________________
1
T
B
T
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
ગાથા : ૧૪૫ . . . ... અધ્યાત્મમતપરીક્ષા .
• • • • • • • • • ૬૯ ભાવાર્થ - જેમ જ્ઞાનાદિનો પ્રવાહ બાહ્ય નિમિત્તને આધીન નથી, પરંતુ કર્મના ક્ષયથી સ્વાભાવિક જ પ્રવર્તે છે = કર્મનો ક્ષય થવાના કારણે જીવમાં તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી જ પ્રવર્તે છે; તેમ ચારિત્રાદિનો પ્રવાહ પણ બાહ્ય નિમિત્તને આધીન નથી પરંતુ સ્વાભાવિક જ છે, માટે તે પ્રવાહ સાદિસાંત નથી પરંતુ સાદિ અનંત છે. તેથી સિદ્ધમાં ચારિત્ર છે એ પ્રકારે સંપ્રદાયપક્ષીનું કથન છે.
તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે કે, જ્ઞાનાદિ પ્રવાહની જેમ ચારિત્રાદિનો પ્રવાહ પણ બાહ્યનિમિત્તને આધીન નથી પણ સ્વાભાવિક છે તેમ માનશો તો, સિદ્ધમાં પરમ નિષ્પકંપતારૂપ ચારિત્ર જે પૂર્વપક્ષીને અનુમત છે તે ચારિત્રનો કેવલજ્ઞાન વખતે ચારિત્રમોહના ક્ષયથી પ્રાદુર્ભાવ માનવો પડે, અને તે જ સ્વાભાવિક પ્રવાહ સદા ચાલે છે તેમ માનવું પડે, તેથી કેવલજ્ઞાન વખતે જ ક્ષાયિકચારિત્રી બધા અવ્યામૃતવીર્યવાળા પ્રાપ્ત થાય, અને આમ હોતે છતે અવ્યામૃતવીર્યવાળા એવા તીર્થંકરાદિથી તીર્થના અપ્રવર્તનનો પ્રસંગ આવશે.
અહીં વિશેષ એ છે કે બાહ્ય નિમિત્તને આધીન ચારિત્રન માનીએ પરંતુ સ્વાભાવિક માનીએ તો, તે ચારિત્રને સદા એક સરખું જ માનવું પડે. તેથી જેવું ચારિત્રસિદ્ધમાં સંપ્રદાયપક્ષીને અભિમત છે તેવું જ પરમચૈર્યરૂપ ચારિત્ર સાયિકભાવે કેવલીમાં સદા પ્રવર્તે છે એમ માનવું પડે. તેથી સર્વ કેવલીઓને અવ્યામૃતવીર્યવાળા માનવા પડે. તેથી તીર્થકરોની તીર્થની અપ્રવૃત્તિની પ્રાપ્તિનો પ્રસંગ આવે. આ પ્રમાણે સિદ્ધાંતીનું કહેવું છે.
ટીકાર્ય - “તેન આના દ્વારા = પૂર્વમાં કહ્યું કે જો ચારિત્રના પ્રવાહને જ્ઞાનાદિ પ્રવાહની જેમ સ્વાભાવિક માનો પણ બાહ્ય નિમિત્તને આધીન છે તેમના માનો તો, તીર્થકરો અવ્યાકૃતવીર્યવાળા થશે, અને તેથી તીર્થની અપ્રવૃત્તિનો " પ્રસંગ પ્રાપ્ત થશે એ કથન દ્વારા, વક્ષ્યમાણ કથને પરાસ્ત છે.
વક્ષ્યમાણ કથન પૂર્વપક્ષીનું એ છે કે ચારિત્ર એ જીવનું સ્વરૂપ હોવાના કારણે સ્વરૂપ અપેક્ષાએ પણ શાશ્વત અને અવિકારી છે.
ભાવાર્થ:- ચારિત્ર પ્રવાહની અપેક્ષાએ તો શાશ્વત છે, પણ જીવનું સ્વરૂપ છે એ અપેક્ષાએ પણ કર્મના ક્ષયથી પ્રાદુર્ભાવ થયેલું ચારિત્ર શાશ્વત છે અને જીવનું સ્વરૂપ હોવાને કારણે અવિકારી છે.
સંપ્રદાયપક્ષીનું આ કથન પરાસ્ત એ રીતે છે કે, જો ચારિત્ર જીવના સ્વરૂપરૂપ હોય અને તેથી શાશ્વત અને અવિકારી હોય, તો કેવલજ્ઞાન વખતે ચારિત્રમોહનીયનો ક્ષય થયેલ હોવાના કારણે ચારિત્ર પ્રાદુર્ભાવ થવું જોઇએ. તેથી પૂર્વપક્ષીને જેમ સિદ્ધમાં નિશ્ચલતારૂપ ચારિત્ર અભિમત છે, તેમ કેવલજ્ઞાન વખતે પણ તદાવારક કર્મનો ક્ષય થયેલ હોવાના કારણે પરીસ્થિરતારૂપ ચારિત્ર પ્રાદુર્ભાવ થવું જોઈએ; તેથી કેવલી અવ્યાપૃતવીર્યવાળા પ્રાપ્ત થાય. માટે ચારિત્ર જીવના સ્વભાવરૂપ નથી પરંતુ શરીરાદિ બાહ્ય નિમિત્તને પણ આધીન છે. તેથી ક્ષાયિક એવું પણ ચારિત્ર શાશ્વત અને અવિકારી છે એ કથન પરાસ્ત જાણવું.
ઉત્થાન -સિદ્ધાંતકારે ચારિત્રને સાદિસાંત ક્ષાયિકભાવરૂપે સ્થાપન કર્યું, અને સંપ્રદાયપક્ષીએ ચારિત્ર સ્વાભાવિક છે એમ કહીને ચારિત્રને સાદિઅનંત સ્થાપન કરવા યત્ન કર્યો. તેનું સિદ્ધાંતીએ નિરાકરણ કર્યું એ વિષયમાં જે બીજા કોઇ કહે છે તે “યથી બતાવીને તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે -