________________
ગાથા - ૭૩-૭૪
અધ્યાત્મમતપરીક્ષા
૩૭૧
ટીકાર્ય :- ‘પાપપ્રવૃતિ’– પાપપ્રકૃતિજન્યપણારૂપે તે બેનું–ક્ષુધાપિપાસાનું દોષપણું છે, એ પ્રમાણે વળી અવિચારકનું પ્રલપિત છે, તેમાં હેતુ કહે છે
પર વડે પણ કેવલીમાં તાદશપ્રકૃતિનો=કુરૂપ-૬ઃસ્વરાદિ પ્રકૃતિનો, સ્વીકાર કરેલ છે.
टी51 :- अथ प्रशस्तविपरीतभावनाप्रकर्षप्रयुक्तापकर्षशालित्वं दोषत्वं, तच्च रागादाविव च क्षुदादावप्यस्ति, दृश्यते वीतरागभावनातारतम्येन रागादेर्मन्दमन्दतरमन्दतमादिभाव इति तदत्यन्तोत्कर्षात्तदत्यन्तापकर्षोपि भगवतामित्येवमभोजनभावनातारतम्यात् सकृद्भोजनैकदिनपक्षमाससंवत्सराद्यन्तरितभोजनादिदर्शनात् तदत्यन्तोत्कर्षादात्यन्तिकक्षुद्भुक्त्याद्यपकर्षोऽपि तेषां युज्यते इति चेत् ? मैवं, अभोजनभावनाया भोजनभावनां प्रत्येव प्रतिपन्थित्वात्, तया तन्निवृत्तावपि क्षुद्धुक्त्याद्यनिवृत्तेः, न खलु तपस्विनां क्षुदेव न लगति, अपि तु तैः सा निरुध्यत इति। 'बुभुक्षानिरोधे भुक्तिरपि निरुध्यत' इति चेत् ? न, तस्यास्तदहेतुत्वादिति स्फुटीभविष्यत्यग्रे ।
ટીકાર્ય :- અથ'થી પૂર્વપક્ષી કહે છે કે પ્રશસ્ત એવી વિપરીત ભાવનાના પ્રકર્ષથી પ્રયુક્ત અપકર્ષશાલીપણું દોષત્વ છે અને તે દોષપણું રાગાદિની જેમ ક્ષુધાદિમાં પણ છે. ક્ષુધાદિમાં દોષત્વ કેમ છે તે બતાવે છે
વીતરાગભાવનાના તારતમ્યથી રાગાદિના મંદ, મંતર, મંદતમાદિ ભાવ થાય, એથી કરીને તેના= વીતરાગભાવનાના, અત્યંત ઉત્કર્ષથી તેનો=રાગાદિનો, અત્યંત અપકર્ષ પણ ભગવાનમાં દેખાય છે. એ પ્રમાણે અભોજનભાવનાના તારતમ્યથી એકવાર ભોજન, એકદિનાંતરિત, પક્ષાંતરિત, માસાંતરિત, વર્ષાંતરિત ભોજનાદિનું દર્શન થતું હોવાથી, તેના અત્યંત ઉત્કર્ષથી=અભોજનભાવનાના અત્યંત ઉત્કર્ષથી, આત્યંતિક ક્ષુધાભોજનાદિનો અપકર્ષ પણ તેઓને=કેવલીઓને, ઘટે છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે
‘અમોનન' – 'અભોજનભાવનાનું ભોજનભાવના પ્રત્યે જ પ્રતિપંથીપણું છે, તેના વડે=અભોજનભાવના વડે, ભોજનભાવનાની નિવૃત્તિમાં પણ ક્ષુધાભોજનાદિની અનિવૃત્તિ છે અને તેની પુષ્ટિ કરતાં કહે છે –
તપસ્વીઓને ક્ષુધા જ નથી લાગતી એવું નથી, પરંતુ તેઓ વડે—તપસ્વીઓ વડે, તે=ક્ષુધા, નિરોધ કરાય
છે.
‘નિશ્ચંત કૃતિ' અહીં ‘કૃતિ’શબ્દ ‘મૈવ’થી જે કથન કર્યું તેની સમાપ્તિ સૂચક છે. ‘તુમુલ્ત’–બુભુક્ષાના નિરોધમાં ભોજનનો પણ નિરોધ થાય છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો સિદ્ધાંતકાર તેને કહે છે કે એમ ન કહેવું.
‘તસ્યાસ્ત’ – કેમ કે તેનું=બુભુક્ષાનું, તહેતુપણું=ભોજનનું અહેતુપણું, છે, અર્થાત્ બુભુક્ષા ભોજનના હેતુભૂત નથી. બુભુક્ષાનો નિરોધ થાય તેને ભોજનનો પણ નિરોધ થાય એવો નિયમ નથી, એ વાત આગળ સ્પષ્ટ થશે.