________________
99, , , , , , • • • • • • • •
....... અધ્યાત્મમત પરીક્ષા ....... ગાથા.૧૩૩ થી ૧૪૧ ભાવાર્થ - જ્ઞાન અને ચારિત્ર બંને ઉપયોગરૂપ હોવા છતાં એક કાર્યરૂપ છે અને એક કારણરૂપ છે, તેથી જ્ઞાન અને ચારિત્ર પૃથફ છે.
યથા દિથી તે જ વાતને ઘટાવતાં કહે છેટીકાર્ય - અથાણું - જે પ્રમાણે સમ્યક્ત અને જ્ઞાનના વિષયનો અભેદ હોવા છતાં પણ તત્ત્વચિરૂપ સમ્યક્ત જ્ઞાન વડે પેદા થાય છે, અને તે = સમ્યક્ત, તત્ત્વરોચકરૂપ જ્ઞાનને પેદા કરે છે, જેથી કરીને બંનેમાં = સમ્યક્ત. અને જ્ઞાનમાં, ભેદ છે. તે પ્રકારે (જ્ઞાન-ચારિત્રમાં) ઉપયોગપણું અવિશેષ હોતે છતે પણ, અવિશિષ્ટ જ્ઞાન અવિશિષ્ટ ચારિત્રને પેદા કરે છે. કેમ કે અજ્ઞાની શું કરશે? અથવા છેકને હિતકારકને અને પાપને કેવી રીતે જાણશે? એ પ્રમાણે વચન હોવાથી અજ્ઞાનીને ત્યાં =ચારિત્રમાં, અનધિકાર છે. વળી પ્રકૃધ્યમાણ ચારિત્ર, પ્રકૃષ્ટજ્ઞાનને પેદા કરે છે. એથી કરીને આ બેનો = જ્ઞાન અને ચારિત્રનો, ભેદ છે.
; “” શબ્દ “ચાતથી જે કથન કર્યું તેનો જવાબ સંપ્રદાયપક્ષીએ આપ્યો તે કથનની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ-સમ્યક્ત અને જ્ઞાન એ બંનેનો વિષયતત્ત્વ છે, અને ભગવાને જે જીવાદિ નવતત્ત્વો કહ્યાં છે તે તત્ત્વ છે. અને તે તત્ત્વનું સમ્યજ્ઞાન જીવને પ્રથમ ઓઘથી પેદા થાય છે, તેનાથી તત્ત્વરુચિ પેદા થાય છે જે સમ્યગ્દર્શનરૂપ છે. આ રીતે ઓઘ જ્ઞાન વડે તત્ત્વચિરૂપ સમ્યક્ત પેદા થાય છે, અને તે તત્ત્વરુચિ પેદા થયા પછી ભગવદ્ વચનને વિશેષ જાણવાની અત્યંત જિજ્ઞાસાનો આવિર્ભાવ થાય છે. અને તે જિજ્ઞાસાથી જ્યારે શ્રુતજ્ઞાનમાં યત્ન થાય છે તેનાથી નિષ્પન્ન થનારું જ્ઞાન તત્ત્વરોચકરૂપ હોય છે. અર્થાત્ પદાર્થના પરિચ્છેદન સ્વરૂપ તે જ્ઞાન કેવલ પદાર્થના પરિચ્છેદનમાં વિશ્રાંત નથી થતું, પરંતુ પરિચ્છેદનની સાથે વિશેષ તત્ત્વચિને પેદા કરે છે, અને તે તત્ત્વચિરૂપ સમ્યગ્દર્શન નવા નવા શ્રુતઅભ્યાસમાં યત્ન પેદા કરે છે. એથી કરીને સમ્યગ્દર્શન અને જ્ઞાનનો ભેદ છે. અર્થાત પ્રથમ ઓઘ જ્ઞાનથી સમ્યગ્દર્શન પેદા થયું માટે જ્ઞાન કારણ છે, અને તત્ત્વરુચિરૂપ સમ્યગ્દર્શન જ્ઞાનનું કાર્ય છે. અને તત્ત્વરુચિરૂપ સમ્યગ્દર્શન પેદા થયા પછી પેદા થયેલ તે સમ્યગ્દર્શન, તત્ત્વરોચકરૂપ વિશિષ્ટ જ્ઞાનને પેદા કરે છે, તેથી સમ્યગ્દર્શન કારણ છે અને વિશિષ્ટ જ્ઞાન કાર્ય છે. આ રીતે જ્ઞાન અને દર્શન બેનો વિષય એક હોવા છતાં કાર્યકારણના વિભાગથી બન્નેનો ભેદ છે.
તે પ્રકારે જ્ઞાન અને ચારિત્રમાં ઉપયોગપણારૂપે અવિશેષ હોવા છતાં પણ, અવિશિષ્ટ જ્ઞાન અર્થાત પ્રકૃષ્ટવરૂપ વિશેષણથી રહિત એવું અવિશિષ્ટ જ્ઞાન, અવિશિષ્ટ ચારિત્રને પેદા કરે છે. અર્થાત્ સર્વસંવરરૂપ વિશિષ્ટ ચારિત્રથી ભિન્ન એવા અવિશિષ્ટ ચારિત્રને પેદા કરે છે. કેમ કે “ગઢાળ વિહી, લિવા નહીં છપાવ” એ પ્રકારનું વચન હોવાને કારણે અજ્ઞાનીને ચારિત્રમાં અનધિકાર છે, તેથી જ્ઞાનીને ચારિત્રમાં અધિકાર છે એ પ્રાપ્ત થાય છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે છબસ્થાવસ્થામાં જે અગીતાર્થ છે તે અજ્ઞાની છે, અને તે છેક (હિતકારક) અને પાપને જાણી શકતો નથી, તેથી છદ્મસ્થાવસ્થામાં ચારિત્રમાં તે સમ્ય યત્ન કરી શકતો નથી. અને છદ્મસ્થાવસ્થામાં જે ગીતાર્થનું જ્ઞાન છે તે પ્રકૃષ્ટ જ્ઞાન નથી માટે તે અવિશિષ્ટ જ્ઞાન છે. અને છબસ્થાવસ્થામાં ક્ષપકશ્રેણિ પૂર્વનું જે ચારિત્ર છે તે પ્રમાણે ચારિત્ર નથી, તેથી પ્રકૃધ્યમાણરૂપ વિશેષણથી રહિત અવિશિષ્ટ ચારિત્ર છે, અને આ રીતે અવિશિષ્ટ એવું ગીતાર્થનું જ્ઞાન અવિશિષ્ટ એવા ચારિત્ર પ્રત્યે કારણ છે. તેથી જ્ઞાન ચારિત્રને પેદા કરે છે માટે જ્ઞાન