________________
ગાથા : ૧૭૩ . . . અધ્યાત્મમત પરીક્ષા ....
૮િ૮૯ કલ્પનાથી સુખ–ાવચ્છેદેન ઇચ્છા પ્રતિ સુખત્વેન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવામાં કોઈ દોષ નથી, અને સ્વપક્ષમાં સંબંધકૃત લાઘવ છે, તેથી સુખ–ાવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાનને માનવું ઉચિત નથી. એ પ્રમાણે પૂર્વપક્ષીને કહેવું છે.
વળી પૂર્વપક્ષી પોતાની વાતને પુષ્ટ કરતાં કહે છેટીકાર્ય - “ રૈવં' - અને આ રીતેeતત્કાંતાઅવલોકનત્વેન સિદ્ધત્વજ્ઞાન મૃત કાંતાના અવલોકનની ઇચ્છાનું પ્રતિબંધક હોવા છતાં આપત્તિના નિવારણ માટે ઉત્તેજકની કલ્પના કરી એ રીતે, ગૌરવ છે એમ ન કહેવું. કેમ કે વ્યાપકત્વના નિવેશની અપેક્ષાએ ઉત્તેજકના નિવેશમાં લાઘવ છે. ભાવાર્થ-પૂર્વપક્ષીએ ઉત્તેજકની કલ્પના કરી ત્યાં કોઇક તેને ગૌરવની આપત્તિ આપશે એવી સંભાવનાથી તે કહે છે આ રીતે ગૌરવ છે એમ ન કહેવું. કેમ કે સુખ–ાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાન માનવામાં સંબંધની કુક્ષિમાં સુખત્વવ્યાપકસિદ્ધત્વીયસ્વરૂપસંબંધ માનવો પડે છે; તે રૂપ ગૌરવની અપેક્ષાએ સુખત્વેની ઇચ્છા પ્રત્યે સુખત્વેન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનીને જે સ્થળમાં દોષ આવે છે તે સ્થળમાં ઉત્તેજકને સ્વીકારવામાં લાઘવ છે. તેથી ઉત્તેજકનો સ્વીકાર કરવો ઉચિત છે.
ટીકાર્ય - મચા' – અને અન્યથાસુખત્વેન ઇચ્છા પ્રતિ સુખત્વેન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક ન માનો, અને અવચ્છેદકાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનો તો, વિશેષદર્શીને સામાન્ય ઇચ્છાના અવિચ્છેદનો પ્રસંગ
પ્રાપ્ત થશે.
ભાવાર્થ - પૂર્વપક્ષીને કહેવાનું તાત્પર્ય એ છે કે, વિશેષદર્શીને યાવદ્ આશ્રયી સિદ્ધત્વજ્ઞાન થાય તો જ સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ સંભવે, પરંતુ જગતના તમામ ભોગ્ય પદાર્થોની કોઈ પણ વ્યક્તિને પ્રાપ્તિ થવી અસંભવિત છે, તેથી વિશેષદને સુખસામાન્યની ઇચ્છાનો અવિચ્છેદ પ્રાપ્ત થવો જોઇએ; પરંતુ કોઈક વ્યક્તિને સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ દેખાય છે, તેથી તેમ માનવું જઉચિત છે કે સુખત્વેન ઇચ્છા પ્રતિ સુખત્વેન સિદ્ધત્વજ્ઞાન પ્રતિબંધક છે; અને સિદ્ધત્વજ્ઞાનના સામાન્ય અધિકરણમાં જે ઇચ્છા થાય છે તેના પ્રતિ ઉત્તેજકને સ્વીકારીને સંગતિ કરવી ઉચિત છે. એ પ્રકારે પૂર્વપક્ષીનો આશય છે. - પૂર્વમાં ‘મથ' થી રૂતિ વે' સુધી પૂર્વપક્ષીએ જે સ્થાપન કર્યું તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છેટીકાર્ચ: -1, વં' - એ પ્રમાણે ન કહેવું, કેમ કે આમ હોતે છતે=પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સુખત્વેની ઇચ્છા પ્રતિ સુખત્વેન સિદ્ધત્વજ્ઞાન જ પ્રતિબંધક છે, અને કોઈ વ્યક્તિને એક વસ્તુમાં સિદ્ધત્વજ્ઞાન થયા પછી ફરી તે જ વસ્તુમાં ઇચ્છા થાય છે ત્યાં, સુખજનક અદેવિશેષને ઉત્તેજકરૂપે પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું એમ હોતે છતે, ઉત્તેજકત્વરૂપે અભિમત અદષ્ટક્ષયનું જ સામાન્યઇચ્છાવિચ્છેદત્વ ઉચિત છે. “વસ્તુતઃ' - વળી હકીકતમાં તો વિશેષદર્શીને સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થતો નથી જ, પરંતુ સુખમાં સંસારદુઃખાનુબંધિત્વજ્ઞાનથી ષકૃત જ તે–સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ, છે. ‘મત વો' - આથી કરીને જ કહ્યું છે- કામ કામોના ઉપભોગથી શાંત થતો નથી. ઈફ “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.