________________
૩૯૮
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૮૦-૮૧
વૈરાગ્યવાળી હોય અને બંનેને અશાતાવેદનીય ભિન્નભિન્ન પ્રકારનું હોય, અર્થાત્ એક વ્યક્તિને અશાતાવેદનીય અલ્પમાત્રાનું હોય અને બીજી વ્યક્તિને તીવ્ર માત્રાનું હોય, તો તેના કારણે તેઓને જે દુઃખની અલ્પતા કે તીવ્રતાની પ્રાપ્તિ છે તે થઇ શકે નહિ; કેમ કે મોહના અંશથી બન્નેમાં સમાનતા છે, તેથી મોહથી જ દુઃખ પેદા થતું હોય તો બન્નેને સમાન જ દુઃખ પેદા થવું જોઇએ; પરંતુ દુઃખમાં જે ભેદ દેખાય છે તેનું કારણ બંનેમાં વર્તતા અશાતાવેદનીયના કર્મનો ભેદ જ કારણ છે. માટે કેવલીને મોહ નહિ હોવા છતાં ક્ષુધા-તૃષાઆપાદક અશાતાવેદનીયકર્મના ઉદયથી ક્ષુધા-તૃષા સ્વીકારવાં જ ઉચિત છે. II૮૦॥
અવતરણિકા :- અથ તૃોત્પત્તિપ્રજારમાદ
અવતરણિકાર્ય :- ગાથા ૮૦માં સિદ્ધ કર્યું કે ક્ષુધા અને તૃષારૂપ દુઃખ કરતાં મોહજન્ય જે ખાવાની અને પીવાની ઇચ્છારૂપ તૃષ્ણા છે તે જુદી છે. તેથી હવે તે તૃષ્ણા કઇ રીતે ઉત્પન્ન થાય છે તે બતાવતાં કહે છે
ગાથા:
मोहाभिणिवेसेणं चउहि वि उमकोट्टयाइहेऊहिं । पगरिसपत्ता तण्हा जायइ आहारसण्णत्ति ॥ ८१ ॥ ( मोहाभिनिवेशेन चतुर्भिरवमकोष्ठतादिहेतुभिः । प्रकर्षप्राप्ता तृष्णा जायत आहारसंज्ञेति ॥८१॥
ગાથાર્થ ઃ- મોહના અભિનિવેશને કારણે અવમકોષ્ઠાદિ ચાર હેતુઓથી પ્રકર્ષપ્રાપ્ત આહારસંશા તૃષ્ણા થાય છે.
टीst :- आहारसंज्ञा ह्याहाराभिलाषः क्षुद्वेदनीयोदयप्रभवः खल्वात्मपरिणाम इत्युक्तमावश्यकवृत्यादौ। अयं च शरीरानुरागार्थिताद्यौपाधिकतया यद्यपि मोहाभिव्यक्तः, तदुक्तं- 'संज्ञानं संज्ञा मोहाभिव्यक्तं चैतन्यमिति' तथापि क्षुद्वेदनीयोदयाऽसाधारणहेतुकतया तथोक्तः । स चावमकोष्ठताक्षुद्वेदनीयोदयमतितदर्थोपयोगैश्चतुर्भिः समुदितैर्हेतुभिरुपजायते । तथा च पारमर्षं [ श्री स्थानांगसूत्र- ४/३५६ ]१ चउहिं ठाणेहिं आहारसण्णा समुप्पज्जइ, उमकोट्टयाए, छुहावेदणिज्जस्स णं कम्मस्स उदएणं, मतीए, तदट्ठोवओगेणं ति। तत्र मतिराहारश्रवणादिभ्यो भवति, तदर्थोपयोगस्त्वाहारमेवानवरतं चिन्तयत इति व्याख्यातम्। सेयमाहारसंज्ञा स्वकारणप्रकर्षादवाप्तप्रकर्षा तृष्णेति भण्यते । सा च निरन्तरोपसर्पदिष्टविषयसंयोगाभिलाषसन्ततिरूपार्त्तध्यानमयत्वमास्कन्दन्ती प्रकृष्टदुःखाङ्कुरस्य बीजभूता भवति ॥ ८१ ॥
ટીકાર્ય :-‘આહારસંજ્ઞા’- આહારસંશા આહારના અભિલાષરૂપ ક્ષુધાવેદનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ આત્માનો પરિણામ છે, એ પ્રમાણે આવશ્યકવૃન્ત્યાદિમાં કહેલું છે, અને આ=આહારનો અભિલાષ, શરીરના અનુરાગથી થયેલી અર્થિતાદિરૂપ ઉપાધિપણું હોવાને કારણે જો કે મોહથી અભિવ્યક્ત છે, તો પણ ક્ષુધાવેદનીયના ઉદયનું અસાધારણહેતુપણું હોવાને કારણે તથા=ક્ષુધાવેદનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામરૂપ, આવશ્યકવૃન્ત્યાદિમાં કહેલ છે.
चतुर्भिः स्थानैराहारसंज्ञा समुत्पद्यते - अवमकोष्ठतया, क्षुधावेदनीयस्य कर्मण उदयेन, मत्या, तदर्थोपयोगेन ।
o.