________________
અધ્યાત્મમતપરીક્ષા
૮૬.
ગાથા - ૧૭૧-૧૭૨
સાફલ્ય ઇષ્ટસાધનતાના જ્ઞાનના અભાવવાળા યોગ્ય જીવો પ્રત્યે છે, તે જ રીતે ઇષ્ટસાધનતાના જ્ઞાનવાળા હોવા છતાં પણ બલવાન અનિકાચિત ચારિત્રમોહનીયવાળા પ્રત્યે પણ છે.
ટીકાર્થ :- ૩ń 7 - અને કહ્યું છે –
‘અણુત્તિજ્ઞા’ અનેક પ્રકારે અનુશાસ્તિ = હિતશિક્ષા, અપાયેલા, બદ્ધનિકાચિતકર્મવાળા, જેઓ અધમ મિથ્યાર્દષ્ટિ મનુષ્યો છે (તેઓ) ધર્મને સાંભળે છે, પરંતુ કરતા નથી.
‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. II૧૭૧II
અવતરણિકા :- નનુ તથાપિ વીર્યસંસારિવચાઽમવ્યત્વકૂવા = વાયામસાધ્યમોક્ષોપાયે ચારિત્ર प्रवृत्तिर्न भविष्यतीत्याशङ्कायामाह -
*
અવતરણિકાર્ય :- ‘નનુ’થી શંકા કરતાં કહે છે કે, તો પણ = ગાથા-૧૭૧માં કહ્યું કે લઘુકર્મી જીવોને ઇષ્ટસાધનતાના જ્ઞાન દ્વારા ઉપદેશનું સાફલ્ય છે તો પણ, દીર્ઘસંસારીપણાની શંકાથી અને અભવ્યપણાની શંકાથી બહુ આયાસસાધ્ય મોક્ષના ઉપાયરૂપ ચારિત્રમાં પ્રવૃત્તિ નહિ થાય. એ પ્રમાણે આશંકામાં કહે છે –
ભાવાર્થ :- મોક્ષના ઉપાયભૂત ચારિત્ર એ માત્ર સંયમને ગ્રહણ કરીને બાહ્ય આચરણામાં વિશ્રાંત થતું નથી, પરંતુ અત્યંત અપ્રમત્તતાપૂર્વક ભગવદ્ ઉક્ત અનુષ્ઠાનોને જે દૃઢ યત્નથી સેવન કરે છે, તેને જ તે પ્રાપ્ત થાય છે. તેથી મોક્ષના ઉપાયભૂત ચારિત્ર બહુ આયાસથી સાધ્ય છે, આમ છતાં જો પોતે દીર્ઘસંસારી હોય કે અભવ્ય હોય તો તે આયાસ કરવા છતાં ચારિત્રની પ્રાપ્તિ થઇ શકતી નથી; કેમ કે શાસ્ત્રમાં દીર્ઘસંસારી અને અભવ્યને ચારિત્ર માટે અયોગ્ય કહ્યા છે. તેથી જો પોતે દીર્ઘસંસારી કે અભવ્ય એ બેમાંથી કોઇ અવસ્થામાં હોય, તો તેની સર્વ પ્રવૃત્તિ અકિંચિત્કર બને. માટે તે બંનેની શંકા બહુ આયાસસાધ્ય ચારિત્રની પ્રવૃત્તિમાં વિઘટન કરનાર બને છે. માટે ત્યાં પ્રવૃત્તિ સંભવે નહિ, એ જાતની શંકાના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે -
ગાથા:
आसन्न सिद्धियाणं जीवाणं लक्खणं इमं चेव । तेण ण पवित्तिरोहो भव्वाभव्वत्तसंकाए ॥ १७२ ॥ (आसन्नसिद्धिकानां जीवानां लक्षणमिदमेव । तेन न प्रवृत्तिरोधो भव्याभव्यत्वशङ्कया ॥ १७२॥)
ગાથાર્થ :- આસન્નસિદ્ધિક જીવોનું આ જ = સંયમયોગમાં યત્ન જ, લક્ષણ છે, તે કારણથી ભવ્યાભવ્યત્વની શંકા વડે પ્રવૃત્તિનો રોધ નથી. II૧૭૨