________________
ગાથા : ૧૩૩ થી ૧૪૧
અધ્યાત્મમતપરીક્ષા
સ્વકથનની પુષ્ટિ કરતાં સિદ્ધાંતપક્ષી કહે કે –
‘ન ચ’ શુદ્ધાશુદ્ધની વ્યવસ્થા હોવાને કારણે જ તેનો = ચારિત્રનો, જ્ઞાનથી અતિરેક = પૃથક્ભાવ, છે એમ ન કહેવું. કેમ કે શુદ્ધાશુદ્ધ વ્યવસ્થાની પણ ત્યાં = જ્ઞાનમાં, જ વિશ્રાંતિ છે.
૬૬૯
ભાવાર્થ :- ચારિત્રને ઉપયોગરૂપે સ્વીકારીએ તો ઉપયોગ એ જ્ઞાનસ્વરૂપ છે માટે ચારિત્ર જ્ઞાનથી પૃથક્ પ્રાપ્ત થશે નહિ. તેથી જ્ઞાનસ્વરૂપ ચારિત્ર કહેવાથી સિદ્ધાંતપક્ષને જ્ઞાનમાત્ર સિદ્ધમાં અભિમત છે તેથી તેને ઇષ્ટાપત્તિરૂપ જ છે, પરંતુ સંપ્રદાયપક્ષને સિદ્ધમાં જ્ઞાન અને ચારિત્ર ઉભય અભિમત છે તે સિદ્ધ થશે નહિ.
વળી સ્વકથનની પુષ્ટિ કરતાં સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે કે, “શુદ્ધાશુદ્ધની વ્યવસ્થા વડે કરીને જ ચારિત્ર જ્ઞાનથી પૃથક્ છે એમ ન કહેવું.” એનું તાત્પર્ય એ છે કે શુદ્ધોપયોગ છે તે ચારિત્રરૂપ છે, અને અશુદ્ધોપયોગ છે તે જ્ઞાનનો ઉપયોગ છે, માટે ઉપયોગની શુદ્ધ-અશુદ્ધની વ્યવસ્થા છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જ્ઞાનથી ચારિત્ર પૃથક્ છે.
અહીં વિશેષ એ છે કે ઉપયોગ જ્ઞાનસ્વરૂપ છે, પરંતુ અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિસ્વરૂપ જ્યારે ઉપયોગ વર્તતો હોય ત્યારે તે અજ્ઞાનનો ઉપયોગ છે, અને તત્ત્વ-અતત્ત્વનું સમ્યગ્ પરિચ્છેદન જે ઉપયોગમાં હોય તે જ્ઞાનનો ઉપયોગ છે. તે જ્ઞાનનો ઉપયોગ પણ કષાયના સંશ્લેષવાળો હોય તો શુદ્ધ હોતો નથી અને કષાયના સંશ્લેષ વગરનો હોય તે શુદ્ધ હોય છે. આ ત્રણે ઉપયોગો જીવના જ્ઞાન સ્વરૂપ છે (૧) વિપરીત જ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે (૨) સમ્યક્ત્વકાલીન જ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે (૩) કષાયસંશ્લેષ વગરનો જે જ્ઞાનનો ઉપયોગ છે તે ચારિત્રનો ઉપયોગ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, કષાયસંશ્લેષવાળા યથાર્થ જ્ઞાનનો ઉપયોગ એ જ્ઞાનસ્વરૂપ છે, અને કષાયસંશ્લેષવગરના યથાર્થ જ્ઞાનનો ઉપયોગ ચારિત્રસ્વરૂપ છે. આ રીતે શુદ્ધાશુદ્ધની વ્યવસ્થાથી જ્ઞાન કરતાં ચારિત્રનો ભેદ છે, એ પ્રકારે સંપ્રદાયપક્ષી કહે તો સિદ્ધાંતપક્ષી કહે છે કે એમ ન કહેવું. કેમ કે શુદ્ધાશુદ્ધ વ્યવસ્થાની પણ જ્ઞાનમાં જ વિશ્રાંતિ છે. એમ કહ્યું તેનો ભાવ એ છે કે, જ્યારે જીવને કેવલજ્ઞાન પ્રગટે છે ત્યારે સમ્યક્ત્વકાલીન જે અશુદ્ધ જ્ઞાનનો ઉપયોગ હતો, અને ચારિત્રકાલીન જે શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ હતો, તે બંને કેવલજ્ઞાનમાં વિશ્રાંત થાય છે. તેથી છદ્મસ્થાવસ્થામાં શુદ્ધાશુદ્ધ ઉપયોગની અપેક્ષાએ જ્ઞાન અને ચારિત્રનો ભેદ કરી શકાય, તો પણ, કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી શુદ્ધાશુદ્ધની અપેક્ષાએ કેવલજ્ઞાનથી પૃથક્ ચારિત્ર પ્રાપ્ત થાય નહિ; માટે સિદ્ધમાં ચારિત્ર નથી. આ પ્રકારનો સિદ્ધાંતકા૨નો આશય છે.
દર સિદ્ધાંતપક્ષીના ઉક્ત કથનનું નિરાકરણ ગાથા ૧૪૧માં કરેલ છે. અને ગાથા ૧૪૧માં જણાવેલ સમાધાનને, ‘કૃતિ શ્વેત્ ? ન, જ્ઞાનચારિત્રયોરુપયોગ પત્યું .. થ ન સિદ્ધાનાં સિદ્ધિોધમધ્યાહ્તે ?’થી બતાવે છે –
ટીકાર્ય :- ‘ન' સિદ્ધાંતપક્ષીના ઉક્ત કથનનું નિરાકરણ કરતાં સંપ્રદાયપક્ષી કહે છે કે એ વાત બરાબર નથી. ‘જ્ઞાનચારિત્રયો:’ કેમ કે જ્ઞાન-ચારિત્રના ઉપયોગરૂપપણામાં કાર્ય-કારણના વિભાગથી જ ભેદ છે.
૬.
श्री दशवैकालिक सूत्र - ४ - १०, अस्य पूर्वार्ध: - पढमं नाणं तओ दया एवं चिट्ठइ सव्व संजए । प्रथमं ज्ञानं ततो दयैवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति किं वा ज्ञास्यति छेकपापकम् ॥