________________
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
•
•
•
અધ્યાત્મમત પરીક્ષા............... ગાથા - ૧૭૧ યડની સાથે છે. [s: aષપટ્ટના યોગે પુલ્લિગમાં છે; અને પરમ રહસ્ય કહેવાથી અધ્યાત્મનું ફળ પ્રાપ્ત થયું, અને કષપટ્ટ કહેવાથી પોતાનામાં અધ્યાત્મ છે કે નહિ? તેનો નિર્ણય કરવાનું સાધન કહેવાયું. અને “આ પરા આજ્ઞા છે” એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, ભગવાનની પરા આજ્ઞા અધ્યાત્મરૂપ છે, જે સંયમયોગોમાં યત્નસ્વરૂપ છે.
ટીકા- પતિદેવ નુ સર્વનનયામાપ્રભુત્વાનપ્રવUાથ પ્રWિપોપનિષદૂત : સંયમોષ व्यापारः', ज्ञानस्य विरतिफलत्वात्, तन्मयस्य शास्त्रस्य तत्फलवत्तयैव फलवत्त्वात् । तथा च पारमर्षम्[મા. નિ. ૨૦૧૬]
१ सव्वेसिपि णयाणं बहुविहवत्तव्वयं णिसामित्ता । तं सव्वणयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ।। त्ति
ટીકાર્ય - ‘દેવ'આજ ખરેખર સકલ નય અને પ્રમાણના વ્યુત્પાદનમાં પ્રવણ =સમર્થ, એવું જે પૂર્વનું વર્ણન, તેના ઉપનિષદભૂત છે, જે સંયમયોગોમાં વ્યાપારરૂપ છે. કેમ કે જ્ઞાનનું વિરતિફલાણું છે. કે અહીં તિ શબ્દ “વસ્તુનો પરામર્શક છે, તેથી નપુંસકલિંગ છે. અર્થાત્ પૂર્વના વર્ણનમાં ઉપનિષભૂત આ જ વસ્તુ છે, જે સંયમયોગોમાં વ્યાપારરૂપ છે, કેમ કે જ્ઞાનનું વિરતિફળપણું છે.
ભાવાર્થ - પૂર્વે અધ્યાત્મનું જે સર્વ વર્ણન કર્યું તે વર્ણનને ઉપનિષદ્ એ જ બને કે જે એનું ફળ હોય, અને તેથી જ સંયમયોગોમાં જે વ્યાપાર છે તે ઉપનિષભૂત છે; કેમ કે જ્ઞાનનું વિરતિફળપણું છે. તેથી પૂર્વના અધ્યાત્મના વર્ણનને ઉપનિષદ્ વિરતિ છે, અને તે વિરતિ સંયમયોગોમાં વ્યાપારરૂપ છે.
ઉત્થાન :-અહીં પ્રશ્ન થાય કે, જ્ઞાનનું વિરતિફલપણું છે તેનાથી પૂર્વના અધ્યાત્મના વર્ણનનું ઉપનિષદ્સંયમયોગોનો વ્યાપાર કેમ બની શકે? અર્થાત્ પૂર્વના વર્ણનનું ઉપનિષદ્ તે વર્ણનમાં મહત્ત્વભૂત જે વર્ણન હોય તે હોવું જોઇએ, પરંતુ સંયમયોગોમાં વ્યાપાર કેવી રીતે હોઈ શકે? તેથી બીજો હેતુ કહે છે -
ટીકાર્ય - “તમેયસ્ય’ તન્મય શાસ્ત્રનું = જ્ઞાનમય શાસ્ત્રનું, તત્કલવત્તયા જ = જ્ઞાનફલવાનપણાથી જ, ફલવાનપણું છે.
ભાવાર્થ:- શાસ્ત્ર જ્ઞાનમય છે, માટે જ્ઞાનનું જે ફલ હોય તે પ્રાપ્ત થાય તો જ શાસ્ત્રનું ફળ પ્રાપ્ત થયું એમ કહેવાય; અને જ્ઞાનનું ફળ વિરતિ છે, માટે શાસ્ત્રનું ફળ પણ વિરતિ છે; અને તે સંયમયોગોમાં વ્યાપારરૂપ છે, તેથી સંયમયોગોમાં વ્યાપાર જ શાસ્ત્રનું ઉપનિષદ્ છે.
અહીં જ્ઞાનફલવત્તયા શાસ્ત્રમાં છે, તે આ રીતે = જ્ઞાનનું ફળ વિરતિ છે, અને સ્વનિરૂપિતજનકતા સંબંધથી વિરતિરૂપ ફળ જ્ઞાનમાં રહે છે; માટે જ્ઞાન ફલવત થયું, માટે જ્ઞાનમાં ફલવત્તા છે. અને શાસ્ત્ર જ્ઞાનમય છે, માટે જ્ઞાનની ફલવત્તાથી જ શાસ્ત્રનું ફલવાણું છે, એમ કહેલ છે. ૨. सर्वेषामपि नयानां बहुविधवक्तव्यतां निशम्य। तत्सर्वनयविशुद्धं यच्चरणगुणस्थितः साधुः॥