાથી એ સાધુપ્રયોગ નથી; અને તેવા શબ્દોને પણ અર્થવાળા સ્વીકારવાથી સાચા અર્થવાળા શબ્દો અને ખોટા અર્થવાળા શબ્દો એ બંનેમાં અર્થબોધ કરવાની શક્તિ સ્વીકારવી પડે; એ પ્રકારનો શંકાકારનો આશય છે. અને ગ્રંથકાર કહે છે કે એ અમને ઇષ્ટ છે. કેમ કે દરેક શબ્દો સર્વ અર્થને જણાવવા માટે શક્તિવાળા છે, અને સંકેતવિશેષના સહકારથી વિશેષ અર્થને જણાવનારા છે. કહેવાનો આશય એ છે કે, કોઇપણ શબ્દ જગતના તમામ અર્થોને જણાવવા માટે સમર્થ છે; કેમ કે સર્વે શાઃ સર્વ વાવ:' એ પ્રકારનો ન્યાય છે. આમ છતાં, જે શબ્દમાં જે અર્થનો સંકેત શ્રોતાને ઉપસ્થિત થાય છે, તે સંકેતવિશેષના સહકારથી વિશેષ અર્થનો બોધ તેને થાય છે. જેમ‘પદ'પદથી પુસ્તક અર્થનો બોધ કરાવવા માટે કોઈએ સંકેત કરેલો હોય, અને શ્રોતાને તે સંકેતવિશેષની ઉપસ્થિતિ થાય, તો તે સંકેતવિશેષના સહકારથી શ્રોતા ઘટપદથી પુસ્તકના અર્થનો બોધ કરી શકે છે. અને વક્તા ગમે તે શબ્દોથી ગમે તે અર્થ બોલવા માટે પ્રયત્ન કરતો હોય, અને ચૌદપૂર્વી તે શબ્દથી તે અર્થનો બોધ વક્તાના આશયથી કરી શકે છે. તેથી કોઈ પણ શબ્દો દ્વારા
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy