________________
૬૪.
અધ્યાત્મમતપરીક્ષા ગાથા : ૧૩૩ થી ૧૪૧ ભાવાર્થ :- જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેનાં લક્ષણો જુદાં છે, અને પૂર્વભૂમિકામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના લક્ષણ સ્વરૂપ ત્રણ ભાવોની પ્રાપ્તિ જીવમાં પૃથરૂપે પ્રાપ્ત થાય છે. અને જ્યારે મોહના ત્યાગથી આત્માનું વેદન થાય છે તેને જ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ કહેવાથી તે જ્ઞાનનું લક્ષણ, દર્શનનું લક્ષણ અને ચારિત્રનું લક્ષણ એક સ્થાનમાં પ્રાપ્ત થાય છે, પરંતુ એક નથી. કેમ કે મોહના ત્યાગથી આત્મામાં વેદન તે જ ચારિત્ર એમ કહેવાથી ચારિત્રનું લક્ષણ મોહના ત્યાગથી અનાશ્રવરૂપ થયું, અને જ્ઞાનનું લક્ષણ મોહના ત્યાગથી બોધસ્વરૂપ થયું, અને દર્શનનું લક્ષણ મોહના ત્યાગથી શ્રદ્ધાનરૂપ થયું. એ ત્રણે લક્ષણો એક જ ઉપયોગમાં પ્રાપ્ત હોવા છતાં પૃથક્ છે. આમ છતાં, પૂર્વ અવસ્થામાં જેવાં ભિન્ન પ્રાપ્ત થતાં હતાં તેવાં ભિન્ન પ્રાપ્ત થતાં નથી. તેથી તે ત્રણે પરિણામો જીવનાં પૃથક્ છે. તો પણ, દર્શન અને ચારિત્રને જ્ઞાનના પ્રકર્ષરૂપ જ સ્વીકારવામાં આવે તો, ત્રણેનું લક્ષણ પરસ્પર સંકર માનવાનો પ્રસંગ આવે, કેમ કે પ્રકર્ષપ્રાપ્ત જ્ઞાન જ દર્શન છે અને ચારિત્ર છે. તેથી જે જ્ઞાનનું લક્ષણ છે તે જ દર્શનનું અને ચારિત્રનું લક્ષણ છે તેમ માનવું પડે. અથવા તો જે દર્શન અને ચારિત્રનું લક્ષણ છે તે જ જ્ઞાનનું લક્ષણ છે તેમ માનવાનો પ્રસંગ આવે. તેથી દર્શન અને ચારિત્ર જ્ઞાનના પ્રકર્ષરૂપ નથી.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે તો પછી તમે પ્રથમ કેમ કહ્યું કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના અત્યંત ભેદને અમે સહન કરતા નથી? તેથી કહે છે -
ટીકાર્ય :- ‘પ્રભુત્ત્ત” વળી પૂર્વમાં કહ્યું તે નિશ્ચયનયના અભિપ્રાયથી જ યુક્ત છે, એથી કરીને, જ્ઞાનાદિની જેમ સ્વતંત્ર ચારિત્ર નામનો ગુણ કેમ સિદ્ધિસૌધને = સિદ્ધિરૂપી મહેલને, પ્રાપ્ત નહિ કરે? અર્થાત્ કરશે. આ પ્રમાણે પૂર્વપક્ષ છે.
* ‘જ્ઞાનાવિવત્’માં ‘મારિ’ પદથી દર્શન લેવાનું છે.
ભાવાર્થ :- સિદ્ધાંતપક્ષીને સિદ્ધમાં જેમ જ્ઞાન અને દર્શન બંને ગુણ સંમત છે અર્થાત્ જ્ઞાનથી પૃથક્ દર્શન ગુણ સંમત છે, તે જ રીતે સંપ્રદાયપક્ષી કહે છે કે જ્ઞાનથી પૃથક્ ચારિત્ર ગુણ સિદ્ધમાં છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનયના અભિપ્રાયથી જ્ઞાન,દર્શન અને ચારિત્ર ત્રણેનો અભેદ છે, અને વ્યવહારનયથી ત્રણેનો ભેદ છે. અને સિદ્ધાંતકાર પણ સિદ્ધમાં જ્ઞાન અને દર્શનને પૃથક્ સ્વીકારે છે તે વ્યવહારનયને આશ્રયીને સ્વીકારી શકે. તેથી સંપ્રદાયપક્ષી કહે છે કે જેમ સિદ્ધમાં જ્ઞાન, દર્શન પૃથક્ વ્યવહારનયને આશ્રયીને સિદ્ધાંતપક્ષને સંમત છે, તેમ ચારિત્ર પણ વ્યવહારનયને આશ્રયીને પૃથક્ સિદ્ધ થાય છે. ૧૩૩/૧૩૪/૧૩૫/૧૩૬/ ૧૩૭/૧૩૮/૧૩૯/૧૪૦/૧૪૧||
અવતરણિકા :- અથેનું પ્રતિવિધિન્નુ: સ્વપ્રયિામુપવયન્ સિદ્ધાન્તી પ્રાહ
અવતરણિકાર્ય :- આને = પૂર્વપક્ષને, પ્રતિકાર કરવાની ઇચ્છાવાળો સિદ્ધાંતી પોતાની પ્રક્રિયાને દેખાડતો કહે છે