________________
• • • • • • • • •
:
: : : : : :
૩૯૨ અધ્યાત્મમત પરીક્ષા. . . . .
ગાથા - ૭૯ વૈચિત્રમાં કારણ નથી. જ્યારે આહારપર્યાપ્તિ જેવા પ્રકારની હોય એ પ્રકારે જ ગ્રહણ કરેલો પદાર્થ લોહી આદિરૂપે કે મલાદિરૂપે પરિણામ પામે અને આહારપર્યાપ્તિમાં વિલક્ષણતા હોય તો અમુક પ્રકારના પદાર્થો ધાતુ આદિરૂપે પરિણામ પામે જ્યારે અન્ય પ્રકારનાં દ્રવ્યો વિકૃતિનાં કારણ બને છે. આ રીતે આહારપરિણામના વૈચિત્ર્યમાં આહારપર્યાતિ નિયામક છે અને વેદનીયના વૈચિત્ર્યથી ક્ષુધાતૃષાનું વૈચિત્ર્ય છે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખી ગ્રંથકારે ‘સત્ય'થી તેનો સ્વીકાર કર્યો, તો પણ 'તથાપિ'થી ગ્રંથકારે જે કહ્યું તેનું તાત્પર્ય આ પ્રમાણે છેતથાપિ' – પૂર્વપક્ષીએ જે કહ્યું તે પ્રમાણે આહારપર્યાપ્તિનું વૈચિત્ર્ય અશનપરિણામના વૈચિત્ર્યમાં જ ઉપયોગી છે માટે તે વાત જ્યુત છે, અર્થાત્ પ્રગટ છે, અને સ્થૂત એવા આહારપર્યાપ્તિના વૈચિત્ર્યથી જ સુધાતૃષાનું વૈચિત્ર્ય સંગત થાય છે, તે આ રીતે – જેવા પ્રકારની આહારપર્યાપ્તિ હોય તેને અનુરૂપ જ અંદરમાં જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે, તો જ ગ્રહણ કરાયેલો આહાર કે પાણી ધાતુરૂપે સમ્યફ પરિણામ પામી શકે, માટે તે પર્યાતિને અનુરૂપ તીવ્રમંદ આદિ મુધાના પરિણામો પેદા થાય, કેમ કે તીવ્ર પર્યાતિનો ઉદય હોય તો જઠરાગ્નિ તીવ્ર પ્રદીપ્ત થાય, તેથી સુધા પણ તીવ્ર લાગે. તે જ રીતે જેવા પ્રકારની આહારપર્યાપ્તિ હોય તેવા જ પ્રકારનો જઠરાગ્નિ પ્રદીપ્ત થવાથી તૃષાનો પરિણામ પણ તેને અનુરૂપ જ પ્રાપ્ત થશે. માટે સુધાતૃષાનું વૈચિત્ર્ય અને તરતમતા પણ આહારપર્યાપ્તિના વૈચિત્ર્યથી જ સંગત થઈ જશે. તેથી અશાતાવેદનીય સામાન્યથી જ અશાતાના પ્રતિ હેતુ છે તેમ માનવું ઉચિત છે.
જેમ ઘટ, રમકડાં આદિ માટીમાંથી થનારા પદાર્થો પ્રત્યે માટી સામાન્ય કારણ છે, તેમ જીવમાં થનારી સુધાતૃષા આદિરૂપ સામાન્ય અશાતા પ્રતિ અશાતા કારણ છે. તે માટીને ઘટની સામગ્રી મળે તો ઘટ નિષ્પન્ન થાય અને રમકડાંની સામગ્રી મળે તો રમકડાં નિષ્પન્ન થાય; તેમ સુધા પેદા કરવાને અનુકૂળ આહારપર્યાપ્તિની સામગ્રી મળે તો સુધારૂપ અશાતા પેદા થાય, અને તૃષો પેદા કરવાને અનુકૂળ આહારપર્યાતિરૂપ સામગ્રી મળે તો તૃષારૂપ અશાતા પેદા થાય છે. તે જ રીતે સુધા-તુષાની તીવ્રતા-મંદતા પણ આહારપર્યાતિરૂપ સામગ્રીના ભેદથી થાય છે. તેથી ક્ષુધાતૃષા પ્રત્યે અશાતાવેદનીય સામાન્યરૂપે કારણ છે અને આહારપર્યાપ્તિ વિશેષરૂપે કારણ છે; અર્થાત્ જેવી આહારપર્યામિ વિશેષ હોય તે પ્રકારે સુધાતષાદિરૂપ વિશેષની પ્રાપ્તિ થાય. માટે અશાતાવેદનીયના ઉદયના વૈચિત્ર્યથી જ ક્ષુધાતૃષાનું વૈચિત્ર્ય નથી, તો પણ અશાતા વેદનીયનો ઉદય અને આહારપર્યાપ્તિ એ ઉભયથી જન્ય સુધાતૃષા છે.
દુર્થ' – તે આ અભિપ્રાયને સામે રાખીને‘દયથી જે ઉદ્ધરણ કહ્યું તેનો ભાવ એ છે કે, અશાતાવેદનીયકર્મ અને આહારપર્યાપ્તિ આ બંનેમાંથી પ્રત્યેક એવા બંને પણ તે પ્રકારે યુક્ત નથી, અર્થાત્ કેવલ અશાતાવેદનીયકર્મના વૈચિત્ર્યથી ક્ષુધા-તૃષાનું વૈચિત્ર્ય થાય છે અથવા કેવલ આહારપર્યાપ્તિના વૈચિત્ર્યથી ક્ષુધા-તૃષાનું વૈચિત્ર્ય થાય છે તે પ્રકારે યુક્ત નથી. (પરંતુ આહારપર્યાપ્તિ અને અશાતાવેદનીયકર્મ એ બંનેથી ક્ષુધા-તૃષાનું વૈચિત્ર્ય થાય છે તે યુક્ત છે.) ‘મચથી' - 'ચા'થી ગ્રંથકારે જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષીએ નથી શંકા કરી તે પ્રમાણે માનીએ તો, અશાતા વેદનીયના ઉદયના વૈચિત્ર્યથી જ ક્ષુધાતૃષાનું વૈચિત્ર્ય સંગત થઇ જાય છે. તેથી આહારપર્યાપ્તિ સુધાતૃષા પ્રત્યે અન્યથાસિદ્ધ થઈ જાય, અર્થાત્ આહારપર્યાતિને સુધા-તૃષા પ્રત્યે કારણરૂપ માનવાની આવશ્યકતા રહેતી નથી. તેથી શાસ્ત્રોમાં આહારપર્યાતિને કારણ કહેનારાં શાસ્ત્ર વચનોનું અનુચિતપણું સિદ્ધ થશે.