________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૭૮
૩૮૮ ભાવાર્થ ઃનેવિ’-તાત્પર્ય એ છે કે જે કોઇ વ્યક્તિમાં પરીષહ વર્તતા હોય છે ત્યારે તે વ્યક્તિમાં વર્તતો પ્રતિકૂળવેદનરૂપ પરીષહ નામનો પરિણામ છે, તે જ પરીષહ શબ્દથી વાચ્ય બને છે; અને તેમાં પરીષહત્વ નામનો ધર્મ, સાક્ષાત્ સંબંધરૂપ સમવાય સંબંધથી કે સ્વરૂપ સંબંધથી કે વિવક્ષા વિશેષથી કથંચિદ્ તાદાત્મ્ય સંબંધથી હોય છે તે સંબંધવિશેષથી, પરીષહત્વવિશિષ્ટ પરીષહ નામનો પદાર્થ છે; અને તે પરીષહ નામના પદાર્થનો વાચક એવા પરીષહશબ્દનો ‘ાવશનિને’૯/૧૧ તત્ત્વાર્થસૂત્રમાં અનુષંગ=પૂર્વસૂત્રમાંથી અનુવૃત્તિ, છે; તેથી સંબંધાંતરથી જિનમાં પરીષહત્વવિશિષ્ટ પરીષહની ઉપસ્થિતિ સંભવે નહિ; કેમ કે જિનમાં વાસ્તવિક પરીષહ નથી એમ પૂર્વપક્ષી કહે છે. તેથી સંબંધાંતરથી પરીષહની કલ્પના કરી કેવલીમાં પરીષહનો ઉપચાર કરવો તે ઉચિત નથી.
અહીં વિશેષ એ છે કે તત્ત્વાર્થ સૂત્ર ૯/૯માં પરીષહનું વર્ણન કર્યું છે ત્યાં, જે વ્યક્તિમાં પરીષહ રહેલા છે તે પરીષહમાં સાક્ષાત્ સંબંધથી પરીષહત્વ રહે છે, અને તેવા પરીષહવાળા ધર્મને જ ગ્રહણ કરીને કોનામાં કેટલા પરીષહ છે તેનું વર્ણન કરેલ છે. તેથી સાક્ષાત્ સંબંધથી પરીષહમાં વર્તતા પરીષહત્વને છોડીને, પરંપરા સંબંધથી પરીષહત્વવિશિષ્ટ વસ્તુને ગ્રહણ કરીને, પૂર્વપક્ષી જિનમાં અગિયાર પરીષહનો ઉપચાર કરે છે, તે તેની ભ્રાંતિ છે; અને તેણે માનેલો પરંપરા સંબંધ આ રીતે છે
જેમ ઘટમાં ઘટત્વ સાક્ષાત્ સંબંધથી રહે છે અને ઘનિષ્ઠ જલમાં ‘સ્વાધિષ્ઠરના ઘેયત્વ' સંબંધથી ઘટત્વ રહે છે, તેમ પરીષહમાં પરીષહત્વ સાક્ષાત્ સંબંધથી રહે છે, અને ‘સ્વાધિરળનનવેવનીયમંત્ાિમનન્યપરિણામત્વ' સંબંધથી કેવલીમાં વર્તતા મંદ પરિણામમાં પણ પરીષહનો ઉપચાર પૂર્વપક્ષી કરે છે. અહીં ‘સ્વ’ શબ્દથી પરીષહત્વ ગ્રહણ કરવાનું છે. તેનું અધિકરણ પરીષહ છે, તેનું જનક વેદનીયકર્મ છે, અને તત્સંદેશ વેદનીયકર્મનો મંદ ઉદય કેવલીમાં છે, અને તેનાથી જન્ય જે મંદ આકુલતા કેવલીમાં વર્તે છે તે રૂપ મંદ પરિણામમાં તેવા પ્રકારનું પરિણામત્વ રહેલુ છે; અને આ સંબંધથી પરીષહત્વ કેવલીની આકુળતામાં પ્રાપ્ત થશે; અને તેને સામે રાખીને કેવલીમાં અગિયાર પરીષહ કહેનારું તત્ત્વાર્થસૂત્ર ‘જાવશ નિને’ ૯/૧૧ છે, એમ પૂર્વપક્ષીનું કહેવું છે. પરંતુ ગ્રંથકાર કહે છે કે તે ઉચિત નથી. તે આ રીતે
જેમ કોઇ પૂછે કે ઘટ કોને કહેવાય? ત્યારે સાક્ષાત્ સંબંધથી જેમાં ઘટત્વ રહેલું છે તેનું જ ગ્રહણ થાય, અર્થાત્ ઘટત્વથી વિશિષ્ટ ઘટ કહેવાય; પરંતુ પરંપરા સંબંધથી ઘટવર્તી જલમાં ઘટત્વને ગ્રહણ કરીને જલને ઘટ શબ્દથી વાચ્ય કરી શકાય નહીં. તે જ રીતે તત્ત્વાર્થકારે જે પરીષહો કહેલા છે, તે સાક્ષાત્ જે પ્રતિકૂળ વેદનીય પરિણામ છે તેને જ ગ્રહણ કરીને કહેલ છે. પરંતુ જે પ્રતિકૂળ વેદનીયરૂપ નથી અને મંદતમ વેદનીયજન્ય આકુળતાનો પરિણામ છે, તેમાં પરંપરા સંબંધથી પરીષહત્વને લાવીને જિનમાં અગિયાર પરીષહો છે, એ પ્રકારનું કથન અસમંજસ પ્રલાપ છે.
‘અન્યથા’ - યદ્યપિ આ રીતે અનુષંગથી પ્રાપ્ત પરીષહશબ્દથી પરીષહત્વવિશિષ્ટની ઉપસ્થિતિ અન્ય સંબંધથી થઇ શકે નહિ, તો પણ પૂર્વપક્ષીને અતિઆગ્રહ હોય અને તે સ્વીકારી લઇએ તો પણ બીજો દોષ આવે છે, તે ‘અન્યથા'થી ગ્રંથકાર કહે છે- સંબંધાંતરથી પરીષહત્વવિશિષ્ટની ઉપસ્થિતિ થઇ શકે છે તેમ માનો, તો કર્માંતરજન્ય આકુળતામાં પણ પરીષહના ઉપચારનો પ્રસંગ આવશે; એ પ્રમાણે ગ્રંથકારે કહ્યું તેનો ભાવ એ છે કે, પૂર્વપક્ષીને પરીષહના જનક એવા અશાતાવેદનીયના મંદતમ પરિણામમાં પરીષહનો ઉપચાર ઇષ્ટ છે, કેમ કે