________________
૮૨૬. . . . . . . .... અધ્યાત્મમત પરીક્ષા............. ગાથા - ૧૬૪ तिपराहतम् । अपि च "स्त्रीणां मोक्षः, नपुंसकेभ्योऽधिकत्वात्, पुरुषवद्" इति सत्प्रतिपक्षोऽपि । एतेन "न्यूनत्वं पुरुषदोषो न तु वस्तुदोषः, न चैतावतैव वादिपराजयात् कथापर्यवसानं, तत्त्वनिर्णिनीषायामदोषाद्" इत्युक्तावपि न क्षतिः ॥१६४॥
ટીકાર્ય - તૈિન'-આનાથી=ગાથા-૧૬૪ની ટીકાના પ્રારંભથી બતાવ્યું કે, રત્નત્રયના સામ્રાજ્યની પ્રાપ્તિ થયે છતે જ્ઞાનાદિની અપેક્ષાએ હીનપણું સિદ્ધિગમન પ્રત્યે પ્રતિકૂળ નથી આનાથી પ્રભાચંદ્ર વડે, સ્ત્રીઓને મોક્ષ નથી, પુરુષો કરતાં હીનપણું હોવાથી, નપુંસકાદિની જેમ, એ પ્રમાણે જે કહેવાયું તે અપાત જાણવું. કેમ કે સામાન્યથી=મનુષ્યરૂપે વિશેષ સ્ત્રીને પક્ષ ન કરતાં સ્ત્રીત્વેન સ્ત્રી સામાન્યન પક્ષ કરતાં અંશથી સિદ્ધસાધન હોવાથી અપાત જાણવું.
અંશથી સિદ્ધસાધન કેમ છે? તેમાં હેતુ કહે છેરેવ્યાવીનાં' - દેવી આદિના મોક્ષનું (અમને પણ) અનભુપગમ છે. તેથી દેવી આદિરૂપે અંશને ગ્રહણ કરીને અમને=શ્વેતાંબરને, જે સિદ્ધ છે, તે જ અંશને પ્રસ્તુત અનુમાન દ્વારા તમે દિગંબરે, સાધવા યત્ન કર્યો, તેથી અંશથી સિદ્ધસાધન દોષ છે.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી–દિગંબર, કહે છે કે, સામાન્યથી સ્ત્રીને પક્ષ કરીને અમે અનુમાન કરેલ નથી, પરંતુ વિવાદાસ્પદ એવી સ્ત્રીઓને પક્ષ કરેલ છે; અર્થાત્ મનુષ્ય સ્ત્રીમાં જ મોક્ષ છે કે નહીં? તે વિવાદ છે, દેવી કે તિર્યંચ સ્ત્રીમાં વિવાદ નથી. તેથી વિવાદસ્પદ એવી મનુષ્ય) સ્ત્રીને જ પ્રસ્તુત અનુમાનમાં અમે પક્ષ કરેલ છે, માટે કોઈ દોષ નથી. તેથી કહે છે -
ટીકાર્ય - વિવાલાવીનાં' વિવાદાસ્પદ તેઓનું=સ્ત્રીઓનું, પક્ષપણું હોતે છતે તદ્વિશેષણના અનુપાદાનમાં= પક્ષના વિશેષણના અનુપાદાનમાં, પક્ષનું ન્યૂનપણું હોવાથી ('સ્ત્રીપમાં ન મોક્ષઃ' એ અનુમાન અપાસ્ત જાણવું)
ભાવાર્થ-સ્ત્રીત્વે ત્રી' પક્ષ ન હોય તો અનુમાનમાં એમ કહેવું જોઇએ કે વિવાદસ્પદ સ્ત્રીઓને મોક્ષ નથી. પરંતુ વિવાદાસ્પદ વિશેષણ અનુમાનમાં ન મૂકવાથી અનુમાનના આકારમાં પક્ષનું ન્યૂનપણું વિશેષણરહિતપણારૂપ ન્યૂનત્વની પ્રાપ્તિ થતી હોવાથી, પ્રસ્તુત અનુમાન અસમ્યફ છે એમ જાણવું.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે વિશેષણનો પ્રકરણથી લાભ થાય છે. વાદની અંદર મનુષ્યસ્ત્રીના મોક્ષનું પ્રકરણ્ય ચલે છે. તે પ્રકરઝથી વિવાદ્યસ્પદ વિશેષરાજે લાભ શય છે, તેથી પ્રસ્તુત અનુમાન અપાત નથી. તેથી કહે છે
ટીકાર્ય -“પ્રા '- પ્રકરણથી જ તેના લાભમાં=વિશેષણના લાભમાં, પક્ષના પણ અનુપાદાનનો પ્રસંગ છે. (કમ કે પ્રકરણથી પક્ષની પણ પ્રાપ્તિ થઈ શકે છે, તેથી અનુમાનમાં વિશેષણની જેમ પક્ષનું પણ કથન કરવું જોઇએ નહીં, અને પ્રસ્તુત અનુમાનમાં પક્ષનું કથન કરેલ છે. માટે પ્રસ્તુત અનુમાન અસંગત છે) એમ આચાર્યો = શ્વેતાંબરપક્ષના આચાર્યો, કહે છે.