________________
ગાથા : ૧૬૪
અધ્યાત્મમતપરીક્ષા
.૮૧૫
टी$1 :- न खलु स्त्रीणां ज्ञानापेक्षया पुरुषेभ्यो हीनत्वं मोक्षप्राप्तिप्रतिकूलं, माषतुषादीनां तादृशज्ञानं विनापि तत्प्राप्तिश्रवणात्, अगीतार्थानां गीतार्थपारतन्त्र्यस्यैव ज्ञानफलवत्तया ज्ञानरूपत्वात् । तथा च હામિત્રે વત્ત:- [ પંડ્યા. ૨૨/૭ ]
""गुरुपारतंतनाणं सद्दहणं एयसंगयं चेव । एत्तो उ चरित्तीणं मासतुसाईण निद्दिट्टं ॥" त्ति ।
ટીકાર્ય :- ‘ન હતુ' સ્રીઓને જ્ઞાનની અપેક્ષાએ પુરુષોથી હીનત્વ મોક્ષપ્રાપ્તિને પ્રતિકૂળ નથી, કેમ કે માષતુષાદિ મુનિઓને તેવા પ્રકારના જ્ઞાન વગર પણ તત્ક્રાપ્તિનું=મોક્ષપ્રાપ્તિનું, શ્રવણ છે. કેમ કે અગીતાર્થોને ગીતાર્થપારતંત્ર્યનું જ જ્ઞાનફલવાનપણું હોવાને કારણે જ્ઞાનરૂપપણું છે.
અને તે પ્રમાણે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાનું વચન છે. તે આ પ્રમાણે- ગુરુપારતંત્ર્ય (એ) જ્ઞાન છે, અને એનાથી સહિત જ=ગુરુપારતંત્ર્યજ્ઞાનથી સહિત જ, સદ્દહણ=સમ્યક્ત્વ છે.
(જે કારણથી જ્ઞાન-દર્શન વગર ચારિત્ર હોતું નથી,) આ કારણથી જ ચારિત્રી એવા માપતુષાદિ મુનિઓને (ગુરુપારતંત્ર્યજ્ઞાન અને એનાથી સંગત સમ્યક્ત્વ) નિર્દિષ્ટ છે.
ભાવાર્થ :- અહીં વિશેષ એ છે કે, અગીતાર્થોને ગીતાર્થને પરતંત્ર રહેવું એ જ જ્ઞાનનું ફળ છે, કેમ કે ગીતાર્થના પારતંત્ર્યરૂપ જ તેઓમાં ચારિત્ર છે. તેથી જ્ઞાનના ફળવાળું ગીતાર્થનું પારતંત્ર્ય છે, માટે ફલવત્તા પારતંત્ર્યમાં છે. તેથી તે રૂપે ગીતાર્થનું પારતંત્ર્ય જ જ્ઞાનસ્વરૂપ છે. યદ્યપિ વિરતિ એ ભગવત્ વચનાનુસાર સમ્યક્ પ્રવૃત્તિરૂપ છે, અને તે ષડાવશ્યકાદિ અનુષ્ઠાનાત્મક છે, પરંતુ માષતુષાદિને સર્વથા સ્મૃતિના અભાવને કારણે ષડાવશ્યકાદિ અનુષ્ઠાન સંભવી શકતું નથી; તો પણ ગીતાર્થના પારતંત્ર્યરૂપ સમ્યક્ પ્રવૃત્તિ ત્યાં છે, તેથી ગીતાર્થને પરતંત્ર રહેવારૂપ જ તેમનું ચારિત્ર છે. જ્યારે માપતુષ સિવાયના અન્ય સ્મૃતિવાળા જીવમાં ભગવદુક્ત સમ્યક્ અનુષ્ઠાનનું સેવન એ જ જ્ઞાનનું ફળ છે.
ઉત્થાન :- પૂર્વમાં સ્ત્રીઓને જ્ઞાનની અપેક્ષાએ હીનપણું સ્વીકારીને, મોક્ષપ્રાપ્તિને પ્રતિકૂળ જ્ઞાનહીનત્વ નથી, તે સિદ્ધ કર્યું. હવે કહે છે કે જ્ઞાનહીનત્વ પણ સ્ત્રીઓમાં અસિદ્ધ છે.
ASI :- चारित्र प्रकर्षेण केवलज्ञानावाप्तेः परमभावदशायामसिद्धं च ज्ञानहीनत्वमपि । एतेन 'स्त्रियो न निर्वाणभाजः, विशिष्टपूर्वाध्ययनानधिकारित्वादभव्यवद्' इत्यपास्तम् ।
ટીકાર્ય :- ‘ રાત્રિ’ - ચારિત્રના પ્રકર્ષથી કેવલજ્ઞાનની અવાપ્તિ=પ્રાપ્તિ, હોવાથી ૫૨મભાવદશામાં જ્ઞાનહીનત્વ પણ અસિદ્ધ છે.
દર ‘અસિદ્ધ વ’ અહીં અસિદ્ધ પછી ‘ચકાર’ છે તેનો અન્વય પૂર્વના કથન સાથે છે, અર્થાત્ જ્ઞાનની અપેક્ષાએ પુરુષથી હીન હોવા છતાં હીનત્વ મોક્ષપ્રાપ્તિને પ્રતિકૂળ નથી, અને જ્ઞાનહીનત્વ પણ અસિદ્ધ છે, એ પ્રમાણે અન્વય છે.
१. गुरुपारतन्त्र्यज्ञानं श्रद्धानमेतत्संगतं चैव । एतस्मात्तु चारित्रिणां माषतुषादीनां निर्दिष्टम् ॥