________________
૩૯૦ અધ્યાત્મમત પરીક્ષા
ગાથા -૭૮-૭૯ ‘તાવ'- આથી કરીને જ કહ્યું છે કે, તથાવિધ આહારપર્યાપ્તિનામકર્મનો ઉદય અને વેદનીયના ઉદયથી પ્રબળ પ્રજવલન પામતા એવા ઔદર્યજવલનથી ઉપતપ્યમાન જ પુરુષ આહાર કરે છે. III
ભાવાર્થ:- તાત્પર્ય એ છે કે સુધાદિ બે પ્રકારનાં છે. એક સુધાસામાન્ય અને એક સુધાવિશેષ છે. તેમાં કોઇક એવી જાતિ છે અને તે ક્ષુધા ભોજનની જનક છે અને મોહથી જન્ય છે. માટે તે સુધાવિશેષમાં ભોજનજનકતા છે અને મોહજન્યતા છે; અને સુધાદિવિશેષમાં રહેલી કોઈક જાતિવિશેષ છે, જે ભોજનજનકતાવચ્છેદિકા અને મોહજન્યતાવચ્છેદિકા છે. અને કેવલીમાં મોહ નહિ હોવાથી મોહજન્ય ક્ષુધાવિશેષ નથી, પરંતુ સુધાસામાન્ય છે. અને તે સુધાસામાન્યમાં પરીષહનની યોગ્યતા છે, અર્થાત પરીષહ પેદા કરવાની યોગ્યતા છે તો પણ તે ક્ષુધા સામાન્ય પરીષહરૂપ નથી, અને પરીષહનની યોગ્યતાને કારણે પરીષહ શબ્દનો વ્યપદેશ ત્યાં થાય છે. આ જ અભિપ્રાયને સામે રાખીને છાયારૂપ જ તેઓને પરીષહો છે એમ પણ કોઈક કહે છે. તેનું તાત્પર્ય એ છે કે કેવલીમાં ભોજનની જનક અને મોહથી જન્ય એવી ક્ષુધા નથી કે જેની અંદર પરીષહશબ્દનો વ્યપદેશ કરી શકાય, પરંતુ સુધાસામાન્યનો જનક એવો મંદતમ વેદનીયજન્ય પરિણામ છે કે જેની અંદર પરીષહશબ્દનો વ્યપદેશ થાય છે. તેથી વાસ્તવિક પરીષહ કેવલીમાં નથી પરંતુ છાયારૂપ જ પરીષહો છે; અને તેને સામે રાખીને જ તત્ત્વાર્થનું સૂત્ર છે એમ કોઈક કહે છે. ગ્રંથકાર ‘સૈવથી તેનું નિરાકરણ કરે છે. તેનું તાત્પર્ય એ છે કે પૂર્વપક્ષીએ સુધાવિશેષને ભોજનજનક અને મોહજન્ય કહેલ છે, પરંતુ વાસ્તવિક રીતે સુધાવિશેષ ભોજનજનક નથી પરંતુ પ્રયોજક છે; અને મોહજન્ય પણ નથી, પરંતુ તેવા પ્રકારના આહારપર્યાપ્તિ અને સુધાવેદનીયના ઉદયને કારણે પ્રજવલિત થયેલ ઉદરના જવલનનો જે પિતાપ છે તેનાથી જન્ય છે. માટે પૂર્વપક્ષીનું કથન સમ્યફ નથી.
અહીં વિશેષ એ છે કે તેવા પ્રકારની આહારપર્યાપ્તિ અને વેદનીયનો ઉદય કેવલીને પણ છે, તેથી કેવલીને સુધા-તૃષા લાગે છે. અને ક્ષુધા-તૃષા લાગેલ હોવા છતાં તપસ્વીઓ આહાર કરતા નથી, તેથી ક્ષુધા-તૃષાવિશેષ આહારજનક કહી શકાય નહિ, પરંતુ પ્રયોજક કહી શકાય. અને મોહ વગર પણ અપ્રમત્ત મુનિ આહાર કરે છે, તેથી મોહજન્ય પણ ક્ષુધા-તૃષાવિશેષ છે એમ કહી શકાય નહિ. માટે પૂર્વપક્ષીની વાત બરાબર નથી. અને ક્ષુધાતૃષા આહારપાણી ગ્રહણ કરવામાં પ્રયોજક છે, અને તથાવિધ આહારપર્યાપ્તિ અને વેદનીયના ઉદયથી પ્રજવલિત ઉદરજવલનના ઉપતાપથી સુધા-તૃષા જન્ય છે, તે બતાવવા માટે જ “ગત વોરું' થી સાક્ષીપાઠ આપેલ છે કે, તથાવિધ આહારપર્યામિનામકર્મનો ઉદય અને વેદનીયના ઉદયથી પ્રબળ રીતે પ્રજવલિત થયેલા ઉદરાગ્નિથી ઉપતપ્યમાન=સુધાથી પીડા પામતો, એવો પુરુષ આહાર કરે છે. III
ઉત્થાન - પૂર્વશ્લોકમાં “પૈવ'થી કહ્યું કે સુધા-તૃષા તથાવિધ આહારપર્યાપ્તિ અને અશાતાવેદનીયના ઉદયથી પ્રજવલિત એવા ઉદરજવલનના ઉપતાપથી જન્ય છે, તેની પુષ્ટિ કરતાં તેના વિષયમાં કોઇકની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે
અવતરણિકા - નશ્વસાતવેરનીયોવવૈવિવેવ ક્ષwયર્વેરિત્ર્ય, સાહારપffસવૈચિંતુ गृहीताशनपानयोः परिणामवैचित्र्य एवोपयोक्ष्यत इति चेत्? सत्यं, तथाप्यशनपरिणामवैचित्र्यार्थमवश्यक्लृप्तात् पर्याप्तिवैचित्र्यादेव तद्वैचित्र्योपपत्तावसातवेदनीयस्य सामान्यत एवासातहेतुत्वौचित्यात्