________________
• • • • • . .ગાથા -. ૧૫૫
૭૭૮. . . . .
અધ્યાત્મમત પરીક્ષા. ટીકા -૩ પ્રતિયશ્રદ્ધાનો સર્વિવિની સ્થિતિર્થ રક્ષાવેશના નિવર્તિત, અન્યથા तन्निवृत्तौ चारित्रनिवृत्तेरावश्यकत्वात् । एवं प्रतिज्ञेयक्रियोपलक्षितं चारित्रमपि न तन्निवृत्तौ निवर्त्तते, तथा च प्रतिज्ञेययोस्तयोरसाजात्येऽपि तदुपलक्षितयोस्तयोस्तात्त्विकयोः साजात्यान्न दोषः इति चेत् ? नूनं क्रियापि न सामायिकप्रतिज्ञाविषयः, यावज्जीवनाधिककालन्यूनवृत्तित्वान्निरुद्धयोगाद्यवस्थायां तदभावात् अपि च तात्विकमेव चारित्रं भावश्रुतसङ्कल्पविषयः, अत एव जघन्यतस्तस्य समयमात्रं कालमानमुक्तं, भवान्त्यसमय एव तादृशसङ्कल्पसंभवात्ततः परं च तदुपरमात्, देशविरतेस्तु नानाभविकल्पकवलिततया न तथात्वमिति ।
ટીકાર્ય - મથ' -થ'થી સંપ્રદાયપક્ષી કહે છે કે, પ્રતિશેયરૂપ જે શ્રદ્ધાન તેનાથી ઉપલક્ષિત સમ્યક્તસ્થિતિક્ષય વગર યક્ષાવેશાદિથી પણ નિવર્તન પામતું નથી. અન્યથા=યક્ષાવેશાદિથી સમ્યક્ત નિવર્તન પામે છે એમ માનો તો, તેની=સમ્યની નિવૃત્તિમાં, ચારિત્રની નિવૃત્તિનું આવશ્યકપણું છે. અને એ રીતે=જેમ સ્થિતિક્ષય વિના યક્ષાવેશાદિથી સમ્યક્તનાશ પામતું નથી એ રીતે, પ્રતિય એવી ક્રિયાથી ઉપલક્ષિત ચારિત્ર પણ તેની=ક્રિયાની, નિવૃત્તિમાં નિવર્તન પામતું નથી. અને તે પ્રમાણે પૂર્વમાં કહ્યું કે સમ્યક્ત નિવર્તન પામતું તેમ ચારિત્ર પણ નિવર્તન પામતું નથી તે રીતે, પ્રતિજોય એવા તે બેનું=શ્રદ્ધા અને ક્રિયાનું, અસાજાત્ય હોવા છતાં પણ તદ્ધપલલિત-પ્રતિશેયથી ઉપલલિત, એવા તાત્ત્વિક તે બેનું તાત્ત્વિક સમ્યક્ત અને ચારિત્રનું, સાજાત્ય હોવાથી દોષ નથી.
ભાવાર્થ “વિઝ'થી સિદ્ધાંતકારે કહેલ કે સમ્યક્ત અને ચારિત્રની પ્રતિજ્ઞા એકસરખી નથી, માટે સમ્યક્ત અને ચારિત્ર જીવના શુદ્ધ પરિણામ અને શુદ્ધતર પરિણામરૂપ કહી શકાય નહીં. તેથી સંપ્રદાયપક્ષી તેની સિદ્ધિ કરવા માટે ૩થ'થી કહે છે કે, સમ્યક્તની પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞેય શ્રદ્ધાન છે, અને ચારિત્રની પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞેય ક્રિયા છે, પરંતુ શ્રદ્ધાન પોતે જ સમ્યક્ત નથી પણ શ્રદ્ધાનથી ઉપલક્ષિત સમ્યક્ત છે; અને ક્રિયા પોતે પણ ચારિત્ર નથી પરંતુ ક્રિયાથી ઉપલક્ષિત ચારિત્ર છે. તેથી યક્ષાવેશાદિથી શ્રદ્ધાન ચાલ્યું જાય તો પણ સમ્યક્ત નાશ પામતું નથી, પરંતુ સમ્યક્તની સ્થિતિનો ક્ષય-નાશ થાય તો જ સમ્યક્ત નાશ પામે છે. અને સમ્યક્તની સ્થિતિનો નાશ દર્શનમોહનીયકર્મના ઉદયથી થઈ શકે છે, તેથી જ જે વ્યક્તિને દર્શનમોહનીયનો ક્ષય કે ક્ષયોપશમ થવાથી સમ્યગ્દર્શન પ્રાદુર્ભાવ થયેલ છે. અને યક્ષાવેશ કે કોઈ માનસિક રોગથી શ્રદ્ધાના પરિણામ નાશ પામે તો પણ, તે ક્ષયોપશમ વિદ્યમાન હોવાથી સમ્યગ્દર્શન રહી શકે છે. અને એ રીતે ક્રિયા પણ ચારિત્ર નથી પરંતુ ક્રિયાથી ઉપલક્ષિત ચારિત્ર છે; તેથી જયક્ષાવેશાદિને કારણે પ્રતિજોય એવી ક્રિયાનું પાલન ન હોય તો પણ ચારિત્રની નિવૃત્તિ થતી નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સમ્યક્તમાં પ્રતિજ્ઞાનો વિષય શ્રદ્ધા છે અને ચારિત્રમાં પ્રતિજ્ઞાનો વિષય ક્રિયા છે; અને શ્રદ્ધા માનસ પરિણામરૂપ છે અને ક્રિયા આચરણારૂપ છે, તેથી શ્રદ્ધા અને ક્રિયાનું સાજાત્ય નથી, તો પણ તેનાથી ઉપલક્ષિત તાત્ત્વિક સમ્યક્ત અને ચારિત્રનું સાજાત્ય છે. કેમ કે શ્રદ્ધાનથી ઉપલક્ષિત જીવનો પરિણામ સમ્યક્ત છે, અને ક્રિયાથી ઉપલક્ષિત જીવનો પરિણામ તે ચારિત્ર છે; તેથી સમ્યક્ત જીવના શુદ્ધ પરિણામરૂપ છે, અને ચારિત્ર જીવના શુદ્ધતર પરિણામરૂપ છે, એ પ્રકારનો સંપ્રદાયપક્ષીનો આશય છે.