________________
૯૧૬
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૭૬-૧૭૭:૧૭૮
આશય એ છે કે, સમ્યક્ પ્રકારનો ઉદ્યમ કર્યા પછી તે પ્રયત્નથી અપેક્ષિત પરિણામો નિષ્પન્ન ન થાય, તો જ તે વ્યક્તિનું પ્રતિબંધક કર્મ છે તેથી યત્ન કરવા છતાં કાર્ય ન થયું તેમ નિર્ણય થઇ શકે. આ રીતે કર્મ પ્રતિબંધક છે. તેમ નિર્ણય થાય, અથવા તો વિશેષ જ્ઞાન હોય તો તેનાથી તથાવિધ નિકાચિત કર્મનો નિર્ણય થઇ શકે. પરંતુ પ્રાર્થના ક૨ના૨ જીવ પ્રમાદને કારણે ઉદ્યમ કરતો નથી તે કર્મદોષના નિર્ણયથી નથી, પરંતુ અવિવેકથી અપ્રવૃત્તિ છે. અને અવિવેકથી જે અપ્રવૃત્તિ છે તેના નિરાસ માટે ઉપદેશની પ્રવૃત્તિ છે. માટે અનુદ્યમવાળાને પ્રાર્થના સફળ છે એમ કહી શકાય નહિ.
‘કૃતિ’ આ ઉક્તપ્રાયઃ છે, અર્થાત્ ઉક્તસદેશ છે. અર્થાત્ કર્મદોષના નિર્ણયથી અનુદ્યમવાળાની અપ્રવૃત્તિ નથી પરંતુ અવિવેકથી અપ્રવૃત્તિ છે, અને તેના નિરાસ માટે ઉપદેશની પ્રવૃત્તિ છે, તે ગાથા-૧૭૩માં કહેવાયેલા કથનથી ઉક્તસદેશ છે=આવો જ ભાવ તે ગાથાના કથનમાં અભિવ્યક્ત થાય છે.
કહેવાનો આશય એ છે કે, ગાથા-૧૭૩માં બતાવેલ કે કેટલાક એમ માને છે કે, પ્રથમ ભોગોને ભોગવીને પાછળથી સંયમ લેવું જોઇએ. તેથી તેઓ પણ સંયમની ઇચ્છા રાખે છે પરંતુ સંયમ અર્થે યત્ન કરતા નથી, તેઓ પાછળથી સંયમ પાળવા માટે સમર્થ બની શકતા નથી. તે રીતે પ્રસ્તુતમાં પણ એ જ કહ્યું કે, જેઓ વર્તમાનમાં પ્રાપ્ત થયેલી બોધિને સફળ કરતા નથી અને ભવિષ્યમાં બોધિને મેળવવાની પ્રાર્થના કરે છે તેઓ બોધિ મેળવી શકે નહિ. એથી કરીને અહીં કહે છે કે આ કથન પૂર્વકથનની સાથે ઉક્તપ્રાયઃ છે. II૧૭૬-૧૭૭||
અવતરણિકા :- નનુ તથાપિ દુષ્કૃતા/માત્રેૌવ મિથ્થાનુવૃતાનિવાનાત્ પાપનિવૃત્તિર્મવિષ્યતીત્યાદાયામાદ
અવતરણિકાર્ય :- ‘નનુ’થી પૂર્વપક્ષી કહે છે કે તો પણ ગાથા ૧૭૬-૧૭૭માં સ્થાપન કર્યુ કે જેઓ ઉદ્યમ કરતા નથી, અને ફક્ત ભાવિમાં જિનધર્મની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે, તેઓ નિષ્ફલ પ્રાર્થનાથી કાંઇ મેળવતા નથી; ત્યાં કોઇ કહે છે કે તો પણ, દુષ્કૃતગર્હામાત્રરૂપે જ મિથ્યાદુષ્કૃત આદિના દાનને કારણે પાપનિવૃત્તિ થશે. એ પ્રકારની આશંકામાં કહે છે
ભાવાર્થ :- આ ભવમાં પોતે સંયમમાં ઉદ્યમ કરતા નથી, પરંતુ જન્માંતરમાં મને સંયમ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કર્યા કરે છે, ત્યાં પ્રાર્થનામાત્રથી ફળ પ્રાપ્ત ન થઇ શકે એમ પૂર્વમાં સ્થાપન કર્યું; તો પણ આ ભવમાં પોતે જે પ્રમાદ કરે છે તે દુષ્કૃતની ગર્હા પોતે કરે છે, તેથી પોતે ભલે પ્રમાદ છોડતા નથી તો પણ દુષ્કૃતગર્હામાત્રરૂપે જ જે મિથ્યાદુષ્કૃત આપે છે, તેનાથી પાપની નિવૃત્તિ થશે; એવી કોઇને શંકા થાય તેના જવાબરૂપે પ્રસ્તુત ગાથામાં કહે છે.
*
અહીં‘તુતા માત્રેૌવ' કહ્યું એનાથી એ કહેવું છે કે, તેઓ દુષ્કૃતને છોડતા નથી પરંતુ ગહ માત્ર જ કરે છે, અને તેનાથી પાપની નિવૃત્તિ થશે એમ માને છે.
जो पावं गरहंतो तं चेव निसेवए पुणो पावं ।
तस्स गरहावि मिच्छा अतहक्कारो हि मिच्छत्तं ॥ १७८ ॥
(यः पापं गर्हंस्तच्चैव निसेवते पुनः पापम् । तस्य गर्हापि मिथ्याऽतथाकारो हि मिथ्यात्वम् ॥१७८॥)
ગાથા: