________________
૮૧૪. . . .
અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૬૩-૧૬૪
‘૩થ' – “કથ'થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, સ્ત્રીત્વસનિયત માયા તેની નિવૃત્તિ વિના=શ્રીપણાની નિવૃત્તિ વિના, નિવર્તન પામતી નથી. એથી કરીને કેવી રીતે તેની=માયાની, અનિવૃત્તિમાં ચારિત્રનો પ્રકર્ષ હોય? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે, પુરુષપણાને સમનિયત ક્રૂરતાદિક પણ તેની નિવૃત્તિ વિના=પુરુષપણાની નિવૃત્તિ વિના, નિવર્તન નહીં પામતા કેવી રીતે ચારિત્રના પ્રકર્ષનો વિરોધ ન કરે? અર્થાત્ વિરોધ કરશે. એથી કરીને પુરુષને પણ મુક્તિ થઈ શકશે નહીં. ‘તિ' શબ્દથી આ અર્થ ઘોતિત થાય છે.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, પુરુષને ક્રૂરતાદિ અસ્વાભાવિક છે, અને સર્વદા રહેનારા નથી, માટે પુરુષને ચારિત્રનો પ્રકર્ષ થઇ શકે છે. તેથી ગ્રંથકાર કહે છે
ટીકાર્ય - સ્વામીવિત્વ' વળી અસ્વાભાવિકત્વ અને અસાર્વદિત ઉભયત્ર તુલ્ય છે. "
ભાવાર્થ - જો પૂર્વપક્ષી કહે કે પુરુષમાં ક્રૂરતાદિ અસ્વાભાવિક છે અને સદા રહેનારા નથી, અર્થાત્ જીવનના પૂર્વાર્ધ કાળમાં ક્રૂરતાદિ દઢપ્રહારી આદિની જેમ હોય તો પણ સંયમ ગ્રહણ કર્યા પછી તે રહેનારા નથી, માટે અસાર્વદિક છે. તો તે જ રીતે સ્ત્રીઓમાં પણ માયા, બાહુલ્યથી હોવા છતાં અસ્વાભાવિક છે, કેમ કે વિરુદ્ધ ભાવનાઓથી નિવર્તન પામે છે. અને જીવનના પૂર્વાર્ધમાં માયા આદિ હોય તો પણ, સંયમ ગ્રહણ કર્યા પછી ચારિત્રના પ્રકર્ષથી તે નિવર્તન પામે છે, તેથી અસાર્વદિક છે. માટે સ્ત્રી અને પુરુષમાં અસ્વાભાવિકત્વ અને અસાર્વદિકત્વ તુલ્ય છે. ll૧૬૩
અવતરણિકા -મથ હીનત્વરૂપ તિર્થ તું લૂથિતુમહિ -
અવતરણિતાર્થ :- હવે હીનત્વરૂપ બીજા હેતુને દૂષણ આપવા માટે કહે છે. અર્થાત પૂર્વે ગાથા-૧૬૦માં કહ્યું કે સ્ત્રીપર્યાયથી સિદ્ધિ નથી, અને તેમાં ચરણવિરહાદિ હેતુઓ ગાથા-૧૬૧માં કહ્યા, તેમાં હીનત્વરૂપ બીજો હેતુ કહેલ છે. તે હેતુમાં દૂષણ આપવા માટે કહે છે –
ગાયા :
हीणत्तं पुण नाणं लद्धि इड्ढेि बलं च अहिगिच्च । ___णो पडिकलमसिद्धं तिरयणसारंमि संतंमि ॥१६४॥ (हीनत्वं पुनर्ज्ञानं लब्धिमृद्धि बलं चाधिकृत्य । नो प्रतिकूलमसिद्धं त्रिरत्नसारे सति ॥१६४||)
ગાથાર્થ - વળી જ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ અને બળને આશ્રયીને હીનત્વ પ્રતિકૂળ નથી, તેમ જ) ત્રિરત્નસાર હોતે છત=રત્નત્રયની હાજરીમાં, (હીનત્વ) અસિદ્ધ છે. ll૧૬૪