________________
૮૪૮. ..
... અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . ગાથા : ૧૬૭ ૧૬૮ છે એ પ્રકારે નિર્વિવાદ છે, અને પ્રબળ કર્મ પ્રબળ એવા અનુષ્ઠાનથી ક્ષય પામે છે. અન્યથા = પ્રબળ કર્મ પ્રબળ અનુષ્ઠાનથી ક્ષય પામે છે એવું ન માનો તો, સ્થવિરકલ્પથી જ મોક્ષની સિદ્ધિ હોતે છતે વિપુલ નિર્જરાના અર્થીઓ જિનકલ્પાદિકન સ્વીકારે. અને એ રીતેપૂર્વમાં કહ્યું કે સ્ત્રીઓને પુરુષ કરતાં વેદમોહનીયાદિ કર્મ પ્રબળ હોય છે. એ રીતે, પુરુષની અપેક્ષાએ પ્રબળ કર્મવાળી સ્ત્રીઓને પુરુષોથી વિશિષ્ટ જ ચારિત્ર તેના પણ માટે = પ્રબળ કર્મના ક્ષપણ માટે, સમર્થ થાય. અને સ્ત્રીઓ જિનકલ્પી થાય નહિ, ઇત્યાદિ આગમ દ્વારા સ્ત્રીઓને જિનકલ્પાદિનો નિષેધ હોવાને કારણે તે પ્રમાણે = પુરુષોથી વિશિષ્ટ ચારિત્ર સ્ત્રીઓને હોવું તે પ્રમાણે, સંભળાતું નથી, પરંતુ તેઓથી = પુરુષોથી, હીન જ ચારિત્ર) સંભળાય છે. અને તે પ્રમાણે તેઓને = સ્ત્રીઓને, હીન એવા ચારિત્ર વડે કેવી રીતે પ્રબલ કર્મનું પણ થાય? અને તેના અક્ષયમાં = પ્રબળ કર્મના અક્ષયમાં, પ્રતિપંથી જાગ્રત હોતે છતે = ક્ષપકશ્રેણીની પ્રાપ્તિમાં અવરોધ કરનાર પ્રબળ કર્મરૂપ પ્રતિપંથી જાગ્રત હોતે છતે, કેવી રીતે કેવલજ્ઞાનાદિનો પ્રાદુર્ભાવ થાય? અને તેના અપ્રાદુર્ભાવમાં = કેવલજ્ઞાનના અપ્રાદુર્ભાવમાં, પરમાનંદરૂપ સુખનું સંવેદન કેવી રીતે થાય?
; “ત્તિ' શબ્દ નર' થી કરેલ શંકાની સમાપ્તિ સૂચક છે. ઉત્થાન - પૂર્વમાં પૂર્વપક્ષીએ = સ્ત્રીને મુક્તિ નહીં માનનાર દિગંબરે, એ સિદ્ધ કર્યું કે સ્ત્રીઓમાં હીન ચારિત્ર છે, તેના વડે સ્ત્રીઓને પ્રબલ કર્મનું પણ કઈ રીતે થઈ શકે? તેથી ક્ષપકશ્રેણિની પ્રાપ્તિને અવરોધ કરનાર પ્રબલ કર્મ હોવાથી સ્ત્રીઓનો મોક્ષ થઈ શકશે નહિ. આ કથનમાં શ્વેતાંબર પક્ષ તરફથી શંકાનું ઉલ્કાવન કરીને પૂર્વપક્ષી “નથી કહે છે -
ટીકા- નવેવં તારવણપસ્થિત તા વડિજિપ્રવૃત્તિને રિતિ વેત્ ?ન, સીમીતરિત્રप्रत्ययिकनिजरार्थितयैव चारित्रे प्रवृत्तेः, विशेषस्य संशयग्रस्ततया प्रवृत्त्यनुपयोगित्वात् । ટીકાર્ય - નવૅવં - એ પ્રમાણે = પૂર્વમાં દિગંબરે કહ્યું કે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિમાં અવરોધ કરનાર પ્રબળ કર્મરૂપ પ્રતિપંથી જાગ્રત હોતે છતે, સ્ત્રીઓને કેવી રીતે કેવલજ્ઞાનાદિનો પ્રાદુર્ભાવ થાય એ પ્રમાણે, તેવા પ્રકારના = કેવલજ્ઞાનાદિના અવરોધ કરનાર, કર્મક્ષપણના અર્થીપણાથી, તેઓની = સ્ત્રીઓની, ચારિત્રમાં પણ પ્રવૃત્તિ નહિ થાય. તેનો ઉત્તર આપતાં પૂર્વપક્ષી = દિગંબર, કહે છે કે એમ ન કહેવું, કેમ કે સામાન્યથી ચારિત્રપ્રત્યયિક નિર્જરાના અર્થીપણાથી જ ચારિત્રમાં પ્રવૃત્તિ છે.
ભાવાર્થ - સામાન્યતઃ જેઓ સંયમમાં યત્ન કરે છે તેઓયદ્યપિ મોક્ષના અર્થી છે તો પણ, ક્ષપકશ્રેણિનાં પ્રતિબંધક એવાં પ્રબળ કર્મોને પોતે ખપાવી શકશે કે નહિ તેવો નિર્ણય તેમને નહિ હોવાથી, સામાન્યથી ચારિત્રપ્રત્યયિક નિર્જરાના અર્થીપણાથી તેઓ ચારિત્રમાં પ્રવૃત્તિ કરે છે, અને તે રીતે સ્ત્રીઓ પણ ચારિત્રપ્રત્યયિક નિર્જરાના અર્થીપણા વડે ચારિત્રમાં પ્રવૃત્તિ કરશે.