________________
૭૯૦.
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા -. ૧૫૭
અપુરુષાર્થપણાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે લબ્ધિવીર્યનું કરણવીર્યમાત્ર વ્યાપારકત્વ હોવા છતાં પણ કર્મક્ષપણનું ચારિત્રવ્યાપારપણું છે.
ઉત્થાન :- અહીં મોક્ષના અપુરુષાર્થપણાનો પ્રસંગ આપ્યો તેના નિવારણ માટે કહે છે
ટીકાર્ય :- ‘વિા’ – ક્રિયારૂપ ચારિત્રના અંતર્ભાવિત પ્રયત્નને ગ્રહણ કરીને જ મોક્ષનું પુરુષાર્થપણું છે. (પરંતુ જીવના પરિણામરૂપ ચારિત્રને ગ્રહણ કરીને મોક્ષનું પુરુષાર્થપણું નથી.)
ભાવાર્થ :- પૂર્વમાં ચારિત્ર વીર્યવિશેષરૂપ નથી એમ કહ્યું, તેથી તે પ્રયત્નરૂપ નથી એમ પ્રાપ્ત થયું; અને નિશ્ચયનય માને છે કે જ્ઞાનથી મોક્ષ થતો નથી પરંતુ ચારિત્રથી મોક્ષ થાય છે, અને તે ચારિત્ર જ્ઞાનને અનુકૂળ પ્રયત્નરૂપ છે તેમ સિદ્ધાંતકાર કહે છે; અને ચારિત્ર પ્રયત્નરૂપ ન હોય તો, જ્ઞાન-દર્શનની જેમ આત્માના પરિણામરૂપ સિદ્ધ થાય તો ચારિત્ર મોક્ષજનક બનશે નહીં. આમ છતાં, ચારિત્રને મોક્ષજનક માનશો તો ચારિત્ર એ પુરુષકારરૂપ નથી છતાં મોક્ષજનક છે એમ પ્રાપ્ત થવાથી, મોક્ષ એ પુરુષાર્થ કહી શકાશે નહીં; કેમ કે પ્રયત્નથી જે પ્રાપ્ય હોય તે જ પુરુષાર્થ કહેવાય. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે લબ્ધિવીર્યનું કરણવીર્યમાત્ર વ્યાપારકપણું હોવા છતાં પણ કર્મક્ષપણનું ચારિત્રવ્યાપારપણું છે.
આશય એ છે કે, જીવમાં શક્તિરૂપે વીર્ય છે તે લબ્ધિરૂપ છે, અને તે વીર્યને ફોરવવામાં આવે ત્યારે તે કરણવીર્યમાત્રને પ્રવર્તાવે છે; પરંતુ તે વીર્યથી નિર્જરા થતી નથી કે જેથી નિર્જરામાં પ્રયત્નની આવશ્યકતા રહે. પરંતુ ચારિત્રને અનુકૂળ વીર્ય પ્રવર્તનથી જીવમાં સમ્યક્ત્વજાતીય પરિણામવિશેષરૂપ ચારિત્ર પેદા થાય છે, તે જ કર્મક્ષપણરૂપ કાર્ય કરે છે. તેથી કર્મક્ષયને યત્નની અપેક્ષા રહેતી નથી, પરંતુ જીવમાં ચારિત્રનો પરિણામ નિષ્પન્ન થાય તો કર્મક્ષપણ અવશ્ય થાય છે, અને ચારિત્રના પરિણામની નિષ્પત્તિ કે સમ્યક્ત્વના પરિણામની નિષ્પત્તિ માટે યત્ન તો અવશ્ય જોઇએ છે. કેમ કે તત્ પ્રતિબંધક કર્મ તે પરિણામને સ્ફુરણ થવા દેતાં નથી. તેથી તે પ્રતિબંધક કર્મથી જીવનો વિપરીત ભાવ સ્ફુરણ થાય છે, અને તે વિપરીત ભાવને અવરુદ્ધ કરીને જીવના પરિણામને સ્ફુરણ કરવા માટે બાહ્ય આચરણામાં જીવ યત્ન કરે છે. તેનાથી જીવમાં સમ્યક્ત્વના કે ચારિત્રના પરિણામ સ્ફુરણ થાય છે, અને તે ચારિત્રના પરિણામ વીર્યરૂપ નહીં હોવા છતાં જીવમાં રહેલા કર્મના ક્ષપણ માટે સમર્થ બને છે. તેથી ચારિત્રથી કર્મનાશ થાય છે માટે ચારિત્ર મોક્ષજનક છે.
ઉત્થાન :- પૂર્વમાં મોક્ષને અપુરુષાર્થત્વનો પ્રસંગ આપ્યો, તેના નિવારણ માટે કહે છે -
ટીકાર્ય :- ‘યિાપ’– ક્રિયારૂપ ચારિત્રના અંતભવિત પ્રયત્નને ગ્રહણ કરીને જ મોક્ષનું પુરુષાર્થપણું છે. (પણ જીવના પરિણામરૂપ ચારિત્રને ગ્રહણ કરીને મોક્ષનું પુરુષાર્થપણું નથી.)
‘પૂર્વ ચ’અને આ રીતે=સાંપ્રદાયિકમતે સિદ્ધ કર્યું કે સિદ્ધમાં ચારિત્ર માનવામાં ઉપરોક્ત કોઇ દોષ નથી એ રીતે, સિદ્ધોને ચારિત્ર સિદ્ધ થયે છતે, ત ્—તેમાં=સિદ્ધમાં, અચારિત્ર પ્રતિપાદક વચનો, એક દેશને ગ્રહણ કરીને જ વિશ્રામ પામે છે–ચારિત્રનો એક દેશ ક્રિયા છે, અને અન્યદેશ પરિણામ છે, તેમાંથી ક્રિયારૂપ એક દેશને ગ્રહણ