________________
ગાથા : ૧૫૮. ............... અધ્યાત્મમતપરીક્ષા.....................૭૯૭
આશય એ છે કે, વિષયવરૂપ કર્મત્વ અને આશ્રયસ્વરૂપ કર્તુત્વ એ જ મુખ્ય=અનુપચરિત છે, અને જ્ઞતિક્રિયામાં સ્વતંત્ર પ્રયોક્તા કર્તા અને પ્રાપ્રમાણ જ્ઞતિક્રિયા કર્મ એ ઉપચરિત છે એવું નથી; કેમ કે વિવક્ષાને આધીન કારકો છે. કહેવાનો ભાવ એ છે કે પૂર્વપક્ષીને એ કહેવું છે કે, કુંભારમાં આશ્રયત્નરૂપ કર્તૃત્વ અને ઘટાદિમાં વિષયવરૂપ કર્મ– ઇત્યાદિને ગ્રહણ કરીને છ કારકો પ્રાપ્ત થાય છે, માટે તે છએ કારકોનો એકત્ર સમાવેશ હોતો નથી, અને તે જ અભાક્ત મુખ્ય=અનુપચરિત વ્યવસ્થા છે. અને તમે જે સ્વતંત્ર પ્રયોક્તાને કર્તા અને પ્રાપ્યમાણને કર્મ કહીને છએ કારકોનો એકત્ર સમાવેશ કરો છો, એ ભાક્ત–ઉપચરિત=ગૌણ, વ્યવસ્થા છે. તેથી ગ્રંથકાર કહે છે કે વિવક્ષાધીન કારકો હોય છે, તેથી ભિન્ન ભિન્ન સ્થાનમાં કારકોની પ્રાપ્તિ થાય છે તે મુખ્ય અનુપચરિત છે, અને એક જ વ્યક્તિમાં ઉપરમાં બતાવ્યા એ રીતે કારકો ઉપચરિત છે એમ કહી શકાય નહીં. કેમ કે વિવક્ષાને આધીન કારકો છેઃકર્તાનિષ્ઠ કાર્યને ગ્રહણ કરીને જયારે વિવક્ષા કરવામાં આવે ત્યારે, છએ કારકો એકત્ર પ્રાપ્ત થાય છે; અને કર્તાથી ભિન્ન કાર્યને ગ્રહણ કરીને કારકની વિવક્ષા કરવામાં આવે ત્યારે, છએ કારકો ભિન્ન ભિન્ન વિષયમાં પ્રાપ્ત થાય છે. માટે જે પ્રકારની વિવેક્ષા હોય તે પ્રકારના કારકોની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી વિષયવરૂપ કર્મત્વ અને આશ્રયત્નરૂપ કર્તુત્વ નથી કહ્યું, છતાં કોઈ દોષ નથી.
અહીં વિશેષ એ છે કે “ભાક્તાભાક્તવ્યવસ્થા કહ્યું ત્યાં, મુખ્યાર્થ=અનુપચરિત, હોય તે અભક્ત કહેવાય; અને ઉપચરિત=ગૌણ, હોય તે ભાક્ત કહેવાય. જેમ ગંગા શબ્દનો પ્રવાહ અર્થ અનુપચરિત છે, અને “નાથાં પોષ:' એ પ્રયોગમાં લક્ષણાથી ગંગાનો અર્થ તીર કરવામાં આવે છે તે ઉપચારથી કહેવાય છે; તેમ પ્રસ્તુતમાં પૂર્વપક્ષીને એ કહેવું છે કે, બહિરંગકાર્યને ગ્રહણ કરીને જે કારકોનું યોજન છે તે મુખ્ય છે=કારક શબ્દનો સાક્ષાત્ અર્થ ત્યાં સંગત થાય છે, અને અંતરંગકાર્યને આશ્રયીને જે છ કારકોને તમે યોજન કર્યું ત્યાં કારક શબ્દનો સાક્ષાત્ અર્થ પ્રાપ્ત નથી, તેથી અંતરંગ છએ કારકો ઉપચારથી છે.
ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે વિવક્ષાઆધીન કારક હોવાને કારણે ગૌણ-મુખ્યની વ્યવસ્થા નથી, ત્યાં પૂર્વપક્ષી કહે છે
ટીકાર્ય - “પ્રયોગ' - પ્રયોગબાહુલ્ય અને અબાહુલ્યને અનુસરનારી આ=વિવક્ષા, છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે તે આ=વિવલા, સ્વ ઇચ્છાનુસાર જ પ્રમાણ છે.
ભાવાર્થ - બહુલતાએ આત્માથી ભિન્ન કાર્યને ગ્રહણ કરીને કારકોનો પ્રયોગ દેખાય છે. જેમ સંસારમાં કોઇપણ કાર્ય થાય છે ત્યાં કાર્ય આત્માથી જુદું દેખાય છે, જયારે માત્માનામાભના વેત્તિ' ઇત્યાદિ ક્વચિત્ શાસ્ત્રીય પ્રયોગોમાં જ્ઞતિક્રિયાને ગ્રહણ કરીને છએ કારકોનું યોજન એકત્ર દેખાય છે. તેથી બહુલતાએ જે પ્રયોગ થતો હોય તેને આધીન જ કારકોની વિવલા થાય. જેમ ગંગા શબ્દનો બહુલતાએ પ્રવાહ અર્થ થાય છે, તેથી ગંગા શબ્દનો મુખ્ય અર્થ પ્રવાહ છે; અને ક્વચિત્ “નાથ ઘોષઃ' ઇત્યાદિ પ્રયોગમાં ગંગા શબ્દનો અર્થ તીર થાય છે, તેથી તે પ્રયોગ ઉપચરિત કહેવાય છે; તેમ જ્યારે બહિરંગ કાર્યની વિવક્ષા કરીને કારકનો પ્રયોગ થાય તે મુખ્ય કહેવાય, અને અંતરંગકાર્યની વિવક્ષા કરીને કારકનો પ્રયોગ થાય તે ગૌણ કહેવાય એમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકાર કહે છે કે આ વિવલા સ્વેચ્છાનુસાર જ પ્રમાણ છે= કાર્યને બહિરંગ ગ્રહણ કરીને કારકોનું