________________
5
9 , , ,
, , • • •
• • • • • •
... અધ્યાત્મમત પરીક્ષા.... . . . . ગાથા -. ૧૬૯ ટીકાર્ય - “ર ર અને તીર્થકરોને સ્ત્રીપણું પ્રાય: અસંભવી છે, જેથી કરીને કેવલીઓને પણ તથા= સ્ત્રીપણું અસંભવી છે, એમ ન કહેવું; કેમ કે એ પ્રમાણે હોતે છતે તીર્થકરોને બ્રાહ્મણત્વાદિ જાતિ પણ પ્રાયઃ સંભવતી નથી, એથી કરીને તજાતીયા પણ=બ્રાહ્મણત્વાદિ જાતિવાળા પણ, જ્ઞાનાદિ સામ્રાજ્ય હોવા છતાં પણ કેવલીઓ નહિ થાય. વિ અને વળી તીર્થકરમાં નહિ સંભવતું અતીર્થંકરપણું સામાન્ય કેવલીઓને પણ નહિ સંભવે. ; “રૂતિ’ શબ્દ “થયુથી કહેલ નિરાકરણના કથનની સમાપ્તિ સૂચક છે. ઉત્થાન - ગાથા-૧૬૮ની ટીકામાં તથા સુરતનો ... સર્વમવેરાતમ્ સુધી જે કહ્યું અને તેનું નિરાકરણ ગાથા-૧૬૯ની ટીકામાં થયુt... સામવેલિતિ, સુધી કર્યું, તેનું નિગમન કરતાં કહે છે -
ટીકાર્ય - તસ્મ - તે કારણથી આ = સ્ત્રીપણું પાપરૂપ છે માટે પુણ્યપ્રાભારવાળા કેવલીઓને ન સંભવે, એ કથન પક્ષપાત માત્ર છે.
ઉત્થાન - ગાથા-૧૬૮ના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષીએ કહ્યું કે, પરમઅશુચિભૂત એવી સ્ત્રીઓને પરમૌદારીક શરીર હોતું નથી, અને એ કથન ગાથા-૧૬૮ની ટીકામાં છેલ્લે તથા પરમાણુભૂિતાનાં ... સ્ત્રીનાં મુmિ. સુધી કહ્યું, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે -
ટીકાઃ-પરંપરિક્રારંવાશીનિસાસપ્રવરતાપૂર્વથી સન્મવેત્તર્દિીપપ્રાપ્તર્વિવત્યनामशौचनिरासाय प्रभवेत्, नो चेत् ? न संभवेदिति सक्षेपः ॥१६९॥
ટીકાર્ય - “પરલારીવારી અને પરમૌદારિકશરીર અશૌચનિરાસમાં પ્રવણ = સમર્થ, જો સ્વસામગ્રીઆધીન સંભવે તો પછી પ્રાપ્તકૈવલ્યવાળી સ્ત્રીઓને પણ અશૌચનિરાસ માટે સમર્થ થાય, અને ન થતું હોય તો ન સંભવે, એ પ્રકારે સંક્ષેપ છે.
ભાવાર્થ - કેવલજ્ઞાન થયા પછી કેવલીને પરમૌદારિકશરીર પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે દિગંબર અને શ્વેતાંબર બન્ને માને છે. અને સ્ત્રીના શરીરમાં અને પુરુષના શરીરમાં કેવલજ્ઞાન પૂર્વે મળમૂત્ર આદિ અશુચિ છે, તે વાત પણ નિર્વિવાદ સર્વ સંમત છે. અને દિગંબરો કહે છે કે પરમૌદારિકશરીરવાળાના શરીરમાં અશુચિ ન હોય, જ્યારે શ્વેતાંબર મત પ્રમાણે પરમૌદારિકશરીરમાં પણ અશુચિ હોય છે. વસ્તુતઃ પરમૌદારિકશરીર અશુચિવાળું છે કે નહિ તે કોઈ જોતું નથી, ફક્ત કેવલી ભગવંતના વચનથી જ તેનો નિર્ણય થઈ શકે છે. તેથી ગ્રંથકાર કહે છે કે, જો પરમૌદારિકશરીર પોતાની સામગ્રીને આધીન શરીરની અશુચિને નિવારણ કરી શકતું હોય, તો પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાનવાળી સ્ત્રીઓના શરીરમાં રહેલી અશુચિનું નિવારણ કરવા સમર્થ બને; અને જો પરમૌદારિકશરીર શરીરની અશુચિનિવારણ ન કરી શકતું હોય, તો કેવલજ્ઞાનને પામેલ સ્ત્રીઓના શરીરમાં રહેલ અશુચિને નિવારણ ન કરે, તો શું વાંધો છે? એ પ્રકારે સંક્ષેપ છે. ll૧૬.