________________
ગાથા : ૧૪૩ . . .
અધ્યાત્મમત પરીક્ષા
ટીકાર્ય-“yત્ર' અહીં સંપ્રદાયપક્ષી કહે કે આ પ્રયત્ન જ છે.
ભાવાર્થ-મરુદેવાદિનો પરભાવમાંથી નિવૃત્તિને અનુકૂળ આ પ્રયત્ન જ છે, પરંતુ એ ચારિત્રનથી; પણ પરભાવમાંથી નિવૃત્તિ થવાને કારણે ઉત્પન્ન થયેલો શુદ્ધોપયોગ જ ચારિત્ર પદાર્થ છે.
ટીકાર્ય -"સત્ય' તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર કહે છે કે તમારી વાત સાચી છે. અર્થાત્ અર્ધસ્વીકૃતિરૂપ સાચી છે તેમ કહે છે. તે આ રીતે - “તે પ્રયત્ન જ છે એમ તમે જે કહો છો તે વાત બરોબર છે, પરંતુ તે ચારિત્ર નથી એમ કહો છો તે બરાબર નથી. કેમ કે સંયમમાં પ્રયત્ન જ ચારિત્ર પદાર્થ છે. (માટે મરુદેવાદિને પરભાવમાંથી નિવૃત્તિ થવાના પ્રયત્નરૂપ જ ચારિત્ર પદાર્થ છે, શુદ્ધોપયોગરૂપ નહિ. આ પ્રમાણે સિદ્ધાંતી કહે છે)
સ્વકથનની પુષ્ટિ માટે સિદ્ધાંતી તેમાં સાક્ષી આપે છેમાસત્ત' મનુષ્યપણું, શ્રુતિ, શ્રદ્ધા અને સંયમમાં વીર્ય ઇત્યાદિમાં ઇત્યાદિ ગાથામાં, તે પ્રમાણે ઉપદેશ છે. અર્થાત્ સંયમમાં યત્ન એ ચારિત્ર છે તે પ્રમાણે ઉપદેશ છે.
ભાવાર્થ - અહીં ઉત્તરાધ્યયનના સાક્ષીપાઠનો ભાવ આ પ્રમાણે છે -
ચાર શ્રેષ્ઠ અંગો અહીંયાં = સંસારમાં, જીવને દુર્લભ છે (૧) મનુષ્યપણું, (૨) શ્રુતિ-શ્રુતજ્ઞાન, (૩) શ્રદ્ધા અને (૪) સંયમમાં વીર્ય. અને આ પ્રકારના ઉદ્ધારણમાં સંયમમાં વીર્ય એ પ્રકારના કથનમાં સંયમમાં પ્રયત્નને જ ચારિત્રરૂપે ગ્રહણ કરેલ છે. તેના બળથી સિદ્ધાંતપક્ષીને કહેવું છે કે ચારિત્ર ઉપયોગરૂપ નથી પરંતુ વીર્યરૂપ છે, માટે સિદ્ધમાં ચારિત્ર નથી.
યોગશૈર્યરૂપ ચારિત્ર છે તેની પુષ્ટિ કરતાં યોગશાસ્ત્રવૃત્તિનું કથન બતાવીને બીજો હેતુ કહે છે. તે આ પ્રમાણેટીકાર્થ “અવન'ભગવદ્ દર્શનના આનંદ વડે યોગધૈર્યને પ્રાપ્ત કરતા એવા તે કમરુદેવામાતાએ ત્યારે જ અમ્લાન એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે યોગશાસ્ત્રની ટીકામાં મરુદેવીને પણ યોગસ્થરૂપ ચારિત્રપ્રાપ્રિનું જ સૂચન છે. માટે સંયમમાં પ્રયત્ન જ ચારિત્ર છે. II૧૪all
અવતરણિકા ચારિત્રયોપથોરારૂપત્વે ટૂષUારમણહિ
અવતરણિયાર્થ:- ચારિત્રને ઉપયોગરૂપ માનવામાં આવતા બીજાં દૂષણોને પણ સિદ્ધાંતી કહે છે
ગાથા :
चरणं जइ उवओगो जिणाण ता हुँति तिन्नि उवओगा । ' તો એ સંતન્માવે તતિ પપ્પા મોરા ૨૪૪ (चरणं यधुपयोगो जिनानां तद्भवन्तु त्रय उपयोगाः । द्वयोश्चान्तर्भावे तृतीयस्य प्रकल्पना मोघा ॥१४४||)