________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૫૫
અવતરણિકા :- अथोक्तेऽर्थेऽनुकूलमाह
અવતરણિકાર્ય :- ઉક્ત અર્થમાં અનુકૂળને કહે છે=પૂર્વ ગાથા-૧૫૪ની ટીકામાં છેલ્લે કહ્યું કે, ચારિત્રનું આત્મસ્વરૂપપણું હોવાને કારણે સિદ્ધમાં ચારિત્રની અનુવૃત્તિ છે, તેની નિવૃત્તિ માટે કેવલ આ પ્રયાસ છે. તે રૂપ ઉક્ત અર્થમાં અનુકૂળ એવા શાસ્ત્રવચનને કહે છે –
ગાથાઃ
एत्तो च्चिय सिद्धाणं खइयंमि नाणदंसणग्गहणं । समत्तजाइगहणे बहूण दोसाण संकंती ॥१५५॥
(अत एव सिद्धानां क्षायिके ज्ञानदर्शनग्रहणम् । सम्यक्त्वजातिग्रहणे बहूनां दोषाणां संक्रान्तिः ॥ १५५॥)
.૭૭૩
ગાથાર્થ :- આ જ કારણથી=સિદ્ધોમાં આત્મસ્વરૂપ ચારિત્ર નથી આ જ કારણથી, ક્ષાયિક ભાવોમાં સિદ્ધોને જ્ઞાનદર્શનનું ગ્રહણ છે, અને સમ્યક્ત્વની જાતિના ગ્રહણમાં બહુદોષોની સંક્રાંતિ છે; અર્થાત્ સમ્યક્ત્વમાં મોહનીયક્ષયાદિથી થયેલી જાતિ છે, અને એ જાતિ ચારિત્રમાં છે, તેથી ચારિત્રમાં સમ્યક્ત્વની જાતિ છે. તેથી ચારિત્રનું ગ્રહણ કરીને સિદ્ધમાં ચારિત્ર છે એ પ્રકારનું સમાધાન કરીએ તો, બહુ દોષોની સંક્રાંતિ છે. ૧૫૫॥
ast :- क्षायिके हि भावे सिद्धानां ज्ञानदर्शनयोर्ग्रहणमस्ति, यदि च चारित्रमपि तेषामभविष्यत्तर्हि तदप्यभ्यधास्यत् । न चैवं सुखमपि तेषां क्षायिकं न स्यात्, क्षायिकभावे तस्याऽसंगृहीतत्वात्, “"तेसिं दंसणं नाणं खइए भावे" इत्येव वचनादिति वाच्यं, नवसु क्षायिकेष्वपरिभाषितस्य तस्याऽग्रहणमात्रेणाभावासंभवात् । ' तर्हि तदन्तर्भूतं सम्यक्त्वमप्यगृहीतमिति तदपि न स्यादि ति चेत् ? न, अत्र सामान्यसूत्रे तदग्रहणेऽप्यन्यत्र गृहीतस्य तस्य त्यागाऽयोगात् । 'चारित्रमप्यन्यत्र गृहीतमिति चेत् ? न, सैद्धान्तिकैતપ્રજ્ઞાાત્, પ્રત્યુત નિષેધાત્ ।
ટીકાર્ય :- ‘શાયિ’- સિદ્ધોના ક્ષાયિક ભાવમાં જ્ઞાન-દર્શનનું ગ્રહણ છે. જો તેઓને—સિદ્ધોને, ચારિત્ર પણ હોત તો તે પણ= ચારિત્ર પણ, (સિદ્ધોના ક્ષાયિક ભાવમાં) કહ્યું હોત.
‘ન ચૈવ’ - અહીં પૂર્વપક્ષી (સંપ્રદાયપક્ષી) આ પ્રમાણે કહે કે, એ પ્રમાણે સુખ પણ તેઓને—સિદ્ધોને, ક્ષાયિક નહીં થાય. કેમ કે ક્ષાયિક ભાવમાં તેનું=સુખનું, અસંગૃહીતપણું છે–સંગ્રહ કરેલ નથી. કેમ કે ક્ષાયિક ભાવમાં તેઓને= સિદ્ધોને, દર્શન અને જ્ઞાન (હોય છે) એ પ્રમાણે વચન છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું. કેમ કે નવ ક્ષાયિક ભાવોમાં અપરિભાષિત=નહીં કહેલા, તેના સુખના, અગ્રહણમાત્રથી (સિદ્ધોને) અભાવનો=સુખના અભાવનો, અસંભવ છે= સુખનો અભાવ સંભવી શકતો નથી.
ન
‘હિઁ’ - અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે તો પછી તેના અંતર્ભૂત=નવ ભાવોના અંતર્ભૂત, સમ્યક્ત્વ પણ
तेषां दर्शनं ज्ञानं क्षायिके भावे ।