________________
૮૭૮ , ,
. અધ્યાત્મમત પરીક્ષા
• • • • • • ••• . . . .ગાથા : ૧૭૩ થયેલ સુખનો અનુભવ ફરી ઇચ્છા થવામાં કારણ નથી, પરંતુ લાડવો એ સુખનું કારણ છે એ પ્રકારનું જ્ઞાન જ ઇચ્છા પ્રત્યે હેતુ છે. આમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે, સુખના અનુભવથી ફરી સુખની ઇચ્છા થાય છે એવો નિયમ નથી, પરંતુ આ મારા સુખનું સાધન છે એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારના સુખની ઇચ્છા પેદા કરે છે. અને ઇચ્છા પ્રમાણે ઉપભોગ થઈ જાય અને તેથી ઇચ્છાની શાંતિ થઈ જાય ત્યારપછી જીવ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે તો ફરી તેવા પ્રકારની ઈચ્છા થઈ શકે નહિ, તેથી સંયમની પ્રવૃત્તિ નિરાબાધ થઈ શકે.
તેના નિરાકરણરૂપે ‘નવાર્થ'થી ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. એમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, સમાનપ્રકારક ઇચ્છા પ્રત્યે સમાનપ્રકારક જ્ઞાનને હેતુરૂપે સ્વીકારી લઈએ તો પણ, જેણે સુખનો સ્વયં અનુભવ ન કર્યો હોય તેવી વ્યક્તિને અન્ય વ્યક્તિની તેવા પ્રકારની પ્રવૃત્તિને જોઇને કામના ઉપભોગની ઇચ્છા થાય તે સામાન્ય પ્રકારની ઇચ્છા હોય છે; અને કામના સેવન પછી તે કામમાં ઇષ્ટસાધનતાનો સાક્ષાત્કાર થાય છે, અને તેના કારણે આ મારા સુખનું કારણ છે એવા આત્મામાં દઢ સંસ્કારો ઉત્પન્ન થાય છે, અને ફરી તેવી ભોગની સામગ્રી જુએ ત્યારે તે સંસ્કાર ઉબુદ્ધ થાય છે, અને તેથી પૂર્વ કરતાં તે ભોગની સામગ્રીમાં બલવાન ઇષ્ટસાધનતાનું સ્મરણ થાય છે. અને જેમ જેમ જીવ ઉપભોગ કરતો જાય છે તેમ તેમ તે સુખના અનુભવના સંસ્કારો દઢ-દઢતર થતા જશે, તેથી તે સામગ્રી જોવા માત્રથી જ શીધ્ર તેની ઇચ્છા થવારૂપ સંસ્કારો પ્રગટ થશે; અને ક્વચિત્ સામગ્રી ન હોય તો મનથી પણ વારંવાર તેનું સ્મરણ થશે, તેથી તે કામની ઇચ્છાની અભિવૃદ્ધિ થઈ તેનું કારણ કામનો ઉપભોગ છે. માટે જેણે કામનો ઉપભોગ કર્યો નથી તેને બાહ્યનિમિત્તોથી સામાન્ય ઈચ્છા થઈ હતી, તે વૈરાગ્યની સામગ્રી મળવાથી સહજ રીતે શાંત થઈ શકે છે; પરંતુ જે વ્યક્તિએ કામનો ઉપભોગ કરીને તેમાં અતિ દઢ સંસ્કારો કરેલ છે, તે વ્યક્તિને વૈરાગ્યની સામગ્રીથી પણ તે સંસ્કારો નિવર્તન કરવા અતિ કઠિન પડે છે. તેથી કામનો ઉપભોગ કરીને જ સંયમ લેવું એ કથન અનુચિત છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
ઉત્થાન - પૂર્વમાં સિદ્ધાંતકારે સ્થાપન કર્યું કે કામના ઉપભોગથી કામના દઢ સંસ્કાર થાય છે, અને તેનાથી વારંવાર કામની ઇચ્છાની અભિવૃદ્ધિ થાય છે. તેના નિરાકરણરૂપે થ'થી પૂર્વપક્ષી કહે છે
ટીકા - ૩ સિદ્ધત્વજ્ઞાનવૃતલામીન્ટેચ્છાવિચ્છેસન્મવાનૈમિતિ વેત્ ? , સીમીનાથન सिद्धत्वज्ञानेऽपि सामानाधिकरण्येनेच्छाया अनुभविकत्वात्, कथमन्यथा प्रोषितस्याऽज्ञातकान्तामरणस्य तत्कान्तावलोकनादाविच्छा । सामान्यधर्मावच्छेदेन सिद्धत्वधीस्तु यावदाश्रयसिद्धत्वधियं विना विशेषदर्शिनो न सम्भवति ।
ટીકાર્ય - ૩થ સિદ્ધિત્વ'-'૩'થી પૂર્વપક્ષી કહે છે કે સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છાના વિચ્છેદનો સંભવ હોવાથી આ પ્રમાણે નથી=પૂર્વમાં તમે સિદ્ધાંતકારે, કહ્યું કે કામના ઉપભોગથી ઇચ્છાની અભિવૃદ્ધિ થાય છે, એ પ્રમાણે નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન હોવા છતાં પણ સામાનાધિકરણ્યથી ઇચ્છાનું અનુભવિકપણું છે; અન્યથા સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન હોવા છતાં સામાનાધિકરણ્યથી ઇચ્છાનું અનુભવિકપણું ન માનો તો, અજ્ઞાતકાંતામરણવાળા પરદેશ ગયેલ પુરુષને તેની કાંતાના અવલોકનાદિમાં ઇચ્છા કેમ થાય? અર્થાત ઇચ્છા થવી જોઈએ નહિ.