________________
ગાથા : ૧૭૬ .
અધ્યાત્મમતપરીક્ષા
ન’તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે (મિચ્છામિ દુક્કડંમાં) મર્યાદા અવસ્થાનરૂપ‘મે’ પદના અર્થનું ત્યાં પણ=દેશવિરતમાં પણ, અબાધ છે.
૯૧૯
ી ‘પ્રતિમાા’િ અહીં ‘આવિ’ પદથી ગનું ગ્રહણ કરવું.
દર ‘તત્રાપિ’- અહીં‘પિ'થી એ સમુચ્ચય થાય છે કે, સર્વવિરતમાં અબાધ છે તેમ દેશવિરતમાં પણ અબાધ છે.
ભાવાર્થ :- દેશવિરત અને સર્વવિરત એ જ વાસ્તવિક રીતે પ્રતિક્રમણના અધિકારી છે, અને દેશવિરતને સંસારમાં અસંયમની પ્રવૃત્તિ છે, તેથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે, સંયમવિષયમાં પ્રવૃત્તિ હોતે છતે વિતથસેવનમાં ગહ દોષ દૂર કરવા સમર્થ બને, પરંતુ દેશવિરતને અસંયમમાં પ્રવૃત્તિ હોય છે માટે તેને પ્રતિક્રમણ કે દુષ્કૃતગહ થશે નહિ. તેને ગ્રંથકાર કહે છે કે તે વાત બરાબર નથી. કેમ કે ‘મિચ્છા મિ દુક્કડં’ માં જે ‘મે’ પદ છે તેનો અર્થ મર્યાદા અવસ્થાનરૂપ છે. તેનો જેમ સર્વવિરતમાં અબાધ છે તેમ દેશવિરતમાં પણ અબાધ છે.
કહેવાનો આશય એ છે કે, ‘મિચ્છા મિ દુક્કડં’માં ‘મે’ પદાર્થનો મર્યાદા અવસ્થાનરૂપ અર્થ છે. તેનો ભાવ એછે કે, સંયમની મર્યાદામાં અવસ્થાન કરવું. અને દેશવિરત અને સર્વવિરત બંને સંયમની મર્યાદામાં અવસ્થાનવાળા છે, ફક્ત દેશવિરત દેશથી ચારિત્રની મર્યાદામાં અવસ્થાનવાળા છે. માટે મર્યાદામાં રહીને જે વ્યક્તિ વિતથસેવનના વિષયમાં ગર્હા કરે છે તે સમ્યગ્ છે.
ટીકાર્ય :- ‘વસ્તુ' જે વળી દુષ્ટ અંતરાત્મા મર્યાદામાં અનવસ્થિત જે મિથ્યાદુષ્કૃત આપે છે, તેનું જ પ્રત્યક્ષ મૃષાવાદાદિ વડે તેના ફળનું=પ્રતિક્રમણની ક્રિયાના ફળનું, શૂન્યપણું છે. તેમાં ‘રું = 'થી સાક્ષી આપતાં કહે છે
ટીકાર્ય :- ‘ૐ = ’ - અને કહ્યું છે -‘નં વુઘ્નનું ’ જે (પાપ) દુષ્કૃત છે એ પ્રમાણે (જાણીને) મિથ્યા=મિથ્યાદુષ્કૃત અપાયું, જે તેને જ=તે પાપને જ, ફરી સેવે છે; તે (આ દુષ્કૃત છે એ પ્રમાણે કહીને ફરી આસેવન કરતો હોવાથી) પ્રત્યક્ષ મૃષાવાદી છે, અને માયાનિકૃતિપ્રસંગ છે=માયા એ જ નિકૃતિ=માયાનિકૃતિ, તેનો પ્રસંગ છે; અર્થાત્ માયાની પ્રાપ્તિ છે.
* ‘ત્તિ' શબ્દ આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ :- સર્વવિરત અને દેશવિરત ચારિત્રની મર્યાદામાં અવસ્થિત છે, જ્યારે સમ્યગ્દષ્ટિથી માંડીને અપુનબંધક સુધીના જીવો ચારિત્રની મર્યાદામાં અવસ્થિત નથી; તો પણ ચારિત્રની રુચિ હોવાને કારણે માર્ગપ્રવેશ માટે પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો તેમને હોય છે. અને તે સિવાયના, જેઓ દેશવિરતિને અને સર્વવિરતિને ગ્રહણ કર્યા પછી પ્રમાદને કારણે, આ પાપ વ્રતોથી વિરુદ્ધ છે એમ જાણીને પણ વારંવાર પાપસેવન કરે છે, અને પાપના ફળને ઇચ્છતા નથી, અને પાપના નિવર્તન માટે યત્ન પણ કરતા નથી, પરંતુ પાપના ફળના નિવર્તન માટે મિથ્યાદુષ્કૃત આપે છે, તેવા દુષ્ટ અંતરાત્માઓ મર્યાદામાં અનવસ્થિત જ મિથ્યાદુષ્કૃત આપે છે; તેઓનું તે વચન પ્રત્યક્ષ મૃષાવાદરૂપ છે, કેમ કે મિથ્યાદુષ્કૃત આપ્યા પછી તે જ ભાવથી તેમની પાપમાં પ્રવૃત્તિ છે. તેઓને પ્રતિક્રમણાદિનું ફળ પ્રાપ્ત થતું નથી.