________________
- • • • • • ૬૭૫
ગાથા:૧૩૩ થી ૧૪૧-૧૪૨ ..... અધ્યાત્મમત પરીક્ષા ભાવાર્થ-પૂર્વમાં ગાથા -૧૩૧-૧૩૨માં સિદ્ધાંતપક્ષીએ સ્વમાન્યતા સ્થાપન કરી, અને ગાથા ૧૩૩થી ૧૪૧ની અવતરણિકામાં સિદ્ધાંતપક્ષીની માન્યતાનું સ્થાપન કરી સંપ્રદાયપક્ષી કહે છે કે, જો સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે તો એ કથનમાં કહેવાય છે એમ કહીને સંપ્રદાયપક્ષીએ ગાથા ૧૩૩થી ૧૪૧માં સિદ્ધાંતપક્ષીની માન્યતાનું નિરાકરણ કર્યું. તેનો ભાવ ગાથા ૧૩૩ થી ૧૪૧ની ટીકામાં દર્શાવેલ છે, તે કથન પૂર્વપક્ષરૂપ છે. હવે ગાથા ૧૪રમાં સંપ્રદાયપક્ષીના કથનનો પ્રતિકાર કરવાની ઇચ્છાવાળો સિદ્ધાંતપક્ષી પોતાની પ્રક્રિયા જણાવે છે –
ગાથા -
एत्थ समाहाणविही जो मूलगुणेसु होज्ज थिरभावो ।
सो परिणामो किरिया जुंजणकरणं पडिच्छंतो ॥१४२॥ (अत्र समाधानविधिर्यो मूलगुणेषु भवेत् स्थिरभावः । स परिणामः क्रिया युञ्जनकरणं प्रतीच्छन् ॥१४२।।)
ગાથાર્થ અહીં=ગાથા ૧૩૩થી ૧૪૧માં કહેલપૂર્વપક્ષના કથનમાં, સમાધાનવિધિ આ રીતે છે - યુજનકરણની પ્રતીચ્છા કરતો = કુંજનકરણની અપેક્ષા રાખતો, મૂળગુણમાં જે સ્થિરભાવ છે તે પરિણામ ક્રિયારૂપ છે.
ટીકા : 97મૂન પુસ્થિરમાવ: પ્રતિપાતાિિનવૃત્તિરૂપ ચૈિવ, યુનાશRUસાપેક્ષવૈત, वीर्यान्तरायक्षयोपशमादिजन्येऽपि तत्र योगस्यैव कारणत्वात्, इत्थं च योगपरिणाम एव चारित्रं न तूपयोग વા૨૪રા.
ટીકા સાપેક્ષ છે.
: વ7' મૂલગુણમાં જે સ્થિરભાવ છે તે પ્રાણાતિપાતાદિ નિવૃત્તિરૂપ ક્રિયા જ છે, કેમ કે મુંજનાકરણ
ભાવાર્થ - સંપ્રદાયપક્ષીએ ચારિત્રને ઉપયોગરૂપ માનીને સિદ્ધમાં ચારિત્ર છે એમ સિદ્ધ કર્યું તેનું પ્રતિવિધાન કરતાં સિદ્ધાંતપક્ષી કહે છે કે, મૂલગુણોમાં સ્થિરભાવરૂપ ચારિત્ર, ચારિત્ર તરીકે પ્રસિદ્ધ છે, અને તે પ્રાણાતિપાતાદિની • નિવૃત્તિરૂપક્રિયાસ્વરૂપ જ છે; પરંતુ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિને કારણે આત્મામાં થયેલા સ્થિરભાવરૂપ ઉપયોગાત્મક
પરિણામે ચારિત્ર પદાર્થ નથી, કેમ કે યુજનાકરણ સાપેક્ષ છે. અર્થાત્ મન-વચન-કાયાના યોગોને સાપેક્ષ આ સ્થિરભાવ છે, તેથી તે ક્રિયારૂપ જ છે. તે આ રીતે, મન-વચન-કાયાના યોગો યથા તથા પ્રવર્તતા હોય ત્યારે પ્રાણાતિપાતમાં વ્યાપૃત હોય છે, અને તે વખતે જીવ મૂલગુણમાં સ્થિરભાવવાળો નથી; પરંતુ જ્યારે મન-વચનકાયાના યોગો પ્રાણાતિપાતની નિવૃત્તિને અનુકૂળ સમ્યફયત્નવાળા હોય છે, ત્યારે તેની અપેક્ષાએ જીવમાં મૂલગુણોમાં સ્થિરભાવરૂપ ક્રિયા પેદા થાય છે, અને તે જ ચારિત્ર પદાર્થ છે. માટે સિદ્ધમાં ચારિત્ર નથી.
ઉત્થાન - અહીં શંકા થાય કે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ ક્રિયા વિયંતરાયના ક્ષયોપશમાદિજન્ય છે, તેથી યુજનાકરણ સાપેક્ષ જ છે તેમ કહેવાની જરૂર રહેતી નથી. અને સિદ્ધમાં પણ ભાવિકભાવનું વીર્ય છે, તેથી તજ્જન્ય પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ મૂલગુણમાં સ્થિરભાવ માનવામાં કોઇ દોષ નથી. તેથી કહે છે -
B-૮