________________
ગાથા !: ૧૭૮ .
અધ્યાત્મમતપરીક્ષા
૯૨૩
ટીકાર્ય :- ‘નવેવ' - ‘નનુ’થી પૂર્વપક્ષી કહે છે કે, એ રીતે=વાક્યના એકદેશપણાથી પદની જેમ, પદના એકદેશપણાથી વર્ષોની પણ અર્થવત્તા છે એ રીતે, પુદ્ગલસ્કંધરૂપ વર્ણના એકદેશની પણ અર્થવત્ત્વની આપત્તિ આવશે.
‘વિધ્રુવં’ - અને વળી આ રીતે રામઃ ઇત્યાદિમાં રકારાદિનું પણ અર્થવાળાપણું હોવાને કારણે, અને ધાતુ વિભક્તિ અને વાક્યથી ભિન્ન હોવાને કારણે નામપણું હોવાથી, તેના પછી સ્યાદિની ઉત્પત્તિનો પ્રસંગ આવશે.
ઉત્થાન :- ‘નન્નુ'થી પૂર્વપક્ષીએ શંકા કરી અને ‘ધ્રુિવ'થી કહ્યું કે રામઃ ઇત્યાદિમાં રકારાદિનું અર્થવત્પણું હોવાથી, અને ધાતુ-વિભક્તિ-વાક્યભિન્નપણું હોવાને કારણે નામ હોવાથી, તેના ઉત્તરમાં સ્યાદિ વિભક્તિ લાગવાનો પ્રસંગ આવશે. ત્યાં કોઇને શંકા થાય કે શક્તિથી અર્થવત્પર=અર્થ બતાવવામાં તત્પર હોય એ અર્થવત્પદ=અર્થવાળું પદ છે, જ્યારે રામમાં ૨કારાદિ છે તે સંકેતથી અર્થવત્પર થઇ શકે પણ શક્તિથી અર્થવત્પર થઇ શકે નહિ, તેથી ત્યાં સ્યાદિ વિભક્તિ લાગવાનો પ્રસંગ શંકાકારે આપેલ તે પ્રાપ્ત થશે નહિ. તેથી પૂર્વપક્ષી કહે છે –
ટીકાર્ય :- ‘ન =’ અને શક્તિથી અર્થવત્પર જ અર્થવત્ પદ છે એમ ન કહેવું, કેમ કે આધુનિક સંકેતિત પણ ચૈત્રાદિપદોથી સ્યાદિ ઉત્પત્તિનું દર્શન છે.
ભાવાર્થ :- કોઇ વ્યક્તિનું ચૈત્રાદિ નામ પાડ્યું તે આધુનિક સંકેતિત ચૈત્રપદ છે, અને તે ચૈત્રાદિપદને પણ ‘સિ’ આદિ વિભક્તિ લાગે છે. તેથી શક્તિથી અર્થવત્પર ન હોય તેવા પણ શબ્દોને ‘ત્તિ’ આદિ પ્રત્યયો લાગે છે, તેથી ‘રામ’ઇત્યાદિમાં ‘૨’કારાદિને પણ ‘સિ’ આદિ પ્રત્યયો લગાડવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. માટે દરેક અક્ષરોને અર્થવત્ સ્વીકારવા ઉચિત નથી. એ પ્રકારે પૂર્વપક્ષીનો આશય છે.
ટીકાર્ય :- ‘ન'થી પૂર્વપક્ષીની ઉક્ત શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે એ પ્રમાણે ન કહેવું. તેમાં પ્રથમ ‘નન્નેવં’થી પુદ્ગલસ્કંધરૂપ વર્ણના એક દેશને પણ અર્થવત્ની આપત્તિ છે એમ કહ્યું. તેનું સમાધાન કરતાં કહે છે‘વળ’ – વર્ણના એક દેશનું પણ કથંચિત્ અર્થવન્પણું છે. (માટે પૂર્વપક્ષીએ‘નન્નેવ’થી આપેલી આપત્તિ ઇષ્ટાપત્તિરૂપ છે, કેમ કે જેમ પદના પ્રત્યેક અક્ષર અર્થવાળા છે, તેમ પ્રત્યેક અક્ષરના દરેક પુદ્ગલસ્કંધો પણ કથંચિદ્ અર્થવાળા છે. જો પ્રત્યેક પુદ્ગલસ્કંધ અર્થવાળો ન હોય તો તેના સમુદાયરૂપ અક્ષર પણ અર્થવાળા ન બને.)
ઉત્થાન :- ‘વિધ્રુવ' થી રામઃ ઇત્યાદિમાં ‘ર’કારાદિનું અર્થવત્પણું હોવાને કારણે અને ધાતુ-વિભક્તિ અને વાક્યથી ભિન્ન હોવાને કારણે નામ હોવાથી તેના ઉત્તરમાં સ્યાદિ વિભક્તિ લગાડવાનો પ્રસંગ આપેલ, તેનું નિવારણ કરતાં કહે છે
‘અર્થવર્’– અર્થવત્ એ પ્રમાણે આનું=અર્થવત્ શબ્દનું, યોગાર્થવત્સરપણું છે, અર્થાત્ ‘નામ’ના લક્ષણમાં અર્થવત્ શબ્દ યોગાર્થવત્પર છે.