________________
ગાથા ૧૪૯.............અધ્યાત્મમત પરીક્ષા ................ ૭૨૫ પ્રતિયોગ હેતુ છે તેવો ત્યાં પ્રતિભાસ થતો નથી અને અયોગી ગુણસ્થાનકમાં યોગનો નિરોધ થવા છતાં વીર્યવિશેષરૂપ ચારિત્ર હોય છે, તેથી વીર્યસામાન્ય પ્રતિ યોગની હેતુતા ગ્રહણ થતી નથી. આ પ્રમાણે સંપ્રદાયપક્ષી કહે છતે સિદ્ધાંતી કહે છે
ટીકાર્ય - “મહુવા અથવા તેમ હો= વીર્યવિશેષરૂપચારિત્રયોગજન્ય ન હો, તો પણ ઔદયિકાદિ ભાવની જેમ સાયિક પણ તેનો = વીર્યવિશેષરૂપ ચારિત્રનો, ચરમ ભવની નાશક સામગ્રીથી જ નાશ થાય છે તેમાં પ્રમાણ શું? એ પ્રશ્ન થાય. તેથી કહે છે - અમે અહીં શું કરીએ જ્યાં આગમ બલવાન છે?
ભાવાર્થ - ચારિત્રમોહ ક્ષય થયેલ હોવાને કારણે ચારિત્ર સિદ્ધમાં હોવું જોઇએ તેમ પ્રતિભાસ થાય છે, તો પણ સિદ્ધમાં ચારિત્રનથી એ વિષયમાં બલવાન આગમ છે-પૂર્વમાં ગાથા-૧૪પમાં સત્તારિત્તાફૅવિશેષાવશ્યકભાષ્ય ગાથા - ૨૦૦૮ ના ઉદ્ધરણમાં દાનાદિલબ્ધિપંચક અને ચારિત્રને “સાદિસાંત' કહેલ છે, વળી ગાથા - ૧૩૧માં ઉદ્ધરણમાં સિદ્ધચરિત્તી જોવરિત્તી એ પ્રમાણે પણ વચન છે. માટે જેમ ચરમ ભવની નાશક સામગ્રીથી ભવનો નાશ થાય છે, તેમ ચરમ ભવમાં રહેનારું ચારિત્ર પણ નાશ પામે છે, એમ સિદ્ધાંતી કહે છે.
Ast:- नन्वेवं सयोगिकेवलिनां ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयसाम्राज्यात्तदानीमेव मुक्त्यवाप्तिप्रसङ्ग इति चेत्? न, चरमसमयोपलक्षितज्ञानक्रिययोरेव मुक्तिहेतुत्वाद्, अनन्यगत्या तथा हेतुत्वकल्पनात्। अथवाऽन्तक्रियाद्वारा चारित्रस्य हेतुत्वं, साक्षात् (?न साक्षात्), दण्डस्येव घटादौ स्वजन्यभ्रमिद्वारा, तस्याश्च तदानीमभावान्न दोषः। न चैवं चारित्रस्य चरमकारणत्वं न स्यात्, इष्टत्वात्, "सवणे नाणे य...." (प्रज्ञप्तौ संग्रहणिगाथा) इत्यादिना व्यापारव्यापारिभावेनैव हेतुहेतुमद्भावोपदर्शनात् परमचारित्रत्वेनैव मोक्षहेतुता, पारम्यं च न वैजात्यं किं तु वैधर्म्यम्। स च धर्मोऽन्तक्रियादिरूपः, चारित्रस्यैवोपाधिरिति तदेवासौ विशेषयति न तु ज्ञानादिकमिति नातिप्रसङ्गः।अत एवोपाध्युपाधिमतोरभेदविवक्षयाऽन्तक्रियापि चारित्रमित्युच्यते। एवं च योगजन्यत्वादिकं विशुद्ध्यादिकं चोपाध्यंशमादाय पर्यवस्यतीति तत्र तत्र विवक्षावशेन वैचित्र्योक्तिरपि नासङ्गतिमतीत्यपि युक्तमुत्पश्यामः।
ટીકાર્ય - “નન્વેવં “નનુથી સંપ્રદાયપક્ષી કહે છે કે આ રીતે = પૂર્વમાં કહ્યું કે તે જ યથાખ્યાતચારિત્ર પ્રતિસમય અનેક કર્મની નિર્જરાને કરતું ચરમ નિર્જરાની કારણતાને પામેલું સર્વસંવર કહેવાય છે, પરંતુ શૈલેશી અવસ્થામાં સર્વસંવર છે તે બારમા ગુણસ્થાનક વખતે પ્રાપ્ત થયેલ યથાખ્યાતચારિત્ર કરતાં જુદુંનથીએ રીતે, સયોગીકેવલીઓને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયનું સામ્રાજ્ય હોવાથી = રત્નત્રયીની પૂર્ણતા હોવાથી, ત્યારે જ = ૧૩મા ગુણસ્થાનકે જ, મુક્તિની પ્રાપ્તિનો પ્રસંગ આવશે.
તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, કેમ કે ચરમ સમયથી ઉપલક્ષિત = ચરમ સમયથી વિશિષ્ટ, એવી જ્ઞાન-ક્રિયાનું જ મુક્તિહેતુત્વ છે. १. सवणे नाणे य वित्राणे, पच्चक्खाणे अ संजमे । अणण्हए तवे चेव वोदाणे अकिरिआ सिद्धी ।
श्रवणे ज्ञाने च विज्ञाने प्रत्याख्याने च संयमे । अनाथवे तपसि चैव व्यवदानेऽक्रिया सिद्धिः ।।