________________
૯૧૦. અધ્યાત્મમત પરીક્ષા..
ગાથા -૧૭પ ભાવાર્થ-પૂર્વમાં ગ્રંથકારે કહ્યું કે, ધૃતિબળથી વિચિત્ર અભિપ્રહાદિમાં પ્રવૃત્તિ કરવાથી વ્રતપાલનને સમર્થ યોગોની હાનિરૂપ બલવઅનિષ્ટના પ્રતિસંધાનથી ત્યાં પ્રવૃત્તિ થતી નથી; તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, વિચિત્ર અભિગ્રહાદિમાં પ્રવૃત્તિ થવાના કારણે જે દુ:ખની પ્રાપ્તિ થઇ, તે પોતાની શક્તિની બહારની ભૂમિકાની હોવાથી વ્રતપાલનને સમર્થ યોગોની હાનિનું કારણ બની. તેથી તેવા વિચિત્ર તપ-અભિગ્રહાદિદુઃખના ફળવાળા હોવાના કારણે ત્યાં વિવેકીની પ્રવૃત્તિ થતી નથી. તેની સામે પૂર્વપક્ષી કહે છે કે, આ રીતે તપમાં કોઈની પણ પ્રવૃત્તિ નહિ થાય, કેમ કે ત્યાં નિયમથી દુઃખાનુબંધિત્વનું જ્ઞાન છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે જેમ વ્યાધિની ચિકિત્સા સ્વયં દુઃખરૂપ હોવા છતાં ચિકિત્સાથી વ્યાધિના શમનને કારણે સુખ ઉત્પન્ન થાય છે, તેમ તપ સ્વયં દુઃખરૂપ હોવા છતાં તપથી ભાવરોગરૂપ વ્યાધિનો નાશ થતો હોવાથી, ભાવિમાં સુખરૂપ ફળનો પ્રાદુર્ભાવ થાય છે. તેથી જ સમ્ય રીતે તપ કરનાર વ્યક્તિ જેમ જેમ તપમાં યત્ન કરે તેમ તેમ અણાહારી ભાવનાથી તેનું ચિત્ત અતિશયિત અતિશયિત વાસિત થાય છે, અને તેનાથી આહારની વૃત્તિરૂપ ભાવવ્યાધિનું ધીરે ધીરે શમન થાય છે. તેથી ભાવઆરોગ્યનો પ્રાદુર્ભાવ થવા માંડે છે, અને તેની નિષ્ઠા પરિપૂર્ણ વ્યાધિરહિત અવસ્થામાં થાય છે ત્યારે સર્વથા વીતરાગભાવની પ્રાપ્તિરૂપ ફળ તપથી થાય છે.
ટીકાર્ચ - ' - અને દુ:ખજનકત્વના જ્ઞાનથી ત્યાં તપમાં, દ્વેષ થશે એમ ન કહેવું, કેમ કે બલવતુ સુખના અનનુબંધી દુ:ખજનકત્વજ્ઞાનનું જ દ્વેષજનકપણું છે. અન્યથા=બલવતું સુખના અનનુબંધી દુ:ખજનકત્વજ્ઞાનને વૈષજનક ન માનો અને સુખાનુબંધી પણ દુઃખજનત્વજ્ઞાનને દ્વેષજનક માનો તો, યોગમાર્ગની વ્યવસ્થા ઉચ્છિન્ન થઇ જશે. ભાવાર્થ-મહાયત્નપૂર્વકમન-વચન-કાયાના યોગોને સંયમમાં પ્રવર્તાવવા રૂપયોગમાર્ગ છે, માટે તે દુઃખસ્વરૂપ છે. તો પણ તે યત્નથી ધીરે ધીરે ભાવવ્યાધિનું શમન થાય છે, તેથી અંતરંગ સુખનો પ્રાદુર્ભાવ થાય છે. અને યોગમાર્ગના સેવનથી જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, તેનાથી મોક્ષપ્રાપ્તિન થાય ત્યાં સુધી બાહ્ય ભૌતિક સુખો અને અંતરંગ અસંક્લિષ્ટ ચિત્તરૂપસુખ પ્રાદુર્ભાવ થાય છે; અને ક્રમે કરીને ભાવવ્યાધિના શમનથી સર્વથા ભાવઆરોગ્યના શમનરૂપ સુખ પ્રાદુર્ભાવ થાય છે. તેથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ દુ:ખજનક હોવા છતાં બલવાન સુખાનુબંધી હોવાના કારણે વિવેકીને તે પ્રવૃત્તિમાં દ્વેષ થતો નથી.
ટીકાર્ય તથાપિ' - તો પણ=પૂર્વમાં કહ્યું કે આ રીતે કોઈની પણ તપમાં પ્રવૃત્તિ નહિ થાય, તેના નિરાકરણરૂપે ગ્રંથકારે કહ્યું કે, વ્યાધિચિકિત્સારૂપ તપમાં આયતિમાં સુખાનુબંધિત્વનું જ્ઞાન હોવાના કારણે પ્રવૃત્તિ થશે તો પણ, આર્તધ્યાનજનક અને ધ્રુવયોગહાનિજનક એવા તપમાં પ્રવૃત્તિ નહિ જ થાય. કેમ કે શુભધ્યાન અને ધ્રુવયોગના અનુકૂળપણાથી જ તેનો–તપનો, ઉપદેશ છે. ત૬'-તે કહ્યું છે - જેમ જેમ શરીર ખમ=સહન કરે, જેમ જેમ ધ્રુવયોગો=નિત્યકર્તવ્ય પડિલેહણાદિ વ્યાપારો, નાશ ન પામે તે પ્રમાણે તપ કરવો જોઇએ). એ પ્રમાણે તપ કરતાને વિપુલકર્મનો ક્ષય થાય છે અને વિવિક્તતા= દેહાદિપાર્થક્યભાવના, અને ઇન્દ્રિયદમન=ઇન્દ્રિયોનો નિગ્રહ, થાય છે. દર ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.