________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૭૮ ૯૨૫ अथैवं पामरादिसङ्केतितानामपि शब्दानामर्थवत्त्वं स्यादिति चेत् ? स्यादेव, साधुत्वं तु तत्र नानुशासनिकत्वरूपम् । यत्तु शक्तिलक्षणान्यतरवत्त्वमेव साधुत्वमिति तन्न, 'घटः पश्य' इत्यादौ प्रथमाया द्वितीयार्थलक्षणाप्रतिसन्धानेप्यसाधुत्वज्ञाने सति शाब्दबोधानुदयात्, सातत्यवृत्तिरूपत्वेन वृत्तिज्ञानत्वेन शाब्दबोधहेतुतयैव निर्वाहे साधुत्वज्ञानस्य पृथक्कारणता न स्यादिति । अथैवं साधुशब्दानामिवाऽसाधुशब्दानामपि शक्तिः स्यादिति चेत्, स्यादेव सर्वेषां शब्दानां सर्वार्थप्रत्यायनशक्तिमत्त्वात्, सङ्केतविशेषसहकारेण च विशेषार्थबोधादिति दिग् ।
ટીકાર્ય :- ‘નવુ’- ‘ન’થી પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, શાબ્દબોધમાં પદજન્ય પદાર્થની ઉપસ્થિતિનું જ હેતુપણું હોવાથી પદનું જ અર્થવત્પણું છે, પરંતુ વાક્યનું પણ નહિ.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે, વાક્યનિષ્ઠ દરેક પદથી જે અર્થનો બોધ થાય છે તેના કરતાં વાક્યથી અપૂર્વ અર્થનો લાભ થાય છે. એથી પદના અર્થવત્ત્વ કરતાં વાક્યનું અર્થવત્ત્વ પૃથક્ છે. એમ ‘ઘટમાનવ’ આ પ્રયોગમાં ઘટ, અમ્, આનય. આ ત્રણ પદોથી ત્રણ પદાર્થની ઉપસ્થિતિ થાય છે, અને વાક્યથી ‘તું ઘટને લાવ’ એ પ્રકારે અપૂર્વ અર્થનો લાભ થાય છે, માટે વાક્યનું અર્થવત્ત્વપણું માનવું પડશે. એથી કહે છે–
ટીકાર્ય :- ‘માડ્યાર્િ' આકાંક્ષાદિના મહિમા વડે અર્થવાળા પદોથી જ અપૂર્વ વાક્યાર્થનો લાભ થાય છે. દ‘આજા વિ’અહીં ‘વિ'થી ‘સંનિધિ’ લેવાની છે.
ભાવાર્થ :- ઘટ પદને ‘અમ્'વિભક્તિની આકાંક્ષા રહે છે, અને ‘અમ્'ને આનયન ક્રિયાની આકાંક્ષા રહે છે. તેથી અર્થવાળાં એવાં ત્રણે પદોથી જ આકાંક્ષાને કારણે અપૂર્વ વાક્યાર્થનો લાભ થાય છે. માટે વાક્યનું અર્થવત્ત્વપણું નથી. •
ટીકાર્ય :- ‘વં ચ’ અને એ રીતે=પૂર્વમાં કહ્યું કે શાબ્દબોધમાં પદજન્ય પદાર્થની ઉપસ્થિતિનું જ હેતુપણું હોવાથી પદનું જ અર્થવત્પણું છે, પરંતુ વાક્યનું નથી, એ રીતે, વાક્યનું પણ અર્થવત્પણું નથી. એથી કરીને પદના એક દેશનું=મિચ્છા મિ દુક્કડં નિષ્ઠ ‘મિ’ આદિરૂપ પદના એક દેશનું, તથાત્વ=અર્થવાળાપણું, કેવી રીતે હોઇ શકે? ‘ન’તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું.
‘સગ્નેત્ત’– કેમ કે સંકેતવિશેષનું પ્રતિસંધાન હોવાથી પદના એક દેશથી પણ અર્થના પ્રત્યયનો અનુભવ થવાથી તેનું પણ=પદના એક દેશનું પણ, અર્થવત્પણું છે.
*
‘ન તુ વાવયસ્થાપિ’નો પરામર્શ પાછળમાં રહેલા ‘વં’થી થાય છે.
‘તસ્યાવ્યર્થવત્ત્વાર્’અહીં ‘પિ’થી એ સમુચ્ચય થાય છે કે, પદનું તો અર્થવત્પણું છે પણ પદના એક દેશનું પણ અર્થવ૫ણું છે.