________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૭૩ . . ૯૦૧ તો તેને ઇચ્છાની નિવૃત્તિ થઇ શકે. અને તે જ બતાવવા માટે પૂર્વપક્ષીએ કહ્યું કે, તજ્જાતીયસુખત્વરૂપે ઇચ્છાની નિવૃત્તિમાં તજ્જાતિના આશ્રયવાળા સુખોનું સ્વરૂપથી સંસિદ્ધપણું જ હેતુ છે, તેથી સ્વરૂપથી બધાં સુખો પોતાની ધારણા પ્રમાણે મળી જાય, તો ઇચ્છાની નિવૃત્તિ થઇ શકે. તેના નિવારણરૂપે સિદ્ધાંતકારે એ કહ્યું કે, ઇચ્છા આકાશ જેટલી છે, તેથી કોઇ દિવસે ઇચ્છા પુરાય નહિ. એમ કહીને એ સ્થાપન કરવું છે કે, જીવ જેમ જેમ વિષયોને મેળવતો જાય છે અને તેનો ઉપભોગ કરે છે, તેથી શારીરિક અને માનસિક શાતાનો અનુભવ થાય છે, તેથી નવા નવા વિષયો દ્વારા તે પ્રકારની શાતાની અપેક્ષાએ તેને ઇચ્છા થયા કરશે, તેથી ઇચ્છાનો અંત ક્યારેય આવી શકશે નહિ. પરંતુ સંસારનાં સુખોમાં દુઃખાનુબંધિત્વનું જ્ઞાન થાય, અને તેના કારણે સંસારનાં સુખોમાં દ્વેષ થાય, તો જ ઇચ્છાનું શમન થઇ શકે. ત્યાં ફરી પૂર્વપક્ષી સિદ્ધત્વજ્ઞાનને ઇચ્છાની નિવૃત્તિ પ્રત્યે સ્થાપન કરવા માટે ‘ગ્રંથ'થી બીજી રીતે કાર્ય-કારણભાવની કલ્પના કરે છે. અને તે કલ્પનાથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે, સિદ્ધાંતકારે ઉપદેશમાલા ગાથા ૨૦૨, ૨૦૪, ૨૦૫થી એ સ્થાપન કર્યું કે, સંસારનાં સુખો પ્રત્યે બલવાન દુઃખાનુબંધિત્વનું જ્ઞાન થાય, અને સિદ્ધત્વનિશ્ચયનો અભાવ હોય, તો જ ઇચ્છાનો વિચ્છેદ થાય. કેમ કે ઉપદેશમાલા ગાથા-૨૦૨માં જીવ સંસારના સુખોને અપૂર્વની જેમ માને છે એ કથનથી, ઇચ્છાના વિચ્છેદ પ્રત્યે સિદ્ધત્વનિશ્ચયના અભાવનો પણ સ્વીકાર થાય છે. તેથી પૂર્વપક્ષી કહે છે કે, સિદ્ધત્વનિશ્ચયના અભાવની અપેક્ષાએ અસિદ્ધત્વજ્ઞાનને સંસારનાં સુખોની ઇચ્છા પ્રત્યે હેતુ માનવામાં લાઘવ છે; તેથી કોઇ વ્યક્તિને સિદ્ધત્વજ્ઞાન થઇ જાય તો અસિદ્ધત્વજ્ઞાન રહે નહિ. તેથી અસિદ્ધત્વજ્ઞાનની નિવૃત્તિ થઇ જાય તો ઇચ્છાની નિવૃત્તિ થઇ જશે. કેમ કે ઇચ્છા પ્રત્યે અસિદ્ધત્વજ્ઞાન પણ હેતુ છે; અને હેતુ વિદ્યમાન ન હોય તો ઇચ્છારૂપ કાર્ય થઇ શકે નહિ. તેના નિરાકરણરૂપે સિદ્ધાંતકારે એ સ્થાપન કર્યું કે, એક જ વસ્તુમાં સિદ્ધત્વજ્ઞાન હોય છે તે વસ્તુમાં અસિદ્ધત્વજ્ઞાન પણ રહી શકે છે, આથી જ એક જ વસ્તુને ફરી ફરી ભોગવવાની ઇચ્છા થાય છે. માટે સંસારમાં કોઇને પુણ્યના ઉદયથી વિપુલ ભોગસામગ્રી મળેલી હોય, તો તે વિપુલ સામગ્રીને જ ફરી ફરી ભોગવવા છતાં મરતાં સુધી તેની ઇચ્છાનો વિચ્છેદ થતો નથી.
ઉત્થાન :- પૂર્વપક્ષી અને ઉત્તરપક્ષીની આ ચર્ચાથી ગ્રંથકારને જે વિશેષ પ્રતિભાસ થાય છે તે બતાવે છે
--
SI :- इदं तु प्रतिभाति-यथा जलपानेन पिपासाकारणतृनिवृत्तौ पिपासानिवृत्तिः, एवं स्वकारणाधीनभोगकर्मनिवृत्तावेव भोगेच्छानिवृत्तिस्तत एव च भोगद्वेषः, कथमन्यथाऽविरतसम्यग्दृशः संसारसुखे बलवद्दुःखानुबन्धित्वं प्रतिसन्दधाना अपि न ततो निवर्त्तन्ते ? नन्वेवं भोगेनैव भोगकर्मनाशात् तन्नाशार्थिनस्तत्र प्रवृत्तिर्युक्तेति चेत् ? सत्यं, यस्तस्य भोगैकनाश्यत्वं कुतोऽपि हेतोर्निश्चिनोति तस्य भोगेच्छानिवृत्तये 'तत्र प्रवृत्तिर्युक्तैव यथा कालदष्टस्य विषभक्षणे, यस्य तु न तथा निश्चयस्तस्य तत्र प्रवृत्तिर्विपरीतप्रयोजनेति તત્ત્વમ્ ॥૬૭૩॥
ટીકાર્ય - ‘ફવું તુ’– જે પ્રમાણે જલપાન દ્વારા પિપાસાના કારણીભૂત તૃષ્ણની નિવૃત્તિ થયે છતે પિપાસાની નિવૃત્તિ થાય છે, એ પ્રમાણે સ્વકારણને આધીન ભોગકર્મની નિવૃત્તિ થયે છતે જ ભોગેચ્છાની નિવૃત્તિ, અને તેનાથી જ= ભોગકર્મની નિવૃત્તિથી જ, ભોગદ્વેષ થાય છે. અન્યથા=ભોગકર્મની નિવૃત્તિથી જ ભોગદ્વેષ ન થતો હોય તો,