________________
૭પ૦. . . .
અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . ગાથા : ૧૫૧:૧૫૨ ભાવાર્થ:-“વસ્તુતઃ'થી પૂર્વમાં કહ્યું તે બે પ્રકારના પરિણામરૂપ જ વિરતિ અને અવિરતિ છે. વિરતિનો પરિણામ નિર્જરા પ્રતિ કારણ છે અને અવિરતિનો પરિણામ કર્મબંધ પ્રતિ કારણ છે. સિદ્ધમાં કર્મબંધના કારણભૂત જેમ અવિરતિનો પરિણામ નથી, તેમ કોઈ કર્મની નિર્જરા કરવાની નહીં હોવાથી વિરતિનો પરિણામ પણ નથી. તેથી વિરતિ અને અવિરતિ બંને સ્વતંત્ર પરિણામ છે અને સિદ્ધોમાં તે બંનેનો અભાવ હોવાથી સિદ્ધોમાં અચારિત્ર છે એમ સિદ્ધાંતકારનો આશય છે.
ઉત્થાન -પૂર્વમાં પરાસ્તમાં સિદ્ધાંતકારે હેતુ કહ્યો કે બંને એવા વિરતિ અને અવિરતિ પરિણામનું સ્વતંત્રપણું છે, તેની પુષ્ટિ કરતાં કહે છે
ટીકાર્ય - અન્યથા' અન્યથા=વિરતિ અને અવિરતિ પરિણામનું સ્વતંત્રપણું ન માનો, અને અવિરતિને કર્મના ઉદયકૃત પરિણામ માનીને ચારિત્રને તેના અભાવરૂપ માનો તો, એકના અતિરિક્તપણામાં અન્યના તદ્અભાવરૂપપણામાં વિનિગમના વિરહનો પ્રસંગ પ્રાપ્ત થશે, અર્થાત્ કોને અતિરિક્ત માનવો અને કોને તદ્અભાવરૂપ માનવો તેમાં વિનિગમના વિરહ પ્રાપ્ત થશે અવિરતિ પરિણામને અતિરિક્ત માની તદભાવરૂપ વિરતિ પરિણામ માનવો કે વિરતિ પરિણામને અતિરિક્ત માની તદભાવરૂપ અવિરતિ પરિણામ માનવો, એમાં વિનિગમક કોઈ ન હોવાથી વિનિગમના વિરહ પ્રાપ્ત થશે, તેથી તે બંને પરિણામને સ્વતંત્ર માનવા ઉચિત છે.૧૫થી
અવતરણિકા -કથ વારિત્રી નીવર્નાક્ષીત્વીત્ વાર્થ તરિત્યારે સિદ્ધાનાં નીવર્નાક્ષri સમુન્નીવેરિत्याशङ्कायामाह
અવતરણિકાર્ય -ચારિત્રનું જીવલક્ષણપણું હોવાથી તેના પરિત્યાગમાં ચારિત્રના પરિત્યાગમાં, સિદ્ધોને જીવનું લક્ષણ કેવી રીતે ઘટશે? એવી શંકાને નજર સામે રાખીને સિદ્ધાંતી તેનું નિરાકરણ કરતાં કહે છે
ગાથા :
जं च जियलक्खणं तं उवइष्टुं तत्थ लक्खणं लिंगं ।
तेण विणा सो जुज्जइ धूमेण विणा हुयासुव्व ॥१५२॥ (यच्च जीवलक्षणं तदुपदिष्टं तत्र लक्षणं लिङ्गम् । तेन विना स युज्यते धूमेन विना हुताश इव ॥१५२॥)
ગાથાર્થ - અને જે જીવલક્ષણ તે ચારિત્ર, ઉપદિષ્ટ કહેવાયેલું છે ત્યાં=જીવનું લક્ષણ ચારિત્ર કહેવાયેલું છે ત્યાં, લક્ષણ લિંગ છે. (તતઃ તેથી) તેના વગર ચારિત્ર વગર, તે=સિદ્ધરૂપ જીવ, ઘટે છે. જેમ ધૂમ વગર અગ્નિll૧૫શી
ભાવાર્થ-ચારિત્રને જીવલક્ષણ તરીકે જે કહ્યું છે ત્યાં લક્ષણ શબ્દ લિંગ અર્થમાં જાણવો, અને તેથી જેમ ધૂમ વિના પણ અયોગોલક આદિમાં અગ્નિ હોય છે, તેમ ચારિત્રાત્મક લિંગ વિના પણ સિદ્ધોમાં જીવત્વરૂપ લિંગી હોય છે.