________________
૯૧૨
- અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . .ગાથા --19:399 મરણના ભયથી તેઓનું ચિત્ત વિઠ્ઠલ થાય છે, અને સંયમનો અભ્યાસ નહિ હોવાના કારણે ત્યારપછી તે ચિત્તની વ્યાકુલતારૂપ આર્તધ્યાનથી હણાયેલા તેઓ બાલમરણથી મૃત્યુ પામે છે.
યદ્યપિ ક્વચિત્ કોઈ જીવને પૂર્વમાં પ્રમાદ હોય અને પછી પશ્ચાત્તાપ થાય અને સાત્વિક બનીને અંતકાળે પણ સ્વશક્તિને અનુરૂપ યત્ન કરે, તો તે પણ આરાધનાપૂર્વક મૃત્યુ પામે છે. પરંતુ બહુલતાએ જેઓ પૂર્વમાં સમર્થ હોવા છતાં વિપર્યાસને કારણે ચારિત્રમાં યત્ન કરતા નથી, તેઓ અંત સમયે પોતાના જીવનમાં પ્રમાદની આચરણાને કારણે શોકાતુર હોવા છતાં, સમ્યગૂ પર્યાલોચન કરી યત્ન કરતા નથી પરંતુ શોકમગ્નદશામાં મૃત્યુ પામે છે, તે બાલમરણરૂપ છે.
ગાથા :- बलकालसोयणाए अलसा चिटुंति जे अकयपुण्णा ।
ते पत्थिता वि लहुं सोइंति सुहं अपावंता॥१७६॥ (बलकालशोचनयाऽलसास्तिष्ठन्ति येऽकृतपुण्याः । ते प्रार्थयन्तोऽपि लघु शोचन्ति सुखमप्राप्नुवन्तः ॥१७६|)
जह णाम कोइ पुरिसो न धणट्ठा निद्धणो वि उज्जमइं ।
मोहाइपत्थणाए सो पुण सोए ति अप्पाणं॥१७७॥ (यथा नाम कश्चित्पुरुषो न धनार्थं निर्धनोऽप्युद्यच्छति। मोघया प्रार्थनया स पुनः शोचत्यात्मानम् ॥१७७॥)
ગાથાર્થ - અમૃતપુણ્યવાળા જેઓ વળી બળ, કાળના શોકથી આળસુ રહે છે, તેઓ પ્રાર્થના કરવા છતાં પણ લઘુ=અલ્પ, સુખને નહિ પામતા શોક કરે છે. ll૧૭૬ll
જેમ નિર્ધન એવો પણ કોઈ પુરુષ ધન માટે ઉદ્યમ કરતો નથી, તે વળી નિષ્ફળ પ્રાર્થના વડે (ધન પ્રાપ્ત નહિ થવાથી) પોતાને શોકાતુર કરે છે. I૧૭થી
ટીકા - ઘનુ વર્તનવનચૈવ થઈ નાતવનો તે માનીતા: પ્રાર્થનામા વાછત/Gमाप्नुवन्ति, न हि निर्धनः पुमाननुद्यच्छन् धनेच्छामात्रेण धनं लभते, न खलूपेयेच्छामात्रेणोपेयलाभः, अपि तु तया तदुपायेच्छा, ततस्तत्र प्रवृत्ति, ततश्च तल्लाभ इति ।
ટીકાર્ય - તુ જેઓએ ખરેખર બળ-કાળની શોચનાથી જ ધર્મને આદર્યો નથી, તેઓ મરણથી ભયભીત થયેલા પ્રાર્થનામાત્ર વડેવાંછિત સુખને પામતા નથી, જે કારણથી ઉદ્યમ નહિ કરતો નિર્ધન પુરુષ ધનની ઇચ્છામાત્રથી ધનને મેળવતો નથી. ખરેખર ઉપાયની ઇચ્છામાત્રથી ઉપયનો લાભ થતો નથી, પરંતુ તેના વડે=ઉપેયની ઇચ્છા વડે, તેના ઉપાયની ઇચ્છા થાય છે, તેનાથી=ઉપાયની ઇચ્છાથી, ત્યાં=ઉપાયમાં, પ્રવૃત્તિ થાય છે, અને તેનાથી ઉપાયમાં પ્રવૃત્તિથી, તેનો=ઉપયનો, લાભ થાય છે.
દર “રૂતિ' શબ્દ કથનની સમાપ્તિ સૂચક છે.