________________
૩૮૬ .......................:::::
........ અધ્યાત્મમત પરીક્ષા.............. ગાથા ૭૮ આ પ્રકારનાં બધાં વ્યાખ્યાનો તત્ત્વાર્થસૂત્ર ઉપરની દિગંબરની રાજવાર્તિક વગેરે ટીકામાં કરેલ છે, જે તત્ત્વાર્થકારના સ્વામિત્વની ચિંતાના અવસરથી જ અસંગત છે તેમ નક્કી થઈ જાય છે.
ઉત્થાન -સ્વામિત્વની ચિંતામાં સંગત થાય તે રીતે અગિયાર પરીષહની સંગતિ કેવલીમાં કરવા પૂર્વપક્ષી પ્રયાસ કરે છે તે બતાવીને તેનું નિરાકરણ કરે છે
ટીકા - પર્વર વેનીયાત્મવીરપસન્દ્રાવેશ પરીષહ વનિત્યુપર્યન્ત તિ વ્યસ્થાનમ નદ निमज्जतः काशकुशावलम्बनप्रायं द्रष्टव्यम्, उपचारानुपचाराभ्यामेकप्रघट्टेन स्वामित्वचिन्ताऽनौचित्यात्, अन्यथा मोहसत्त्वमात्रेणोपशान्तवीतरागेऽपि द्वाविंशतिपरीषहाभिधानप्रसङ्गात्। 'असाधारणकारणमेवोपचारनिबन्धनमिति चेत्? न, तत्सत्त्वस्य वस्तुसत्कार्येणैव व्याप्तत्वात्।
ટીકાર્ય -“વંચ' અને આ પ્રમાણે=સ્વામિત્વની ચિંતાના અવસરમાં “સનિ' અધ્યાહાર કરવો તે વિપરીત વ્યાખ્યાન છે એમ કહ્યું એ પ્રમાણે, વેદનીયાત્મક કારણ હોવાથી અગિયાર પરીષહોનો કેવલીમાં ઉપચાર કરાય છે એ પ્રમાણે વ્યાખ્યાન પણ નદીમાં ડૂબતા માણસને કાશકુશના અવલંબનપ્રાયઃ જાણવું. તેમાં હેતુ કહે છેઉપચાર-અનુપચાર દ્વારા એક પ્રઘટ્ટકથી સ્વામિત્વની ચિંતાનું અનુચિતપણું છે. ‘મન્યથા' - અન્યથા–ઉપચાર-અનુપચાર દ્વારા એક પ્રઘટ્ટકથી સ્વામિત્વની ચિંતા અનુચિત છે એમ ન માનો અને ઉચિત છે એમ માનો તો, મોહસત્ત્વમાત્રથી ઉપશાંત વીતરાગમાં પણ બાવીસ પરીષહના અભિધાનનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ઉત્થાન - ઉપશાંત વીતરાગને બાવીસ પરીષદોની આપત્તિના નિવારણ માટે પૂર્વપક્ષી કહે છે
ટીકાર્ય -મસાધાર'-અસાધારણ કારણ જ ઉપચારનું કારણ છે; તેને ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે તત્સત્ત્વનું અસાધારણકારણના સત્ત્વનું, વસ્તૃસત્કાર્યની સાથે જ વ્યાપ્તપણું છે. અર્થાત્ વસ્તુરૂપે સત્રવિદ્યમાન, કાર્યની સાથે જ વ્યાપ્તપણું છે.
ભાવાર્થ -'૩પવાર' ઉપચાર-અનુપચાર દ્વારા એક પ્રઘટ્ટકથી સ્વામિત્વની ચિંતાનું અનુચિતપણું છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, “ શનિને' ૯/૧૧ સૂત્રની પૂર્વનું સૂત્ર છે તેમાં પરીષહોનું જે કથન છે તે અનુપચરિત છે અને ૯/૧૧ પછીના સૂત્રમાં પણ અનુપચરિત કથન છે તેમ કહેવું, અને પ્રસ્તુત સૂત્ર ૯/૧૧
“ાનને' એ સૂત્રમાં પરીષહોનું કથન ઉપચરિત છે તેમ કહેવું, તે એક સંબંધ બતાવતા પ્રકરણના સૂત્રોના સમુદાયમાં ઉચિત ન ગણાય. અર્થાત્ પરીષહના સ્વામી કોણ એ વાત બતાવતું પ્રકરણ ચાલે તેમાં, તે સંબંધી બીજાં સૂત્ર અનુપચરિત અને પ્રસ્તુત સૂત્ર ઉપચરિત છે તેમ અર્થઘટન કરીને, દિગંબરો કેવલીને વાસ્તવિક ક્ષુધા-તૃષા નથી છતાં અાવશ નિને'એ સૂત્રમાં ઉપચારથી અગિયાર પરીષહો કહ્યા છે એમ કહે છે, તે ઉચિત નથી.