SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 9 9 , , , , , , , , , • • • • • • • • • • . . . . . . . . . . . . . . . . . . 3 X 3 અધ્યાત્મમત પરીક્ષા ..ગાથા -.૧૫૫ * સંપ્રદાયપક્ષીએ પૂર્વમાં કહ્યું કે, પ્રતિષેય એવી ક્રિયાથી ઉપલક્ષિત ચારિત્ર છે અને તેનું સમ્યક્ત સાથે સાજાય છે. આ કથનનું જૂનું તરભાવ' સુધી સિદ્ધાંતકારે જે કહ્યું તેનાથી નિરાકરણ થઈ જાય છે, કેમ કે પ્રતિજ્ઞાનો વિષય ક્રિયા નથી. તો પ્રશ્ન થાય કે પ્રતિજ્ઞાનો વિષય શું છે? તેથી સિદ્ધાંતકારે ખુલાસો કર્યો કે, પ્રતિજ્ઞાનો વિષય ભાવસૃતના સંકલ્પના વિષયરૂપ તાત્ત્વિક જ ચારિત્ર છે. તેનું તાત્પર્ય એ છે કે, સમ્યફ પ્રકારના ભગવદ્ વચનનો બોધ તે ભાવઠુત છે, અને તેને અનુસાર જીવમાં સંકલ્પ થાય છે કે આ જ પ્રકારે=ભગવદ્ વચનાનુસાર જ, મારે જીવવું છે, તે ભાવશ્રુતનો સંકલ્પ છે. અને ભાવૠતના સંકલ્પનો વિષય ભગવદ્ વચનાનુસાર નિર્જરાને અનુકૂળ યત્નરૂપ તાત્ત્વિક ચારિત્ર છે. અહીં વિશેષ એ છે કે, ભગવદ્ વચનના સ્મરણપૂર્વક કે સૂત્રોચ્ચારણપૂર્વક જે ભાવકૃતનો સંકલ્પ પેદા કરવામાં આવે છે, તે અંતર્મુહૂર્ત કાલમાનવાળો છે; પરંતુ વસ્તુતત્ત્વના પર્યાલોચનથી ભવના અંત સમયમાં કોઇને જીવના પરિણામરૂપે તેવા પ્રકારના સંકલ્પનો સંભવ હોય છે તે વખતે, તાત્ત્વિક ચારિત્ર એક સમય પણ હોઈ શકે છે; અને સર્વવિરતિરૂપ ચારિત્રમાં સર્વ પાપના વિરામરૂપે તે સંકલ્પ હોવાથી નાના અનેક, ભંગો નથી; જ્યારે દેશવિરતિ ચારિત્રમાં અમુક દેશથી જ પાપનો વિરામ કરવાનો હોય છે, તેથી નાના=અનેક, ભંગના વિકલ્પો ત્યાં અવશ્ય હોય છે. તેથી વિકલ્પાત્મક ઉપયોગને અંતર્મુહૂર્ત કાલની અવશ્ય અપેક્ષા રહે છે. આ પ્રકારના સિદ્ધાંતકારના કથનથી એ પ્રાપ્ત થાય છે કે, પ્રતિજ્ઞાનો વિષયક્રિયા પણ નથી અને ભાવ પણ નથી, કે જેથી ક્રિયાથી ઉપલક્ષિત એવો ભાવ એ ચારિત્ર પદાર્થ છે એમ સંપ્રદાયપક્ષી કહી શકે. પરંતુ ભાવશ્રુતના સંકલ્પના વિષયવાળું વીર્યવિશેષરૂપ જ ચારિત્ર પદાર્થ છે. ટીકા-વંદ ભાવકૃતÇજ્યવિષયવાનનાશવણિતિતિાવપિરાત્રિથના રૂતિ યુગ્મસ્થાના एवं च यावज्जीवमेवेति सावधारणप्रतिज्ञापि व्याख्याता जीवनविशिष्टकाल एव प्रतिज्ञा न तु तदुपलक्षित इत्यत्र तत्तात्पर्यात् । यत्त्वे (?स्त्वे )वकारस्यात्रान्ययोगव्यवच्छेदकतया परभवेऽविरतिमासेवयिष्यामीति विपरीतप्रतिज्ञाप्रसङ्गो निह्नवपरिकल्पितो दोषः सोऽन्यत्रापि समानः । परभवानुबन्ध्यविरतिप्रयुक्तप्रतिज्ञाभङ्गभीरुतया क्रियमाणादवधारणादुज्जृम्भमाणेन प्रतिपन्थिना शुभाध्यवसायेन न तादृशप्रतिज्ञाप्रसङ्ग इति समाधानमपि तुल्यम् ॥१५५॥ ટીકાર્ય - પર્વ ' - અને આ રીતે પૂર્વમાં સિદ્ધ કર્યું કે પ્રતિજ્ઞાનો વિષય તાત્વિક જ ચારિત્ર છે એ રીતે, ભાવશ્રુતના સંકલ્પના વિષયભૂત કાલના નાશથી જ સિદ્ધિગતિમાં પણ ચારિત્રનો નાશ છે, એ પ્રમાણે અમે યુક્ત જ જોઇએ છીએ. ‘સિદ્ધિતિવિgિ'- અહીં “મપિ'થી એ સમુચ્ચય થાય છે કે સંસારમાં તો કાલના નાશથી ચારિત્રનો નાશ છે, પરંતુ સિદ્ધિગતિમાં પણ ચારિત્રનો નાશ છે. ટીકાર્ય - પર્વ ૨'- અને એ રીતે પૂર્વમાં કહ્યું કે ભાવશ્રુતસંકલ્પના વિષયભૂત કાલના નાશથી જ સિદ્ધિગતિમાં પણ ચારિત્રનો નાશ છે એ રીતે, યાવજીવ જ એ પ્રકારની સાવધારણ પ્રતિજ્ઞા પણ વ્યાખ્યાત કરાઈ=પ્રતિજ્ઞા
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy