________________
૩૭૨
. અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૭૩-૭૪ s:- इदमत्र तात्पर्यं- यथाऽशरीरभावनया शरीरममत्वनिवृत्तिरेवेति तदत्यन्तोत्कर्षात्तदत्यन्तापकों, नतुशरीरात्यन्तापकर्षोऽपि,क्वचित्तदपकर्षस्य दृढतरतपःपरिशीलनाद्यौपाधिकत्वात् तथाऽभोजनभावनाऽत्यन्तोत्कर्षादपि तदृनुताद्यत्यन्तापकर्ष एव सिद्ध्यति न तु भोजनात्यन्तापकर्षोपि, क्वचित्तदपकर्षस्य तपोऽर्थिताद्यौपाधिकत्वादिति किमधिकबालबोधप्रयासेन? एवं जरातङ्कजन्मान्तकखेदानामपि कैवल्याऽप्रतिपन्थित्वात्तद्दोषत्वाभिधानमपि पामरशिशुप्रतारणमात्रम्! न च तज्जन्ममरणाभावः केवलिनि संभवत्यपि, जन्ममरणान्तराभावस्तु तत्कारणाभावपर्यवसितः सन् रागाद्यभावान्नाधिकीभवितुमुत्सहते। इतरजनसाधारण्यमात्रेण खेदादिनां दोषत्वोक्तौ च मनुष्यत्वादीनामपि दोषत्वमुक्तिसहं स्यादिति वार्तामात्रमेतत्।।७३॥७४॥ ટીકાર્ય - “ફમત્ર તાત્પર્ય' - અહીં આ પ્રમાણે તાત્પર્ય છે
જેમ અશરીરભાવના વડે શરીરના મમત્વની નિવૃત્તિ જ છે, એથી કરીને તેના અત્યંત ઉત્કર્ષથી = અશરીરભાવનાના અત્યંત ઉત્કર્ષથી, તેનો અપકર્ષ થાય છે=શરીરના મમત્વનો અપકર્ષ થાય છે, પરંતુ શરીરનો અત્યંત અપકર્ષ પણ થતો નથી. ઉત્થાન :- અશરીરભાવનાને ભાવતા તપસ્વીનું શરીર અપકૃષ્ટ થયેલું દેખાય છે, તેથી કહે છેટીકાર્ય - ‘વિત્' - ક્યારેક તેના અપકર્ષનું=શરીરના અપકર્ષનું, દઢતર તપપરિશીલનાદિના કારણે ઔપાયિકપણું છે. દર “ઢત તા:રિશીત્તનાદપધિત્વીત્' - અહીં તૃતીયાથી સમાસ ખોલવો, સમાસમાં હેતુ અર્થક તૃતીયા સમજવી. ‘તથડમોનન'-તે પ્રમાણે અભોજનભાવનાના અત્યંત ઉત્કર્ષથી પણ તદ્ગખુતાદિનો અત્યંત અપકર્ષ=ભોજનની ગૃદ્ધિ=આસક્તિ, આદિનો અત્યંત અપકર્ષ, જ સિદ્ધ થાય છે; પરંતુ ભોજનનો અત્યંત અપકર્ષ પણ સિદ્ધ થતો નથી. ઉત્થાન :- અભોજનભાવનાથી ભાવિત થયેલા કેટલાક તપસ્વીઓનો આહાર ઓછો હોય છે, તે બતાવે છે કે તેઓને ભોજનનો અપકર્ષ થયેલ છે, તેથી કહે છે - ટીકાર્ય - “વિત્' - ક્વચિત્ તેના=ભોજનના, અપકર્ષનું તપના અર્થીપણાદિના કારણે ઔપાલિકપણું છે. એથી કરીને બાળને અધિક બોધ માટે પ્રયાસ વડે શું? ‘વં' - એ પ્રમાણે જરા, આતંક, જન્મ, મૃત્યુ, ખેદાદિનું પણ કૈવલ્યનું અપ્રતિપંથીપણું હોવાથી તેના=જરા આદિના, દોષપણાનું અભિયાન પણ પામર શિશુને ઠગવામાત્ર છે અને તર્જન્મ=ચરમ જન્મ અને ચરમ જન્મના મરણનો અભાવ કેવલીને પણ સંભવતો નથી જ. ઉત્થાન :- જન્માંતર અને અન્ય મૃત્યુનો અભાવ તો કેવલીને સંભવે છે, તેથી કહે છે