________________
૫૭૨. . અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ગ્રહણને પ્રાપ્ત થાય છે, એ પ્રકારના નંદીસૂત્રના કથનમાં ચરમસમયપ્રવિષ્ટજ=અસંખ્યાત સમયવર્તી જે ચરમસમય છે તે સમયમાં પ્રવિષ્ટ જ, પુદ્ગલો વિજ્ઞાનજનકપણાવડે કરીને ગ્રહણને પ્રાપ્ત થાય છે, અને તેનાથી=ચરમસમયથી અન્ય અર્થાત અસંખ્યાતસમયવર્તી ચરમસમયથી અન્ય પૂર્વ સમયોમાં પ્રવિષ્ટ છે તે ઇંદ્રિયના ક્ષયોપશમને ઉપકારી છે. એથી કરીને સર્વનું=અસંખ્યાતસમયપ્રવિષ્ટ સર્વપુદગલોનું, સામાન્યથી ગ્રહણ છે. .
કહેવાનો ભાવ એ છે કે અસંખ્યાતના સમયે પ્રવિષ્ટ યુગલો ગ્રહણને પામે છે એમ ન કહેતાં અસંખ્યાતસમયના ચરમસમયમાં પ્રવિષ્ટ પુદ્ગલો ગ્રહણને પામે છે, એમ સામાન્યથી ગ્રહણ કરેલ છે.
ભાવાર્થ - કસૂત્રે તાત્પર્ય એ છે કે નંદીસૂત્રમાં કહ્યું કે એકસમયપ્રવિષ્ટ પુદ્ગલો ગ્રહણ થતાં નથી, યાવત્ સંખ્યાતસમયપ્રવિષ્ટ પુગલો ગ્રહણ થતાં નથી, પરંતુ અસંખ્યાતસમયપ્રવિષ્ટ પુદ્ગલો ગ્રહણ થાય છે, એ કથન વિજ્ઞાનગ્રાહ્યતાને આશ્રયીને છે. અર્થાત્ એ સૂત્ર અસંખ્ય સમયના ચરમસમયપ્રવિષ્ટ પુગલોનું જીવને જ્ઞાન થાય છે એવું પ્રતિપાદન કરે છે, અસંખ્ય સમય પછી પ્રવિષ્ટ પુગલોનો સંબંધ થાય છે એવું પ્રતિપાદન કરતું નથી, કારણ કે સંબંધ તો પ્રથમ સમયથી જ થાય છે. તેથી અસંખ્યાત સમયના ચરમસમયમાં પ્રવિષ્ટ પુદ્ગલો વિજ્ઞાનથી ગ્રાહ્ય થાય છે, તે પુગલોમાં વિજ્ઞાનગ્રાહ્યતા છે; અને વિજ્ઞાનગ્રાહ્યપુદ્ગલોને આશ્રયીને પ્રથમ સમયથી થાવત્ સંખ્યાત સમય સુધીના પુદગલના ગ્રહણનો નિષેધ છે. અસંખ્યાત સમયના ચરમસમયમાં પ્રવિષ્ટ પુદ્ગલો વિજ્ઞાનથી ગ્રાહ્ય બને છે તેથી અસંખ્યાત સમયના ચરમસમયમાં પ્રવિષ્ટ પુદ્ગલોમાં વર્તતી વિજ્ઞાનગ્રાહ્યતાને આશ્રયીને ગ્રહણની વિધિનું કથન છે.
ટીકાર્ય - “તથા ર અને તે રીતે=“સત્ય',થી ગ્રંથકારે જે કથન કર્યું કે ગ્રહણની વિધિ અને નિષેધમાં વિજ્ઞાનગ્રાહ્યતાને આશ્રયીને ઉક્તસૂત્રનું કથન છે, પરંતુ સંબંધમાત્રને આશ્રયીને કથન નથી તે રીતે, કેવલીને વ્યંજનાવગ્રહના ઉપકારી એવા ગ્રહણનો અભાવ હોવા છતાં પણ, રસનેન્દ્રિય અને રસના સંબંધરૂપતેનું=આહારનું ગ્રહણ ભગવાનને પણ અવિરુદ્ધ છે; એથી કરીને શું અનુપપન્ન છે? અર્થાત્ કાંઈ અનુપપન્ન નથી.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે કેવલીને મતિજ્ઞાન નથી, તેથી વ્યંજનાવગ્રહને ઉપકારી એવાં પુદ્ગલોનું ગ્રહણ નથી, અને નંદીસૂત્રનું કથન ઇન્દ્રિયના ક્ષયોપશમને ઉપકારી એવા પુદ્ગલોના ગ્રહણને આશ્રયીને ગ્રહણરૂપે કહેલ છે, સંબંધરૂપ ગ્રહણને ગ્રહણ તરીકે નંદીસૂત્રમાં કહેલ નથી. તેથી ભગવાનને કેવલજ્ઞાન હોવાને કારણે નંદીસૂત્રમાં કહેલ ગ્રહણની પ્રાપ્તિ હોતી નથી, તો પણ સંબંધરૂપ ગ્રહણ તેમને હોય છે, અને સંબંધરૂપ ગ્રહણથી વ્યંજનનું પૂરણ થતું નથી કે જેથી કેવલીને વ્યંજનાવગ્રહનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ઉત્થાન -પૂર્વમાં સિદ્ધાંતકારે સિદ્ધ કર્યું કે કેવલીને રસનાં પુગલોની સાથે ઇંદ્રિયોનો સંબંધમાત્ર હોય છે, પરંતુ વ્યંજનાવગ્રહને ઉપકારી એવું ગ્રહણ હોતું નથી; માટે કેવલીને આહાર ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી, તેનું નિરાકરણ કરતાં કથથી પૂર્વપક્ષી કહે છે