________________
૭ર૬ . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ..........
::.. . . . . . . . . . . . ગાથા -૧૪૯ ભાવાર્થ - યદ્યપિ સયોગીકેવલીને પરિપૂર્ણ જ્ઞાન-દર્શન-ચારિત્ર હોવા છતાં પણ તલ્લણ મુક્તિ થતી નથી, કેમ કે મુક્તિ પ્રત્યે આયુષ્યનો ચરમ સમય અથવા નાશ પામતા સર્વકર્મના ચરમ સમયથી વિશિષ્ટ એવી જ્ઞાન-ક્રિયાનું જ હેતુપણું છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં જ્ઞાન-ક્રિયાથી મોક્ષ કહેલ છે, પરંતુ ચરમસમયઉપલલિત જ્ઞાન-ક્રિયાથી મોક્ષ કહેલ નથી. માટે જ્ઞાન-ક્રિયાને જ મોક્ષહેતુ માનવું જોઈએ, તેથી કહે છે -
ટીકાર્ય - “મનન્ય - અનન્યગતિને કારણે તે પ્રકારના હેતુત્વની કલ્પના કરેલ છે.
ભાવાર્થ:- શાસ્ત્રમાં જેમ જ્ઞાન-ક્રિયાથી મોક્ષ કહેલ છે તેમ કેવળીને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી પરિપૂર્ણ જ્ઞાન અને ચારિત્રમોહના ક્ષયથી પરિપૂર્ણ ચારિત્ર માનેલ છે, અને કેવળીને કેવળજ્ઞાન થતાંની સાથે જ મોક્ષ માનેલ નથી પરંતુ ૧૪માં ગુણસ્થાનકને અંતે સર્વકર્મક્ષય થતાં જ મોક્ષ માનેલ છે. તેથી અન્ય કોઈ ગતિ નહિ હોવાથી તે જ પ્રકારે = ચરમસમયઉપલક્ષિત જ્ઞાન-ક્રિયાના જ હેતુપણાની, કલ્પના કરેલ છે.
ટીકાર્ય - ૩થવા અથવા જેમ ઘટાદિમાં સ્વજન્ય ભૂમિ દ્વારા દંડનું હેતુપણું છે તેમ ચારિત્રનું અંતક્રિયા દ્વારા હેતુપણું છે, સાક્ષાત નહિ. અને તેનો = અંતક્રિયાનો, ત્યારે = સયોગીકેવલી અવસ્થામાં, અભાવ હોવાથી કોઈ દોષ નથી.
ભાવાર્થ:- જ્ઞાન-ક્રિયાથી મોક્ષ કહેલ હોવા છતાં ક્રિયા સાક્ષાત્ હેતુ નથી પરંતુ અંતક્રિયા દ્વારા હેતુ છે, અને સયોગીકેવલી અવસ્થામાં અંતક્રિયાનો અભાવ છે માટે મુક્તિનો પ્રસંગ આવતો નથી.
અહીં વિશેષ એ છે કે “અથવા ઇત્યાકારક પદની પૂર્વમાં ચરમસમયથી ઉપલલિત જ્ઞાન-ક્રિયાનું મોક્ષહેતુત્વ કહ્યું, અને અથવા'થી ચારિત્રનું અંતક્રિયા દ્વારા હેતુપણું કહ્યું, તેનું કારણ એ છે કે સ્થિતપક્ષ જ્ઞાન-ક્રિયા દ્વારા મોક્ષ માને છે તે દૃષ્ટિથી ચરમ સમયથી ઉપલક્ષિત જ્ઞાન-ક્રિયાનું મોહેતુત્વ કહ્યું; અને નિશ્ચયનય જ્ઞાનથી ચારિત્ર પેદા થાય છે તેમ માને છે અને ચારિત્રને મોક્ષનો હેતુ માને છે, અને નિશ્ચયનય પ્રમાણે પણ સયોગીકેવલી અવસ્થામાં સાયિકભાવનું ચારિત્ર હોવાથી સયોગીકેવલીને મુક્તિનો પ્રસંગ ઊભો રહ્યો. તેથી કહ્યું છે કે ચારિત્રનું સાક્ષાત્ હેતુત્વ નથી પરંતુ અંતક્રિયા દ્વારા હેતુત્વ છે, માટે દોષ નથી.
ટીકાર્ય - “ રૈવ અહીં સંપ્રદાયપક્ષી કહે છે કે, આ રીતે = ચારિત્રનું અંતક્રિયા દ્વારા મોક્ષહેતુત્વ માન્યું એ રીતે, ચારિત્રનું ચરમ કારણત્વ નહિ થાય. તો સિદ્ધાંતી કહે છે કે એમને કહેવું, કેમ કે ઇષ્ટપણું છે અર્થાત અમને ઇષ્ટ છે. કેમ કે પ્રજ્ઞપ્તિમાં “સવ ના ઇત્યાદિ ગાથાથી વ્યાપાર-વ્યાપારીભાવથી જ હેતુ-હેતુમદ્ભાવનું ઉપદર્શન છે. તેથી પરમચારિત્રપણા વડે જ મોક્ષહેતુતા છે. (પણ ચારિત્રત્વેન નહીં.)