________________
૭૮૨. અધ્યાત્મમતપરીક્ષા ગાથા : ૧૫૫-૧૫૬:૧૫૭ દોષ નથી. આ રીતે સંપ્રદાયપક્ષીએ પણ સાવધારણ પ્રતિજ્ઞા સ્વીકારી, તેથી ‘પરભવમાં હું અવિરતિનું સેવન કરીશ' એ પ્રકારની વિપરીત પ્રતિજ્ઞાનો દોષ સમાન રીતે પ્રાપ્ત છે. તેનું સમાધાન કરતાં સંપ્રદાયપક્ષી કહે છે કે, પરભવમાં આવના૨ એવી અવિરતિપ્રયુક્તપ્રતિજ્ઞાભંગનું ભીરુપણું હોવાથી પ્રતિજ્ઞા સાવધારણ કરાય છે, તેથી પરભવમાં હું અવિરતિનું સેવન કરીશ તેનો પ્રતિપંથી શુભ અધ્યવસાય ઊઠે છે, તેથી પરભવમાં અવિરતિ સેવવાની પ્રતિજ્ઞાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી.
કહેવાનો આશય એ છે કે, પ્રતિજ્ઞા કરનારને મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય, અને અહીં મૃત્યુ પછી પરભવમાં અવિરતિ પ્રાપ્ત થવાની છે, તેથી ‘યાવîીવમેવ’ એ પ્રકારનું અવધારણ કરવામાં આવે છે; અને તે અવધારણ પ્રતિજ્ઞાભંગના રક્ષણના અધ્યવસાયરૂપ હોવાથી શુભ અધ્યવસાય છે; અને તે શુભ અધ્યવસાય ‘પરભવમાં હું અવિરતિ સેવીશ' તેનાથી વિપરીત છે, તેથી ‘પરભવમાં હું અવિરતિ સેવીશ' તેવી વિપરીત પ્રતિજ્ઞાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. તેને સિદ્ધાંતકાર કહે છે કે એ સમાધાન અમારા પક્ષમાં પણ સમાન છે. ૧૫૫
અવતરણિકા :- • अथप्रकृतोपसंहारायाह -
અવતરણિકાર્ય :- હવે પ્રકૃત વાતનો=સિદ્ધોને ચારિત્ર હોતું નથી એ પ્રસ્તુત વાતનો, ઉપસંહાર કરવા માટે સૈદ્ધાન્તિક કહે છે –
अम्हं णाभिनिवेसो सिद्धाण अचरणस्स पक्खमि । तहवि भणिमो न तीरइ जं जिणमयमन्नहाकाउं ॥ १५६ ॥ (अस्माकं नाभिनिवेश: सिद्धानामचारित्रस्य पक्षे । तथापि भणामो न शक्यते जिनमतमन्यथाकर्तुम् ॥१५६॥)
ગાથા:
ગાથાર્થ :- સિદ્ધોના અચારિત્ર પક્ષમાં અમને કોઇ અભિનિવેશ નથી, તો પણ અમે કહીએ છીએ; જે કારણથી જિનમતને અન્યથા કરવા માટે શક્ય નથી. (તે કારણથી અમે સિદ્ધોમાં ચારિત્ર સ્વીકારતા નથી.) ૧૫૬॥
alsi:- 1184811
ટીકાર્ય :- ગાથાર્થ સ્પષ્ટ છે. ૧૫૬॥
અવતરણિકા :- વં ચ સૈદ્ધાન્તિમતે સમથિતે ચારિત્ર વયં સિદ્ધાનાં મુળોમિહિતઃ ? કૃતિ મહાપૂર્વપક્ષ
समाधातुमाह
-
અવતરણિકાર્ય :- અને આ પ્રમાણે = ગાથા-૧૩૧ થી ૧૫૬ સુધી જે કથન કર્યું એ પ્રમાણે, સૈદ્ધાન્તિકમત સમર્થન કરાયે છતે સિદ્ધોને કેવી રીતે ચારિત્ર ગુણ કહેલ છે ? એ પ્રમાણે, મહાપૂર્વપક્ષને સમાધાન કરવા માટે ગ્રંથકાર કહે છે -