________________
ગાથા - ૭૩-૭૪
અધ્યાત્મમતપરીક્ષા
૩૬૯
‘અન્ન ચ’- અને અહીંયાં, અર્થાત્ ‘તા: 'થી સાક્ષીરૂપે કહેલ શ્લોકમાં કેવલજ્ઞાન પ્રતિ સર્વે જ આ=દોષો, પ્રતિબંધક છે અથવા કેવલજ્ઞાન પ્રત્યે અજ્ઞાન, કેવલદર્શન પ્રત્યે નિદ્રા, ક્ષાયિકસમ્યક્ત્વ પ્રત્યે મિથ્યાત્વ,ક્ષાયિક ચારિત્ર પ્રત્યે અવિરતિ આદિ, ક્ષાયિક દાનાદિ લબ્ધિપંચક પ્રત્યે દાનાંતરાયાદિનું પૃથક્ જ પ્રતિબંધકપણું છે. ન ચેટ્' – અને આ=પ્રતિબંધકપણું, પરોક્ત=પ્રભાચંદ્રે કહેલ દોષોમાં સંભવતું નથી, જે કારણથી કામાદિની જેમ ક્ષુધાપિપાસાનું ચારિત્રપ્રતિબંધકપણું પ્રત્યક્ષથી દષ્ટ અને આગમ પ્રમાણથી ઇષ્ટ નથી, અર્થાત્ કામાદિ વિકારોથી ચારિત્રનો પ્રતિબંધ થાય છે તેમ ક્ષુધાપિપાસાથી ચારિત્રનો પ્રતિબંધ થતો નથી.
‘અનાથા’ – અન્યથા, અર્થાત્ ક્ષુધાપિપાસાથી ચારિત્રનો પ્રતિબંધ થાય તેમ માનો તો, તેના વડે જ–દિગંબર વડે જ, તે બેથી=ક્ષુધાપિપાસાથી, તદતિક્રમ=ચારિત્રનો અતિક્રમ, થવાનો પ્રસંગ આવે છે. (અને) તે બેનું= ક્ષુધાપિપાસાનું જ્ઞાનાદિપ્રતિબંધકપણું પણ નથી.‘પિ’થી એ સમુચ્ચય થાય છે કે ક્ષુધાપિપાસા ચારિત્રના પ્રતિબંધક થતા નથી, પણ જ્ઞાનાદિના પણ પ્રતિબંધક થતા નથી.
‘વાવષય’ – બલના અપચયજનકપણા વડે તેઓનું=ક્ષુધાપિપાસાનું, ઇર્યાસમિતિ આદિરૂપ ચારિત્રનું અને શ્રુતઅભ્યાસાદિરૂપ જ્ઞાનના વિરોધીપણાનું દૃષ્ટપણું હોવાથી, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક જ્ઞાનનું પ્રતિબંધકપણું પણ અનુમાન કરાય છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે - ‘અનમ્યાસાથે: ' – અનભ્યાસાદિની જેમ ક્ષુત્પિપાસાનું ક્ષાયિક જ્ઞાનાદિનું અપ્રતિપંથીપણું છે.
ઉત્થાન :- અહીં શંકા થાય કે અનભ્યાસાદિના દૃષ્ટાંતથી ક્ષુધાપિપાસાનું ક્ષાયિક જ્ઞાનના અપ્રતિપંથીનું જેમ તમે અનુમાન કરો છો, તેમ ઇર્યાસમિતિ અને શ્રુતાભ્યાસાદિના બલના અપચયને કારણે પ્રતિપંથીપણું પ્રાપ્ત થાય છે. તેનાથી ક્ષાયિક જ્ઞાનાદિ પ્રત્યે પ્રતિબંધકપણાનું પણ અનુમાન થઇ શકે છે. તેથી ક્ષુધા અને તૃષા ક્ષાયિક જ્ઞાનના અપ્રતિબંધક છે તેવો નિર્ણય થઇ શકશે નહિ, તેથી બીજો હેતુ કહે છે
ટીકાર્ય :- ‘ક્ષુવારેઃ ’ – ક્ષુધાદિનું સ્વજનક=ક્ષાયોપશમિકજ્ઞાનજનક, એવી બહિરિન્દ્રિયની વૃત્તિ=પ્રવૃત્તિ, તેના પ્રતિપંથીપણા વડે જ જ્ઞાનપ્રતિપંથીપણું છે.
‘અન્યથા’ – આવું ન માનો તો અર્થાત્ ક્ષુધાદિ સ્વજનક બહિરિન્દ્રિયની પ્રવૃત્તિના પ્રતિપંથીપણાવડે જ જ્ઞાનના પ્રતિપંથી છે એવું ન માનો, પરંતુ ક્ષુધાપિપાસા સાક્ષાત્ જ્ઞાનના પ્રતિપંથી છે એવું માનો તો, મિથ્યાત્વના ઉદયની જેમ ક્ષુધાદિના ઉદયમાં પણ પ્રાપ્તજ્ઞાનના ઉપક્ષયનો પ્રસંગ છે. અને એ પ્રમાણે નથી, અર્થાત્ ક્ષુધાપિપાસાના ઉદયમાં પ્રાપ્તજ્ઞાનનો ઉપક્ષય થતો નથી, પરંતુ ક્ષુધાદિના ઉદયને સહન કરતા શુભભાવવાળા મહર્ષિઓને તેની=જ્ઞાનની પ્રવૃદ્ધિ જ સંભળાય છે.
‘કૃતિ’ કથનની સમાપ્તિ સૂચક છે.
દર ‘ક્ષુત્પિપામયોપિ’-અહીં ‘પિ’થી એ કહેવું છે કે કેવલજ્ઞાનાવરણીય તો કેવલજ્ઞાનનું પ્રતિબંધક છે, પરંતુ ક્ષુધા-પિપાસા પણ કેવલજ્ઞાનના પ્રતિબંધક છે એમ સ્વીકારવામાં પ્રમાણનો અભાવ છે.